SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. ૬૭૩ થઈ ગયેલ હોવાથી વિશેષ જિજ્ઞાસુઓને ઉદ્દેશીને એટલું કથન કરીશું કે અર્પિત અને અનપિત દ્વારા પણ ઉત્પાદાદિને વ્યવહાર સિદ્ધ થાય છે. તેમાં અર્પિત અને અનર્પિતનાં લક્ષણે દર્શાવતાં ગ્રન્થકાર કર્થ છે કે ___ अनेकधर्मात्मकवस्तुनो विवक्षितेन केनचिद् धर्मेण प्रापितप्राधान्यरूपत्वमर्पितस्य लक्षणम् । अथवा किश्चिद्वस्तुविशिष्टाभिधानापितत्व सति सद्व्यवहारसाधकत्वम् । अथवा शब्दपरिप्रापितव्यवहाररूपत्वम् । मुख्यव्यवहाररूपत्वं वा ( २५३) पूर्वोक्तलक्षणाद् विपरीतरूपत्वमनर्पितस्य लक्षणम् । अथवा શખવ્યવહાર૪ઘરમ્ . (૨૪) અર્થાત્ અનેક ધર્મોવાળી વસ્તુને કેઈક વિવક્ષિત ધર્મ દ્વારા જે પ્રધાનતા પ્રાપ્ત થાય તે “અપિ” કહેવાય છે. અથવા કેઈક વસ્તુને વિશિષ્ટ નામ અપાતાં તે શુદ્ધ વ્યવહારના સાધનરૂપ બને છે આનું નામ પણ “અર્પિત છે. અથવા શબ્દ દ્વારા જે વ્યવહાર યોગ્ય થાય છે તે કિંવા મુખ્ય વ્યવહાર તે “અર્પિત” કહેવાય છે. આનાથી વિપરીત લક્ષણથી યુક્ત તે “અનપિત” છે એટલે કે ગૌણ વ્યવહાર તે “અનપિત” કહેવાય છે. પ્રત્યેક પદાર્થ અનેક ધર્માત્મક છે, કારણ કે અર્પિત એટલે આપણા યાને અપેક્ષાથી એક જાતનું સ્વરૂપ સિદ્ધ થાય છે, જ્યારે અનર્પિત એટલે અન૫ણા એટલે અન્ય અપેક્ષાએ એથી વિરુદ્ધ સ્વરૂપ સિદ્ધ થાય છે. પરસ્પર વિરુદ્ધ પરંતુ પ્રમાણસિદ્ધ-અપેક્ષાભેદથી સિદ્ધ એવા સત્વ, અસત્ત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, એકત્વ, અનેકત્વ વગેરે ધર્મોને સમન્વય જીવાદિ સમગ્ર વસ્તુઓમાં અબાધિત છે; વાસ્તુ પ્રત્યેક પદાર્થને અનેકધર્માત્મક માનવામાં આવે છે. પ્રત્યેક પદાર્થને અનેક રીતે વ્યવહાર કરાય છે, કેમકે અર્પણાથી યાને પ્રધાન ભાવે અને અર્પણાથી યાને અપ્રધાન (ગૌણ) ભાવે વ્યવહારની ઉપપત્તિ ( સિદ્ધિ) થાય છે. અપેક્ષાભેદથી સિદ્ધ એવા અનેક ધર્મો એકી સાથે પ્રત્યેક પદાર્થમાં વિદ્યમાન હોવા છતાં પ્રયોજન અનુસાર ક્યારેક એકની તે ક્યારેક બીજાની-વિરુદ્ધ ધર્મની પણ વિવેક્ષા હોય છે. આથી જ્યારે જે ધમ વિવક્ષિત હોય ત્યારે તે પ્રધાન ગણાય છે અને બીજા ગૌણ ગણાય છે. આ હકીકત સમજાય તે માટે આપણે જે કમને કર્તા છે તે જ એના ફળને ભક્તા છે એ કથન તપાસીએ. આ કર્મની અને તેનાથી ઉદ્ભવતા ફળની સમાનાધિકરણતા બતાવવી હોય તે વેળા આત્મામાં દ્રવ્ય-દષ્ટિએ સિદ્ધ એ નિત્યસ્વરૂપ ધર્મ અપેક્ષિત છે. એ સમયે પર્યાય-દષ્ટિએ સિદ્ધ એવો એને અનિયત્વ ધર્મ અપેક્ષિત નથી એટલે અત્ર નિત્યસ્વરૂપ ધર્મ પ્રધાન છે, જ્યારે અનિત્યસ્વરૂપ ધર્મ અપ્રધાન છે, કતૃત્વ-કાલની આત્માની જે અવસ્થા છે એ જ અવસ્થા લેતૃત્વ-કાલમાં નથી. આ પ્રમાણેને કર્મ અને ફળના સમયને અવસ્થા-ભેદ જ્યારે ક્યાં કાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy