________________
૬૮૨
અછવ–અધિકાર.
[ દિતીય
અર્થાત જે ઉત્પત્તિને તેમજ વિપત્તિ (વિનાશ ને પામે છે અથવા જે સમગ્ર દ્રવ્યને વ્યાપ્ત કરે છે તે પર્યાય” યાને પર્યવ કહેવાય છે. તેમાં કમભાવી પર્યાયને પર્યાય એવી જે સંજ્ઞા અપાય છે તેને ઉદ્દેશીને પ્રથમ વ્યુત્પત્તિ છે, જ્યારે બીજી વ્યુત્પત્તિ સહભાવી તેમજ ક્રમભાવી એમ ઉભય પ્રકારના પર્યાયને એટલે ગુણને તેમજ પર્યાયને એમ બન્નેને લાગુ પડે છે. સહભાવી પર્યાય યાને ગુણનું સ્વરૂપ તે આપણે યથાસાધન પૂર્વે વિચારી ગયા છીએ. આથી ક્રમભાવી પર્યાય પરત્વે અત્ર થોડાક વિચાર કરીશું. સૌથી પ્રથમ તે એ વાત નોંધીશું કે આ પર્યા દ્રવ્ય-પર્યાય અને ગુણ-પર્યાય એવા બે પ્રકારે છે. આ વાતના સમર્થનાથે વાદિવેતાલ શ્રી શાંતિસૂરિએ નિદેશેલી પર્યાય (પર્યાવ)ની નીચે મુજબની વ્યુત્પત્તિ રજુ કરીશું–
વરિ-સર્વત્તા થૈg Tળg Raafz-mશનીતિ પર્વવાદ ” મનુષ્યત્વ, અંધત્વ ઇત્યાદિ દ્રવ્ય-પર્યાયનાં ઉદાહરણો છે, જ્યારે બુદ્ધિ, નીલાદિ વર્ણ ગુણપર્યાયનાં ઉદાહરણ છે. પર્યાયના બાર ભેદ
પર્યાયને ગુણના વિકારરૂપે પણ નિર્દેશ કરી શકાય તેમ છે. વિશેષમાં પર્યાના સ્વાભાવિક અને એથી વિપરીત લક્ષણાત્મક વૈભાવિક એમ બે પ્રકારે છે. જીવ-દ્રવ્ય આશ્રીને વિચારતાં નર, નારક ઇત્યાદિ ચાર ગતિરૂપ અથવા ૮૪ લાખ જીવ-નિરૂપ પર્યાયે વૈભાવિક છે, જ્યારે અગુરુલઘુત્વાદિ પર્યાયે સ્વાભાવિક છે. વળી આ પ્રત્યેકના અનંત, અસંખ્યાત અને સંખ્યાત ભાગ ગુણ-વૃદ્ધિ વડે ત્રણ તેમજ અનંત, અસંખ્યાત અને સંખ્યાત ભાગ ગુણ–હાનિ વડે ત્રણ એમ છ છ પ્રકારે પડે છે એટલે કે પર્યાયના બાર ભેદ પડે છે. વ્યંજન-પર્યાય અને અર્થ-પર્યાય
સ્વભાવ અને વિભાવની અપેક્ષાએ પર્યાના જેમ બે પ્રકારે પડે છે તેમ વ્યંજન અને અર્થની દષ્ટિએ પણ એના બે પ્રકારે સંભવે છે. તેમાં સ્કૂલ તેમજ કાલાંતરસ્થાયી એ શબ્દોને સંકેતવિષયક પર્યાય તે ‘યંજનપર્યાય છે. આથી જોઈ શકાય છે કે “તિર્ય–સામાન્ય વ્યંજનપર્યાય જ છે. કેટલાકને વ્યંજન પરત્વે એવો મત છે કે વ્યંજનને યાને વ્યક્તિને અર્થ, પ્રવૃત્તિ અને નિવૃત્તિના કારણુરૂપ અને જળ લાવવા વગેરે અર્થ ક્રિયાકારિત્વ છે. આવા પ્રકારની અર્થીકિયા
૧ આથી નીચે મુજબનું પદ્ય ચરિતાર્થ થાય છે:--
" अनादिनिधने द्रव्ये, स्वपर्यायाः प्रतिक्षणम ।
उन्म जन्ति निमजन्ति कुलकल्लोलबजले ॥" ૨ જુઓ ૫પરમાથી શરૂ થતાં પૃષ્ઠો. ૩ જુઓ નયપ્રદીપનું ૯૮મું પત્ર. ૪ { પ્રતિfજ સુહા vfzffaઃ '' એવું આનું લક્ષણ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org