SearchBrowseAboutContactDonate
Page Preview
Page 763
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૪ અછવ–અધિકાર. [ દ્વિતીય એ માન્ય રાખે તે સ્વાભાવિક છે. એ દશનને સૂત્રરૂપે સસ્કૃતમાં ગૂથનારા તરીકે આવ ગણાતા ભગવાન ઉમ સ્વાતિ અને અર્થ નીચે મુજબ સૂચવે છે – “ તાવઃ જામા ” ( અ. પ, સૂ ૪૧ ) અર્થાત્ “તે થવું એટલે કે પિતાના રૂપમાં સ્થિર રહી ઉત્પન્ન થવું તેમજ નાશ પામવે. એનું નામ “પરિણામ છે. આ દર્શન પ્રમાણે કઈ પણ દ્રવ્ય કે ગુણ સર્વથા અવિકૃત રહી શકે નહિ. અત્ર વિકૃતને અર્થ એ છે કે અન્યાન્ય અવસ્થાઓને પ્રાપ્ત કરવી, પરંતુ તેમ છતાં પિતાની મૂળ જાતિને કાયમ રાખવી–પિતાના શુદ્ધ સ્વરૂપને ત્યાગ થવા ન દે. આથી એ વાત ધ્યાનમાં આવી હશે કે દ્રવ્ય હોય કે ગુણ હોય એ પ્રત્યેક પોતપોતાના સ્વભાવને ત્યાગ કર્યા વિના જ પ્રતિસમય નિમિત્ત અનુસાર જુદી જુદી અવસ્થાઓને ભજે છે. આ પ્રમાણેની અન્યાન્ય અવસ્થાએ તે દ્રવ્ય અને ગુણના પરિણામો ” કહેવાય છે. જીવ મનુષ્ય, પશુ, પક્ષી, દેવ કે દાનવરૂપે ઉત્પન્ન થાય, કિન્તુ એ ભિન્ન ભિન્ન અવસ્થાઓને પ્રાપ્ત થતું હોવા છતાં પણ તેનામાં જીવત્વ તેવું ને તેવું જ કાયમ રહે છે. આથી મનુષ્યત્વ, પશુત્વ એ જીવના પરિણામો કહેવાય છે. એવી રીતે જીવના અનન્ય ગુણરૂપ ચિત ચ જ્ઞાનરૂપ સાકાર ઉપયોગ રૂપે હોય કે દર્શનરૂપ નિરાકાર ઉપગરૂપે હૈય, ૫ટ વિષયક જ્ઞાન હોય કે ઘટવિષયક જ્ઞાન હોય, પરંતુ એ બધા ઉપગમાં ચેતન્ય આબાદ જળવાઈ રહે છે, એથી એ ઉપગે ચૈતન્યના પરિણામે ગણાય છે. પુદ્ગલ દ્વાણુકરૂપ હોય કે ચણક વગેરે રૂપે હોય, પરંતુ એ અવસ્થા દરમ્યાન એનું પુદગલ સર્વથા કાયમ રહે છે; વાતે દ્વઘણુકાદિ અવસ્થાઓ એ પુદગલના પરિણામ ગણાય છે. એવી રીતે પુદગલ ધેળાશ ત્યજીને કાળાશ વગેરેને ધારણ કરે, પરંતુ એ રૂપાંતર દરમ્યાન એનું વર્ણત્વ કાયમ રહે છે-કેઇને કઈ વર્ણરૂપે તે તે અખંડિત રહે છે, વાસ્તે ધોળાશ, કાળાશ - ઈત્યાદિ અવસ્થાઓ એ વર્ણ ( રૂપ)ના પરિણામો છે. આ પ્રમાણે પરિણામના સ્વરૂપની પીઠિકા રજુ કરી હવે થકારના શબ્દમાં એ પરિ મનું લક્ષણ નીચે મુજબ ઉપસ્થિત કરવામાં આવે છે કે જેથી એ સમજવામાં વિશેષ પરિ. શ્રમ ન પડે – जीवादिपदार्थानामवस्थाहारापत्तिरूपत्वं परिणामस्य लक्षणम् , “સ્વભાવઃ દાતરવસ્ત્ર વા ! (૨પ૬) અર્થાત જીવાદિક પદાર્થોની અવસ્થામાં ફેરફાર થશે એટલે કે એ પદાર્થોનું રૂપાંતર થવું તે ‘પરિણામ ” કહેવાય છે. આથી સમજાય છે કે પરિણામ એ અન્ય ભાવની પ્રાપ્તિ છે. પરિણામ, સ્વભાવ, સ્વતવ એ બધા સમાનાર્થક શબ્દ છે, ૧ સરખાવો તરવાથ-ભાષ્ય ( પૃ. ૪૩૭ )ગત નિમ્નલિખિત પંક્તિ" धदीनां द्रव्याणां यथोक्तानां च गुणानां स्वभाषः स्वतत्त्वं परिणामः ।" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy