SearchBrowseAboutContactDonate
Page Preview
Page 786
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા, અત્ર એમ ડહાપણ ડાળવા તૈયાર થશેા નહિ કે ભેદ અને અભેદતા પરસ્પર વિરુદ્ધ હાવાથી તે બંને એક જ સ્થળમાં કેવી રીતે ઘટી શકે, કેમકે જે વાત પ્રત્યક્ષસિદ્ધ હાય ત્યાં પ્રશ્નને માટે અવકાશ જ કચાં રહ્યો ? વળી એ પણ કેમ ભૂલી જાગે છે કે આપે પણ ધર્મીમાં સર્વ અભ્રાન્ત છે અને પ્રકારમાં ચાને ધમ માં તે વિષય છે એવા કથનથી એક જ વિષય ચજ્ઞાનમાં ભ્રાન્તતા અને અભ્રાન્તતારૂપ એ વિરુદ્ધ ધર્મોના યાગ માન્યા છે ? અત એવ અવયવેથી ભેદને લઇને અવયવીમાં એકતા અને અભેદને લઇને અનેકતા પણ જરૂર ઘટી શકવાની. એકાંતથી એકતા માનવામાં તે સ્થૂલ પદાથ માં ગ્રહણુ, અગ્રહણ, કેપ, અકપ, રાગ, અરાગ, આવરણ, અનાવરણ ઇત્યાદિ વિરુદ્ધ ધર્મના સંસગ થવાથી અવયવીમાં ભિન્નતાનેા પ્રસંગ ઉપસ્થિત થવાના. તેમ છતાં પણ અભેદ માનશેા તે સમગ્ર વિશ્વની એકતા સ્વીકારવાની આપત્તિ આવી પડશે. વળી એકત્વ અને અનેકત્વથી સ'લગ્ન અવયવીને વિષે વિરુદ્ધ ધર્માંના આરોપનો સંભવ નથી; અવયવાથી અભેદને લઇને પ્રત્યેક અવયવરૂપપણા વડે અનેકતામાં અને ભેદને લઈને એકપરિણામવિશેષતાને લઇને એકમાં કેટલાક અવયવાના દશનથી કે તેના ક ંપનથી, સમગ્ર અવયચાના અદન વડે અને કંપન વડે તેના ગ્રહણ-અગ્રહણની તેમજ કપન-અકપનની ઉપપત્તિ ખરાખર થવાની. એવી રીતે રાગ–અરાગ ઇત્યાદિની પણ અનેકત્વ-એકત્વથી અવિરુદ્ધતા સમજી લેવી, ગ્રહણ-અગ્રહણ ઇત્ય ક્રિના અવિરાધ પ્રતિપાદન કરવા માટે જે એકત્વ અને અનેકત્વની વ્યવસ્થા કરાયેલી છે તે એમાં પણ પરસ્પર વિરાધ હોવાથી તેના એકત્ર સમાવેશ નહિ થઇ શકે એવી શકા અસ્થાને છે, કેમકે આ હકીક્ત પ્રમાણુપુરસ્કર છે. જેમકે વિવાદના સ્થાનરૂપ સ્કંધ અનેક પણ છે, કેમકે તે અવયવાથી અભિન્ન છે, જે એક હોય તે અવયવાથી ભિન્ન હેાય. જેમકે તે જ એક સ્થલ પરિણામવાળે પટ. આ અનુમાનમાં હેતુની અસિદ્ધિ કે દ્રષ્ટાંતની સાધ્યવિકલતા પણ નથી, કેમકે અવયવાને આશ્રીને ભેદ-અભેદ પૂર્વે સિદ્ધ કરેલ છે. ७०७ અત્ર કેઇ એવી દલીલ કરે કે આ અવયવ અને અવયવીને લગતા તમામ ઊહાપાહ પરમાણુની સિદ્ધિ વિના આકાશ-કુસુમના સમાન છે તેા તેના નિરસનાર્થે પરમાણુની સિદ્ધિના પ્રસંગ હાથ ધરવામાં આવે છે, તેમાં પ્રથમ પૂર્વ પક્ષ નીચે મુજબ રજુ કરાય છેઃ— અનેક દિશાઓમાં વતા એવા બીજા પરમાણુ એની સાથે સંયુક્ત એવા . જ પરમાણુ અન્ય સાથે એક દેશથી જોડાય છે કે સંપૂર્ણ રૂપથી ? પરમાણુમાં દેશપણું જ નથી એટલે પ્રથમ વિકલ્પ માટે સ્થાન નથી; અને તેમ છતાં તેમાં દેશપણું માનવામાં આવે તે તે પરમાણુ જ ન કહેવાય. દ્વિતીય વિકલ્પ પણ અનાદરણીય છે, કેમકે બીજા પરમાણુની સાથે તેના સંચાગના પ્રસંગ રહેતા નથી; કેમકે જયાં એડમાં જ સચેાગ સમાપ્ત થયા ત્યાં બીજાની સાથે તે કેવી રીતે સંયુક્ત ગણાય ? અત એવ પરમાણુ ખરેખર વિદ્યમાન પદા હૈ!ય તે છ દિશામાં વત ંતા પરમાણુઆની સાથે તેના સંચાગ હાય, કેમકે છ દિશામાં વવાવાળાં દ્રબ્યા સાથે ઘટ વગેરે સંયુક્ત થયેલા જોવાય છે. જો આ ઘટાદની પેઠે પરમાણુને છ દિશામાં રહેલા અન્ય પરમાણુઓ સાથે સયુક્ત માનવામાં આવે તે તેમાં ષડશતા આવવાની અને આવી ષડશતા ઉપસ્થિત ૧ છ વિભાગ હોવાપણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy