SearchBrowseAboutContactDonate
Page Preview
Page 769
Loading...
Download File
Download File
Page Text
________________ અછવઅધિકાર ( દ્વિતીય અર્થાતુ અન્યાન્ય પરમાણુ વગેરેના સંઘટનથી–સંલેષથી જે સ્થૂલ પરિણામને પ્રાપ્ત કરે છે અને એ પરમાણુ વગેરેના વિકલેષથી જેને હાલ થાય છે તે “પુદ્ગલ” છે. આ વ્યાખ્યાને પણ ઉપલક દષ્ટિએ વિચાર કરતાં તે પરમાણુને પુદગલ સંજ્ઞા ઘટી શકતી નથી, પરંતુ સૂમ દષ્ટિએ વિચારતાં એમ જરૂર કહી શકાય કે પરમાણુને પણ બીજા પરમાણુ કે કંપની સાથે મળવાનું કે તેનાથી જુદા પડવાનું હોવાથી “પુદગલ' સંજ્ઞા પરમાણુ પરત્વે સાવર્થ ઠરે છે. નવતત્વવિસ્તરાર્થ (પૃ. ૧૨૨-૧૨૩) તરફ દષ્ટિપાત કરતાં સમજાય છે કે ત્યાં તે પરમાણુ એ જ વાસ્તવિક પુદગલ છે અને સ્કંધ, દેશ અને પ્રદેશ તે એના વિકારરૂપ છે એટલે કંધાદિને વિષે “પુદ્ગલ સંજ્ઞા ઔપચારિક છે એ સ્પષ્ટ નિર્દેશ છે. આવી હકીકત અન્યત્ર જેવામાં નહિ આવેલ હેવાથી એ શબ્દશઃ નીચે મુજબ રજુ કરાય છે – તથા પૂરણ (પૂરાવું-મળવું) અને ગલન (ગળવું-ઝરવું-વિખરવું–છૂટા પડવું) ધમ યુક્ત જે પદાર્થ તે પુદ્ગલ દ્રવ્ય કહેવાય. અહિં પરમાણુ એ જ પુદગલ દ્રવ્ય છે. એ પરમાયુને સ્કંધરૂપે મળવા ગ્ય, અને સ્કંધથી વિખરવા-છૂટા પડવારૂપ ધર્મ હોવાથી પરમાણુ તે પુદ્ગલ કહેવાય છે. દરેક પરમાણુ મળવા અને વિખરવાના ધર્મ પાળે છે. પરમાણુઓ જ્યારે પસ્પર મળે છે ત્યારે અંધ બને છે, અને છટા પડે છે ત્યારે પુનઃ પરમાણુ જ રહે છે. એ પ્રમાણે પરમાણુઓ વારંવાર દ્વિદેશી, ત્રિપ્રદેશ, યાવત અનંતપ્રદેશ સ્કંધરૂપે પરિણમે છે (મળે છે), અને તે સ્કંધેથી છૂટા પણ પડે છે. ત્યાં કઈ પણ એક પરમાણુ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્ય સમય સુધી પરમાણુરૂપે છૂટે રહે છે, તદનંતર અવશ્ય સ્કંધરૂપ પરિ ણમે છે. એ પરમાણુને જઘન્ય ઉત્કૃષ્ટ કાળ કહ્યો. પુનઃ એ પરમાણુ જ્યારે સ્કંધમાં લાગે છે ત્યારે “પ્રદેશ” એવી સંજ્ઞાથી ઓળખાય છે. પુનઃ પરમાણુઓથી બનેલા સ્કધ-પ્રદેશ–અને પ્રદેશરૂપ વિકારે પણ પુગલ જ કહેવાય છે.” આ અવતરણ ઉપરથી એ વાત તો સમર્થિત થાય છે કે પૂરણ ગલનરૂપ સ્વભાવ સ્વાભાવિક રીતે પરમાણમાં છે અને એથી એને પુદ્દગલ તરીકે બેધડક વ્યવહાર કરી શકાય તેમ છે એટલે કે એ માટે ઉપચારાદિને વિચાર કરવો આવશ્યક નથી. પુદગલ' શબ્દની નિષ્પત્તિ– પુદ્ગલ” શબ્દ પૂર અને રાષ્ટ્ર એ બે ધાતુ ઉપરથી બનેલો છે. તેમાં પૂર એ દિવાદિ આત્મપદી, ગ્વાદિ પરમૈપદી અને “ચુરાદિ ઉભયપદી છે. પૂરણ કરવું, તૃપ્ત કરવું એ એના અર્થો છે. એ પ્રમાણે જૂ એ 'ગ્વાદિ પરૌપદી અને “ચુરાદિ આત્મપદી છે. ગળવું, ઝરવું, ખરવું, પડવું, વિખરાવું ઈત્યાદિ એના અર્થો છે. પુગલ શબ્દની નિષ્પત્તિ બે રીતે સંભવે છે -(૧) ઉણાદિ ગણુથી અને (૨) પૃષોદરાદિથી. તેમાં પ્રથમ પ્રકાર પરત્વે આ ગ્રંથકાર નીચે મુજબ પ્રકાશ પાડે છે – " पूर्यते-संहतीक्रियते विसंहतीक्रियते वा पूर्णीक्रियते सम्मील्यते यस्मादिति पुर औणादिकात्प्रत्यये सति डीवात् टिलोपे पुद्; गल्यते गाल्यते वा ૧–૫ જુઓ સારસ્વત આદશ ( ધાતુ-સંખ્યા ૧૩૪૨-૧૩૪૪ અને ૫૦૦-૫૦૧ ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy