SearchBrowseAboutContactDonate
Page Preview
Page 767
Loading...
Download File
Download File
Page Text
________________ અછવ-અધિકાર [ દ્વિતીય હોવા છતાં પણ જીવના યોગ-ઉપાંગરૂપ પરિણામ આદિમાન બર્થાત પ્રત્યક્ષ-ગ્રાહ્યા છે ત્ એના શેષ પરિણામ આગમગ્રાહ્ય છે. આ સંબંધમાં મારું નમ્ર મંતવ્ય એ છે કે જૈન દર્શનમાં આગમ-ગ્રાહ્ય અને તર્ક-ગ્રાહ્ય એમ બે જાતના પદાર્થો સ્વીકારાયા છે તે વાત અત્ર વિવક્ષિત છે. પ્રત્યક્ષ-ગ્રાહ્યથી વ્યાવહારિક પ્રત્યક્ષગ્રાહ્યતા વીકારીએ તો એને અર્થ તર્કગ્રાહ્યતા કરી શકાય. શેષમાં આગમગ્રાહ્ય પદાર્થો કેવળ આગમ-ગ્રાહ્ય જ છે એમ નથી, કેમકે ત્યાં ણ કેટલેક અંશે યુક્તિઓ માટે અવકાશ છે જ. કહ્યું પણ છે કે “ગુp વિઠ્ઠો કથા ” અર્થાત્ શુદ્ધ શાસ્ત્રને યુક્તિથી સાથે વિરોધ નથી. વિશેષમાં પંચલિંગીની બૃહદ વૃત્તિના ૨મા પત્રમાં અવતરણરૂપે એ પણ ઉમેરાયું છે કે " आगमचोपपत्तिश्च, सम्पूर्ण दृष्टिकारणम् । अतीन्द्रियाणामर्थानां, सद्भावप्रतिपत्तये ॥" ગ્રન્થકારે અનાદિ અને વાદિમાનું પરિણામ પૈકી એકેનું લક્ષણ દર્શાવ્યું નથી એટલે તેમને અનાદિ અને આદિમાનના સુપ્રસિદ્ધ અર્થો જ વિવક્ષિત હવા જોઈએ એમ સમજાય છે. દ્વિતીય ઉલ્લાસ ગ્રન્થકારના વક્તવ્યના અનુવાદની દષ્ટિએ આથી પૂર્ણ થાય છે, પરંતુ અત્યાર સુધીમાં કરેલી પ્રતિજ્ઞાના નિર્વાહ માટે તેમજ સૂક્ષ્મ અને ગહન વિષયના અભિલાપની જિજ્ઞાસા થોડી ઘણી તૃપ્ત થાય તે માટે અજીવ પદાર્થોને અંગે કેટલુંક વિવેચન પરિશિષ્ટરૂપે ઉમેરી તૃતીય ઉલ્લાસમાં પ્રવેશ કરીશું. સૌથી પ્રથમ પગલાસ્તિકાય સબંધી વિચાર કરીશું. “પુદ્દગલ' શબ્દને વ્યુત્પત્તિ-અર્થ— પુદગલ શબ્દ પૂન્ને પાર્ ધાતુના સંયોગથી બન્યો છે. આની નિષ્પત્તિ દર્શાવતાં તત્વાર્થરાજ (પૃ. ૧૯૦ )માં આવા સંગના ઉદાહરણ તરીકે “ “શવાયને રમશાન ” એવી પંક્તિ રજુ કરવામાં આવી છે. પૂરૂને અર્થ પૂરણ કરવું મળવું એ થાય છે, જયારે ૧ છાયા– પુરૂચાડવઃ વાનમઃ | ૨ તરવાર્થની બ્રહવૃત્તિ ( પૃ. ૪૩૮ )માં આની વ્યાખ્યા નીચે મુજબ દર્શાવાઈ છે – " जन्मादिविनाशान्तविशेषसंस्पृष्टः स्वरूप सामान्य विशेषधर्माधिकारी तद्भावलक्षणः परिणाम आदिमान् भवति ।" ૩ દાખલા તરીકે વિચારે ૬૨૧ માં પૃષ્ઠમાં ધ્રુવ-વગણાના સ્વરૂપનો “ વગણા ' પ્રકરણમાં નિર્દેશ કરવાની પ્રતિજ્ઞા. “ શાળાનાં રાચ રમશ:, gujરવાત ' આ પ્રમાણેનો ઉલ્લેખ અભિધાનચિતામણિની સ્વપજ્ઞ વૃત્તિના ૩૯૪માં પૃષ્ઠમાં છે. ૪ % કાન નં શr Sitવરાત ” આ પ્રમાણેનો ઉલ્લેખ અભિધાનચિન્તામણિની પજ્ઞ વૃત્તિના ૩૯૪માં પૃષ્ઠમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy