________________
७०९
અજીવ-અધિકાર.
[ દિતીય
પછી એકમાં આધારતા અને બીજામાં આધેયતા કયાંથી સંભવે ? એ તો કેવળ ગુરુત્વ ગુણમાં જ સંભવી શકે. આવી પરિસ્થિતિમાં અસત્ય દષ્ટાંત રજુ કરી અવયમાં અવયવીની વૃત્તિ સિદ્ધ કરવા પ્રયાસ કરે તે શું શોભાસ્પદ છે?
વળી પરમાણુઓની સ્થિતિને તે કઈ પણ પ્રતિબંધક નથી. એની સ્થિતિ તે સ્વભાવસિદ્ધ છે. હા, એ વાત સાચી છે કે પરમાણુને પરસ્પર સંસ્પર્શ હોવાથી તેને સંગ થાય છે, પરંતુ આધાર-આધેયરૂપ સંબંધ તે તેમાં સ્વને પણ ઘટતું નથી.
એકાન્ત ભેદ પૂર્વક અવયવોમાંથી અવયવીની ઉત્પત્તિ સ્વીકારવા જતાં કરંડિયામાં રહેલા તંતુમાંથી ઉત્પન્ન થયેલા પટને તેલતાં નીચા નમવું ઈત્યાદિ વિશેષ દ્વારા, આરંભક તત્ત્વના ગુરુત્વથી એના ગુરુત્વની અધિક પ્રતીતિ થાય, કેમકે કારણની ગુરુતા કરતાં કાર્યની ગુરુતા અધિક માનવામાં આવે છે. કાર્યમાં અન્ય ગુરુત્વ નથી એમ તો કહી શકાય તેમ નથી, કારણ કે તેમ કરવાથી તે કારણના ગુણ પૂર્વક કાર્યમાંના ગુણે છે એ માન્યતાને લેપ થાય છે. પટ વગેરેને વિષે લાગેલ ધૂળની રજના સમૂહના ગુરુત્વની પેઠે કાયનું ગુરુત્વ હેવા છતાં તે અલ્પ હેવાથી તેની પ્રતીતિ થતી નથી એમ પણ કહેવાને અવસર નથી, કેમકે ધૂળની રજના સમુદાયની ગુરુતાની અલ્પતારૂપે પણ અપ્રતીતિની ઉપપત્તિ છે. અવયની અપેક્ષાએ અવયવીની અતિમહત્તા હોવાથી તેનું ગુરુપણું કેણ નિવારી શકે તેમ છે ? એથી તે જે અવયવીમાં રજની બહલતા છે તે અવયવીને તેલતાં તેના ગુરુત્વમાંની અધિકતા પ્રતીત થાય છે. તેથી કરીને આ પ્રમાણે અવયથી અવયવીની કથંચિત્ અભેદતા સિદ્ધ થાય છે. વળી એ વાતને નીચે મુજબનું અનુમાન પ્રમાણ પણ ટેકો આપે છે –
અવયથી અવયવી કથંચિત્ અભિન્ન છે, કેમકે દ્રવ્યત્વ હોવા છતાં પૃથક્ આશ્રયની અનાશ્રિતતા રહેલી છે. જે જેથી ભિન્ન ન હોય તેમાં દ્રવ્યપણું રહેવા છતાં તે બીજા આશ્રયને - વિષે આશ્રિત ન હોય. જેમકે ઘડાથી કપડું.
વળી એકાન્તથી અભેદ પણ નથી; કેમકે એકસ્થલતારૂપે એને પ્રતિભાસ થાય છે, પ્રાવરણ, ઠંધને દૂર કરવી વગેરે ક્રિયાઓ કરાય છે, એક ભાગના આકર્ષણ અને ધારણથી સમસ્તનું આકર્ષણ અને ધારણુ જોવાય છે, તંતુઓ પટમાં છે એ વળી વ્યવહાર કરાય છે, તેમજ આ તંતુઓથી પટ બનશે ઈત્યાદિ કાર્ય-કારણભાવરૂપ વ્યવહારને લઈને પણ અવયથી અવયવની કથંચિત ભિન્નતા રહેલી છે. આ પ્રમાણે જેનો અવયવી અને અવયવો વચ્ચે કથંચિત અભેદ અને કથંચિત ભેદ માને છે.
૧ “ અવશsષયક કથffપન્ન:, પ્રતિ વૃથાયાનાતિકારી यः पुनर्यस्माद् भिन्नो नासौ द्रव्यत्वे सति पृथगाश्रयानाश्रितः । यथा घटात् पट इति દારિદી . ”
૨ દ્રવ્યત્વ હોવા છતાં એમ કહીને પરવાદીએ અવયવાદિથી એકાન્ત ભેદરૂપે સ્વીકારેલાં અને પૃથક આશ્રયથી અનાશ્રિત એવો જાતિ, ગુણ, ક્રિયા વગેરે દ્વારા વ્યભિચારને ખડો થતો પ્રસંગ ઊભો થવા દીધો નથી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org