________________
ઉલ્લાસ ]
આર્દત દર્શન દીપિકા. પણ જાણવું. શરદ-પરિણત પુદ્ગલ તે જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્ય ભાગ સુધી રહે. પરમાણુ-પુગેલાદિ અને અંતરકાલ–
જે પુગલ પરમાણુરૂપે છે તેને પરમાણપણું ત્યજી દઈ ધાધિરૂપે પરિણમી પાછું પરમાણુપણું પ્રાપ્ત કરવામાં ઓછામાં ઓછા એક સમયે અને વધારેમાં વધારે અસંમેય કાળ લાગે. અન્ય શબ્દોમાં કહીએ તે જ્યારે પરમાણુનું પરમાણુપણું ચાલ્યું જાય ત્યારથી માંને ફરી વાર પરમાણુપણે તેનું પરિણમન થાય ત્યાં સુધી ભૂતપૂર્વ પરમાણુને જે અપરમાણપણે રહેવું પડે છે તેમાં વધારેમાં વધારે અસંખ્યાત કાળનું આંતરું છે. અથૉત્ પ્રથમ બીજી ભાવિની પરમાણુરૂપ અવસ્થા એ બેની વચ્ચે જે કાળ છે તે “અંધ-સંબંધ-કાલ' કહેવાય છે અને તે ઉત્કૃષ્ટથી અસંખ્યાત છે.
ઢિપ્રદેશિક સધને બાકીના સકંધરૂપે પરિણમવાને કાળ અને પરમાણુરૂપે થવાને કાળ તે અંતરકાળ છે. એ જઘન્યથી એક સમયને છે; ઉત્કૃષ્ટથી તે તે અનંત છે, કેમકે બાકીના સર્વ અંધે અનંત છે અને એ પ્રત્યેક સ્કંધની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રસંગેય કાળની છે. એ પ્રમાણે ત્રિપ્રદેશિકાદિક છે માટે સમજી લેવું.
એક આકાશ-પ્રદેશમાં રહેલે સકંપ પુદગલ કંપતો અટકે અને ફરીથી કંપવા માંડે તેટલામાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્ય કાળ વ્યતીત થાય. એ પ્રમાણે યાવત્ અસંખ્યપ્રદેશસ્થિત સ્કંધ માટે પણ સમજી લેવું.
એક આકાશ-પ્રદેશમાં સ્થિત નિષ્કપ પુગલ પિતાની નિષ્કપતાને ત્યજી સકપતા ધારણ કરી ફરીથી નિષ્કપતા પ્રાપ્ત કરે તેટલામાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આવલિકાને અસંખ્યય ભાગ લાગે. આ હકીકત છેક અપંખ્ય પ્રદેશમાં સ્થિત યુગલોને પણ લાગુ પડે છે. જે નિષ્કપને કાળ છે તે સકંપને અંતરકાલ છે, એથી કરીને સકંપને ઉત્કૃષ્ટ અંતરકાલ અસં. ખ્યાત સમયને કહેવાય છે. વળી જે કંપને કાળ છે તે નિષ્કપને અંતરકાલ છે; એટલા માટે તે નિષ્કપને ઉત્કૃષ્ટ અંતરકાલ આવલિકાના અસંખ્યાતમે ભાગે છે.
"વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સૂક્ષમ પરિણત અને બાદર પરિણત યુગલને જે સ્થિતિ-કાલ છે. તે જ એને અંતરકાલ છે, કેમકે જે એકની અવસ્થિતિ છે તે બીજાનું અંતર છે અને તેનું ઉત્કૃષ્ટ માન અસંખ્યય કાળનું છે.
જે પુદગલ શબ્દરૂપે પરિણમેલ હોય તેને ત્યજી ફરીથી શબ્દરૂપ પરિણામને પ્રાપ્ત કર
૧ એક ગુણ કોલકત્વ ( એક ગુણી કાળાશ ) વગેરેનું અંતર એક ગુણી કાળાશ વગેરેના, કાળના જેટલું જ છે, પરંતુ દિગુણ કાલવાદિની અનંતતાને લઈને અંતરકાલ અનંત નથી એમ વચન-પ્રામાણ્યને લઈને ધ્યાનમાં રાખવું.
88
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org