________________
અછવ-અધિકાર
| દ્વિતીય
ગુણનું સ્વરૂપ—
આપણે ૫૫૨ મા પૃષ્ઠમાં સહભાવી પર્યાય તરીકેનું ગુણનું લક્ષણ વિચારી ગયા છીએ. અત્ર સ્વરૂપાત્મક લક્ષણ ગ્રન્થકાર નીચે મુજબ નિદેશે છે અને તેમ કરવામાં તેઓ તત્વાર્થ (અ.૫, સૂ. ૪૦)ને અનુસરે છે –
'द्रव्याश्रयत्वे सति निर्गुणत्वं गुणस्य लक्षणम् । (२५५) અર્થાત જે દ્રવ્યને ( સદા ) આશ્રય કરનાર તેમજ નિગણ ( ગુણથી રહિત) છે તે “ગુણ” કહેવાય છે. સ્થિતિ (ધ્રૌવ્ય)રૂપ અંશ તે દ્રવ્ય છે. અને જે પરિણામ-વિશેષને સદા આશ્રયરૂપ છે તે “ગુણ” છે. એટલે કે પરિણામ-વિશેષરૂપ ગુણના પરિણમનનું કારણ તે “ દ્રવ્ય કહેવાય છે. જ્ઞાનાદિ તેમજ શુક્લાદિ ગુણને વિષે બીજા ગુણે નથી, એથી આ ગુણે “નિર્ગુણ” કહેવાય છે. દ્રવ્યથી અવ્યતિરિક્તપણે આ ગુણની ઉત્પત્તિ છે. વળી જૈન દર્શન પ્રમાણે દરેક વસ્તુ ભેદભેદ સ્વરૂપી છે એટલે ગુણ અને ગુણી વચ્ચે સર્વથા ભેદ નથી તે વાત દીવા જેવી સ્પષ્ટ હોઈ તેનું પ્રમાણ કથન કરવું પડશે કે?
જ્યારે જીવાદિ દ્રવ્ય જ જ્ઞાનાદિરૂપે પરિણમે છે ત્યારે તાદાભ્યને લઈને ગુણોનું ભિન્ન સ્વરૂપ નથી જ શુદ્ધ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ તે દ્રવ્યથી ગુણ અનન્યતમ છે, પરંતુ પર્યાયાર્થિક નય પ્રમાણે ગુણનું પૃથરૂપે અસ્તિત્વ છે, કેમકે તેમાં પર્યાયની પ્રધાનતા રહેલી છે, તે પછી વિદ્યમાન ગુણેને નિર્ગુણ કેમ કહી શકાય ? આને ઉત્તર એ છે કે અત્યંત શુદ્ધ દ્રવ્યાર્થિક નય પ્રમાણે તે ગણે જ નથી તે પછી એની અનન્યતમતા માટે અવકાશ જ કયાં રો? આ ઉત્તર ઠીક નથી, કેમકે ગુણે નથી એમ નહિ કહેતાં, દ્રવ્યથી તે પૃથરૂપે નથી એમ કહેવું જોઈએ. જ્યારે દ્રવ્ય શ્વતરૂપે પરિણમે છે ત્યારે તે કૃષ્ણરૂપે નથી એથી ગુણની નિગુણતા સ્પષ્ટ જણાય છે. ગુણ અને દ્રવ્યના સ્વરૂપ સંબંધી વૈશેષિક દષ્ટિ–
વૈશેષિક દર્શન (૧-૧-૧૬) પ્રમાણે ગુણનું લક્ષણ નીચે મુજબ છે – "द्रव्याश्रय्यगुणवान् संयोगविभागेष्यकारणमनपेक्ष इति गुणलक्षणम् ।" અર્થાત દ્રવ્યને આશ્રય કરીને રહેલ, નિર્ગુણ તેમજ સંગ અને વિભાગમાં અપેક્ષા રહિત રહેવા છતાં જે કારણ ન થાય તે ગુણ છે. ઉત્તરાધ્યયન (અ, ૨ )ની નિમ્નલિખિત–
--------
--
-
-
૧ “ મૂળાજા નિr Tr: ! ” ૨ આથી ગુણુ એ “ આધેય ” ગણાય છે અને દ્રવ્ય “ આધાર ” ગણાય છે.
૩ આ શબ્દ જ ગુણ અને પર્યાયની ભિન્નતાનો પ્રતિપાદક છે. કેમકે પયોયો પણ ગુણની પેઠે દ્રવ્યને જ આશ્રય કરનારા છે તેમજ વળી નિર્ગુણ પણ છે. એ બે વચ્ચે ફેર એટલો જ છે કે ગુણ નિત્ય હોવાથી એ હમેશાં દ્રવ્યને આશ્રિત છે, જ્યારે પર્યાય ઉત્પાદશીલ અને વિનાશશીલ હોવાથી દ્રવ્યમાં સદા રહેતું નથી.
૪ ગુણોમાં વળી બીજા ગુણે માનવા જતાં અનવસ્થારૂપ દેવ ઉપસ્થિત થાય છે, વાતે સદા દ્રવ્યનિષ્ટ શક્તિરૂપ તેમજ પર્યાયના જનકરૂપ ગુણોને નિર્ગુણ માનવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org