________________
ઉલાસ ] આહંત દર્શન દીપિકા.
ફN ઉત્પત્તિમાં પરમાણુઓને પારસ્પરિક સંગ ઉપરાંત એ પરમાણુઓમાં વિશિષ્ટ સ્નિગ્ધતા, રૂક્ષતારૂપ ગુણનું અસ્તિત્વ અપેક્ષિત છે. વળી એ જ પરમાણુઓને બન્ધ સંભવે છે એમ નહિ, પરંતુ અનેક-અનંતાનંત પરમાણુઓને પણ બન્ધ શક્ય છે. સ્કંધ અને પરમાણુને પણ બન્ય થાય છે. અવયના બન્ધ એ સામાન્ય નિર્દેશ કરીશ જેથી ઉપર્યુક્ત બધી જાતના અવયને અંતર્ભાવ થઈ શકે. બન્ધની દ્વિવિધતા–
બન્ધ કહે કે શ્લેષ કહે તે એક જ છે અને તેના સદશ અને વિસદશ એમ બે પ્રકારે છે. તેમાં સ્નિગ્ધ અવયવને સ્નિગ્ધ અવયવ સાથેને બન્ધ અને એવી રીતે રૂક્ષ અવયવને રૂક્ષ અવયવ સાથે બન્ધ તે “સદશ બધ” કહેવાય છે, જ્યારે સ્નિગ્ધ અવયને રૂક્ષ અવયવ સાથે લેવું તે “વિસટશ બ” કહેવાય છે.
પરસ્પર નહિ મળેલા એવા પરમાણુઓને બન્ધ કેવી રીતે થાય છે તે વિચારવામાં આવે છે. પરમાણુઓમાં ક્યાં તે ચિકાસ (સ્નિગ્ધતા) અને ક્યાં તો લુખાસ (રૂક્ષતા ) રહેલી હોય છે. જઘન્ય ગુણવાળા–અંશવાળા સ્નિગ્ધ અને રૂક્ષ પરમાણુઓને બંધ થઈ શકતો નથી. અર્થાત્ એક ગુણી સ્નિગ્ધતાવાળા પરમાણને એક ગુણી રૂક્ષતાવાળા પરમાણુ સાથે બંધ થત નથી. વળી, એક ગુણી સ્નિગ્ધતાવાળા પરમાણુનો એક ગુણી સ્નિગ્ધતાવાળા પરમાણુ સાથે, બે ગુણી સ્નિગ્ધતાવાળા પરમાણુને બે ગુણ નિગ્ધતાવાળા પરમાણુ સાથે, ત્રણ ગુણ સ્નિગ્ધતાવાળા પરમાણુને ત્રણ ગુણી સ્નિગ્ધતાવાળા પરમાણુ સાથે એમ અનંત ગુણી સિનગ્ધતાવાળા પરમાણને અનન્ત ગુણી સ્નિગ્ધતાવાળા પરમાણુની સાથે બંધ થઈ શકતું નથી. એ પ્રમાણે રૂક્ષતાવાળા પરમાણુઓના સંબંધમાં પણ સમજી લેવું.
ઉપર્યુક્ત વિવેચનને સાર એ છે કે એક પરમાણુ જેટલે અંશે સ્નિગ્ધ હોય તેટલે જ અંશે બીજે પરમાણુ સ્નિગ્ધ હોય તે બંધ થઈ શકે નહિ તેમજ એક પરમાણુ જેટલે અંશે રૂક્ષ હાય તેટલે જ અંશે જે બીજો પરમાણુ પણ રૂક્ષ હોય તે પણ તે બેને બંધ સંભવ નથી; કેમકે બને સરખી શક્તિવાળા હોવાથી પરસ્પર પરિસ્થતિ થઈ શકે નહિ. આ વાતને તે લૌકિક ન્યાય પણ ટેકો આપે છે, કારણ કે એ તે સુસ્પષ્ટ વાત છે કે જ્યારે સરખા સામર્થ્યવાળા બે મલે લડતા હોય ત્યારે એ બેમાંથી કેઈ કેઈને હંફાવી શકે નહિ અર્થાત હાર-જીતનું પરિણામ ત્યારે આવી શકે નહિ. પરંતુ એક પરમાણુ જેટલે અંશે નિગ્ધ હોય એટલે જ અંશે બીજે પરમાણુ શ્ન હોય તો એ પરમાણુઓને બંધ થઈ શકે છે. વળી બે અંશવાળા રૂક્ષ પરમાણને બે અંશવાળા સિનગ્ધ પરમાણુ સાથે બંધ સંભવે છે. એટલે કે સ્નિગ્ધ અને રૂક્ષ પરમાણુઓને બંધ થવામાં સમાન અંશતા વચ્ચે આવતી નથી
આ ઉપરાંત વળી, બંને પરમાણ રૂક્ષ હોય તેવા અથવા બંને પરમાણુ સ્નિગ્ધ હોય તેવા
૧ જેમ શરીરના અવયવોને વિષે જઘન નિકૃષ્ટ છે તેમ અન્ય જે નિકૃષ્ટ હોય તે “જઘન્ય ” કહેવાય છે. અથવા જધનને વિષે ઉત્પન્ન થયેલો નિકૃષ્ટ ગણાય છે તેમ અન્ય જે નિકૃષ્ટ હોય તે “જઘન્ય કહેવાય છે. જુઓ તસ્વાર્થરાજ૮ ( પૃ. ૨૪૧ ) તેમજ તત્ત્વાર્થીની બહ૬ વૃત્તિ (પૃ. ૪૨૧ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org