________________
ઉલ્લાસ 1
આહુત દાન દીપિકા.
૫
અને છે તે નહિ બને એવી શંકા ઉઠાવવી નિરક છે; કેમકે નવમા વિકલ્પના અથ એવા નથી કે એ પરમાણુ પરસ્પર મળી જાય છે, પરંતુ એના અતા એ છે કે એ પરમાણુઓ એક બીજાના સ્પશ પાતે સમસ્ત સ્વાત્મ વડે કરે છે, કેમકે પરમાણુમાં અ વગેરે વિભાગ નથી એટલે પરમાણુઓ અર્ધ વગેરે ભાગ વડે સ્પર્શી શકતા નથી. વળી અને પરમાણુઓના સ્વરૂપમાં જુદાઇ હાવાથી તે એની એકતા થતી નથી એટલે ઘટાઢિ પદ્માના અભાવની આપત્તિ માટે અવકાશ રહેતા નથી.
દ્વિપ્રદેશિક કધને સ્પર્શીતા પરમાણુના સબંધમાં સાતમા અને નવમા એ એ વિકલ્પા માટે સ્થાન છે. એટલે કે સવ વડે એક ભાગને સ્પશે અથવા તેા સ વડે સને સ્પશે. જેમકે જ્યારે દ્વિપ્રદેશિક કધ આકાશના એ પ્રદેશને અવગાહીને રહેલા હોય ત્યારે પરમાણુ તે સ્કંધના દેશને સ` વડે અર્થાત્ પેાતાના સમસ્ત આત્મા વડે સ્પર્શે છે, કેમકે પરમાણુના વિષય તે સ્કંધના દેશના જ છે અર્થાત્ આકાશના એ પ્રદેશમાં રહેલા કધના દેશને જ પરમાણુ સ્પર્શી શકે છે, કારણુ કે પરમાણુની અવગાહના એક જ પ્રદેશની છે, જો દ્વિપ્રદેશિક સ્કંધ સૂક્ષ્મતાને લઈને આકાશના એક પ્રદેશને અવગાહીને રહેલા હાય તે પરમાણુ પેાતાના સમગ્ર આત્મવડે તે સ્કંધના સમસ્ત આત્માને સ્પર્શે છે,
ત્રિપ્રદેશિક કધને સ્પ°તા પરમાણુંના સંબંધમાં છેલ્લા ત્રણ વિકલ્પો ઘટે છે. તેમાં જ્યારે ત્રિપ્રદેશિક સ્કંધ આકાશના ત્રણ પ્રદેશેામાં રહેલા હોય ત્યારે પરમાણુ પાતાના સમગ્ર આત્મા વડે એ સ્કંધના એક દેશને સ્પર્શે છે. જયારે ત્રિપ્રદેશિક સ્કંધના એ પ્રદેશ એક આકાશપ્રદેશમાં સ્થિત હોય અને બાકીના પ્રદેશ ખીજા એક આકાશ-પ્રદેશમાં રહેલા હૈાય ત્યારે તા એક આકાશ-પ્રદેશમાં રહેલા એ પરમાણુઓને સ્પર્શવાનું સામર્થ્ય એક પરમાણુમાં હાવાથી પેાતાના બધા વડે એ એ દેશાને સ્પર્શે છે. જ્યારે ત્રિપ્રદેશિક સ્કંધ આકાશના એક જ પ્રદેશમાં સ્થિત હાય ત્યારે પરમાણુ તે સમગ્રને પોતાના સમસ્ત આત્મા વડે સ્પર્શે છે. આ પ્રમાણેની હકીકત ચાર પ્રદેશવાળા, પાંચ પ્રદેશવાળા એમ છેક અનત પ્રદેશવાળા કંધના સબંધમાં ઘટાવી લેવી.
દ્વિપ્રદેશિક સ્કધ પરમાણુને કેવી રીતે સ્પર્શે છે એના હવે વિચાર કરીશું. જ્યારે દ્વિપ્રદેશિક કધ આકાશના એ પ્રદેશેામાં રહેલા હાય ત્યારે પેાતાના એક દેશ વડે પરમાણુના સમગ્ર આત્માને સ્પર્શે છે એટલે કે એક ભાગ વડે સર્વને સ્પર્શે છે. એટલે ત્રીજો વિકલ્પ ઘટે છે. જ્યારે દ્વિપ્રદેશિક કધ એક જ આકાશ-પ્રદેશમાં રહેલા હાય ત્યારે એ પેાતાના સમગ્ર આત્મા વડે પરમાણુના સમગ્ર આત્માને સ્પર્શે છે એટલે કે નવમા વિકલ્પ ઉપસ્થિત થાય છે.
૧ આ વિકલ્પ એક આકાશ-પ્રદેશમાં રહેલા પ્રિદેશિક સ્કંધ પરત્વે પણ સંભવે છે. એમ કહેવાય નહિ, ક્રમકે ત્યાં દ્વિદેશિક સ્કંધ પાતે જ અવયવી છે પણ એ કાષ્ટના અશ કે દેશ નથી. એટલે પરમાણુ બધા વડે આ સ્કંધના એ દેશેાને અડકે છે એમ કહેવાય જ કેમ ? ત્રિપ્રદેશિક ધ પરત્વે આમ કહેવાય છે તેનુ કારણ એ છે કે ત્રણ પ્રદેશની અપેક્ષાએ એને સ્પર્શ થતાં એક પ્રદેશ બાકી રહે છે; અર્થાત્ તેના જે એ પરમાણુએ એક આકાશ-પ્રદેશમાં રહેલા છે તે બને, જુદા આકાશપ્રદેશમાં રહેલ તેના એક પરમાણુના અશા છે. દેશ છે અને એક પરમાણુ એ બે દેશને
સ્પર્શે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org