SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૪ અછવ–અધિકાર. [ દ્વિતીય ત્યારે પર્યાય-દષ્ટિએ સિદ્ધ એવો અનિત્યસ્વરૂપ ધર્મ વિવક્ષિત છે, કિન્તુ દ્રવ્ય દષ્ટિએ સિદ્ધ ાિત્વરૂપ ધર્મ અપેક્ષિત નથી. એટલે કે અત્ર અનિત્યત્વના પ્રતિપાદનનું પ્રાધાન્ય છે, જ્યારે નિત્યત્વના પ્રતિપાદનની ગણતા રહેલી છે. આ પ્રમાણે વિવક્ષા અને અવિવક્ષાના કારણે ક્યારેક આત્મા નિત્ય અને ક્યારેક અનિત્ય કહેવાય છે. જ્યારે આ બંને ધર્મોની વિવક્ષા એકી સાથે થાય છે ત્યારે બંને ધર્મોનું સમકાલે પ્રતિપાદન થઈ શકે એવો કોઈ શબ્દ નહિ હોવાથી એ દષ્ટિએ આત્મા “અવક્તવ્ય ” કહેવાય છે. વિવક્ષા, અવિવક્ષા અને સહવિવક્ષાને લઈને ઉપર દર્શાવેલ (૧) આત્માનું નિત્યત્વ, (૨) આત્માનું અનિત્યત્વ અને (૩) આત્માનું અવક્તવ્યત્વ એ ત્રણ વાક્ય-રચનાઓ પૈકી પરસ્પર અખેના અને ત્રણેના મિશ્રણથી (૧) નિત્ય-અનિત્યત્વ, (૨) નિત્ય-અવક્તવ્યત્વ, (૩) અનિત્ય-અવક્તવ્યત્વ અને (૪) નિત્ય-અનિત્ય-અવક્તવ્યત્વ એવી બીજી ચાર વાક્ય-રચનાઓ ઉદ્ભવે છે. આ પ્રમાણેની કુલ સાત વાક્ય-રચનાઓના સમુદાયને “સપ્તભંગી' કહેવામાં આવે છે. આમાં પ્રથમનાં ત્રણ વાક્યો અને ખાસ કરીને પ્રાથમિક છે તે મૂળરૂપ છે. - જેમ ભિન્ન ભિન્ન દષ્ટિએ સિદ્ધ નિત્યત્વ અને અનિત્યત્વને લઈને વિવક્ષા અનુસાર કે એક વસ્તુમાં ઉપયુક્ત સપ્તભંગી ઘટાવી શકાય છે તેમ ભિન્ન ભિન્ન દષ્ટિએ સિદ્ધ પરંતુ પરસ્પર વિરુદ્ધ જણાતાં એવાં બીજાં સર્વ-અસત્વ, એકત્વ-અનેકત્વ, વાચ્યત્વ-અવાચ્ચત્વ વગેરે ધર્મયુમેને લઇને અન્યોન્ય સપ્તભંગીએ ઘટાડી શકાય તેમ છે. આથી જ કરીને એક જ વસ્તુપ્રત્યેક પદાર્થ અનેક ધર્માત્મક ગણાય છે તેમજ અનેક પ્રકારના વ્યવહારને વિષય પણ મનાય છે. ત્રિલિક બન્ધ– 1 . પુદગલેના પર્યાય-વિશેષરૂપ જે દશ પરિણામે આપણે ૬૨૨મા પૃષ્ઠમાં ઉલ્લેખ કરી ગયા છીએ તે તરફ નજર કરીશું તે જણાશે કે અન્ય પણ એક જાતને પૌગોલિક પરિણામ છે. આ બન્ધના વજસિક અને પ્રાયોગિક એવા બે ભેદને અને વળી તેમાં પ્રથમના બન્ધનપ્રત્યયાદિ ત્રણ ઉપભેદેને પણ ૬૪૧ મા પૃષ્ઠમાં નિર્દેશ કરતી વેળાએ આગળ ઉપર બન્ધપ્રત્યય સંબંધી વિશેષ વિચાર કરવાનું સૂચવ્યું હતું તે એ વિષય અત્ર હાથ ધરવામાં આવે છે. સાગ અને બન્ધ વચ્ચે તફાવત– I' " સંગ અને બધા વચ્ચે શું તફાવત છે એ આ પ્રસ્તુત વિષયને અંગે જાણવું આવશ્યક હોવાથી એ પરત્વે પ્રકાશ પાડનારી તવાર્થની બૃહદ વૃત્તિ (પૃ. ૩૬૮)ગત નિમ્ન-લિખિત પંક્તિ અવતરણરૂપે અત્ર રજુ કરવામાં આવે છે – “ સૈન્નઈortવઘાશિના સંજો, પર પુનરોગwારિજાન: Inv અથત છૂટા છવાયેલા રહેલા અવયવોનું અંતર વિનાનું અવસ્થાન (જેમકે તલપાપડમાં તલને) તે સંગ” છે, જ્યારે અવયવોનું પરસ્પર અવયવ-અવયવિરૂપે પરિણમન-એકત્વરૂપ પરિણામઅભેદ વૃત્તિરૂપે અવસ્થાન તે “બધે ” છે. આથી સમજી શકાય છે કે દ્રયણુકાદિ કંધોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy