________________
અછવ-અધિકાર
( દિતીય ઈત્યાદિ પ્રદેશને અવગાહીને રહેલા છે તેઓ “ક્ષેત્રથી સપ્રદેશ યુગલ” છે. જેમની સ્થિતિ બે સમયથી માંડીને તે અસંખ્યાત સમય સુધીની છે તેઓ “કાલથી સપ્રદેશ પુદગલ' છે. જેમના વણ વગેરે દ્વિગુણથી માંને તે અનંત ગુણ પર્યત છે તે બધા “ભાવથી સપ્રદેશ પુદ્ગલ” છે.
ભાવ-અપ્રદેશ યુગલેની સંખ્યા સૌથી ઓછી છે. એનાથી કાલ-અપ્રદેશની સંખ્યા અસંખ્ય ગુણી છે. એનાથી અસંખ્ય ગુણી દ્રવ્ય–અપ્રદેશની છે અને એનાથી પણ અસંખ્ય ગુણી ક્ષેત્ર–અપ્રદેશની છે. એનાથી ક્ષેત્ર–સપ્રદેશની સંખ્યા અસંખ્ય ગુણી છે. એનાથી દ્રવ્ય-સપ્રદેશની સંખ્યા અધિક છે. એનાથી કાલ–સપ્રદેશની સંખ્યા વધારે છે. અને વળી એનાથી પણ ભાવસપ્રદેશ પુદ્ગલની સંખ્યા અધિક છે. જુઓ વિચારપંચાશિકા ( ગા. ૪૬-૪૮). અપાદ્ગલિક અને પર્ણલિકનો વિચાર–
સમસ્ત દ્રવ્યોને અપગલિક અને પગલિક એમ બે વિભાગમાં વિભક્ત કરી શકાય તેમ છે. તેમાં અપગલિકના (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશ, (૪) જીવ, (૫) કાલ, (૬) ક્ષાયિક, (૭) સાસ્વાદન અને (૮) પથમિક એમ આઠ ઉપભેદે છે; જ્યારે પદ્ગલિકના (૧) દારિક, (૨) વક્રિય, (૩) આહારક, (૪) તેજસ, (૫) ધ્વનિ (શબ્દ), (૬) મન, (૭) ઉસ-નિઃશ્વાસ, (૮) કામણ શરીર, (૯) કર્મ, (૧૦) છાયા, (૧૧) અંધકાર, (૧૨) અનંત વર્ગણા, (૧૩) આતપ, (૧૪) મિશ્ર કંધ, (૧૫) અચિત્ત મહાકધ, (૧૬) વેદક સમ્યક્ત્વ, (૧૭) ક્ષાપશયિક સમ્યકત્વ અને (૧૮) ઉદ્યોત એમ અઢાર ઉપભેદે છે.”
૧ આ તેમજ આ પછીના બને ઉપભેદે સમ્યક્ત્વના પ્રકારે જાણવા. ૨ આ તેમજ એની પછીના ત્રણે ઉપભેદે શરીરના પ્રકારે સમજવા.
૩ સ્કંધના નામ-સ્કંધ, સ્થાપના-સ્કંધ, દ્રવ્ય-સ્કંધ અને ભાવ-સ્કંધ એવા ચાર પ્રકારો પડે છે. સ્કંધ' પદમાં ઉપયોગ રહિત એવો વક્તા આગમથી દ્રવ્ય-સ્કંધ છે. નોઆગમથી દ્રવ્ય કંધના 1શરીર-દ્રવ્યકંધ, ભવ્ય શરીર-દ્રવ્યસ્કંધ અને તદુભય વ્યતિરિક્ત દ્રવ્યસ્કંધ એમ ત્રણું પ્રકાર છે. તેમાં વળી શરીર અને ભવ્ય શરીરથી વ્યતિરિક્ત દ્રવ્યસ્કંધના સચિત્ત, અચિત્ત અને મિશ્ર એવા ત્રણ ભેદ છે. દિપદાદિ, દિપ્રદેશાદિ અને સન્યના અગ્ર દેશાદિ એ આના અનુક્રમે ઉદાહરણ છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે બે પગવાળા છે જેમકે મનુષ્ય, પોપટ, મેના વગેરે “દિપદ સચિત્ત દ્રવ્ય-રકંધ' છે. દાડમ, આમ્ર, બીજોરા વગેરે “ અ૫દ સચિત્ત દ્રવ્ય-સ્કંધ ' છે. ગાય, ભેસ વગેરે ચાર પગવાળા પશુઓ ચતુષ્પદ સચિત દ્રવ્ય-રકંધ' છે. બે પ્રદેશોથી માંડીને તે અનંત પ્રદેશ સુધીના
છો તે અચિત્ત દ્રવ્ય ધ' છે. હાથી, ઘોડા, રથ, પાયદળ, તરવાર, ભાલા વગેરેના સમુદાયરૂપ સૈન્યને આગલે, પાછલો કે વચલો ભાગ તે મિશ્ર દ્રવ્ય–સ્કંધ છે. ગામ, નગર વગેરે પણ મિશ્ર દ્રવ્ય-સ્કંધ છે. આ પ્રમાણેનું વિવેચન વિશેષા ( ગા. ૮૫-૮૯૬ )માં તેમજ તેની વૃત્તિમાં છે. તેમાં જે મિશ્ર દ્રવ્ય-સ્કંધનું સ્વરૂપ આપેલું છે તે અત્ર મિશ્રઅંધથી વિવક્ષિત હોય એમ જણાતું નથી. અહીં તે અચિત મહાત્કંધ પૂર્વેને મિશ્રરકંધ વિવક્ષિત છે કે જેનું સ્વરૂપ “વર્ગણાનું સ્વરૂપ ' એ શીર્ષક હેઠળ ૭૧૭ માં પૃષ્ઠમાં વિચારવામાં આવનાર છે.
( ૪ આ વિવેચન વિજયવિમલગણિકૃત વિચારપંચાશિકાની નિમ્નલિખિત ગાથાઓને આભારી છે--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org