________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા.
૬૭૧ હવત ઘa frıવશેષપર્વ નિ ચારરર ર ત રાક્ષુષपरिणामभाक्त्वे च सति भेदसङ्घाताभ्यां समुपजायमानत्वं चाक्षुषस्कन्धस्य लक्षणम् ; अथवा भेदे सनि अन्यसङ्घातान्तरसंयोगे सति सूक्ष्मपरिणामोपरमत्वे च सति स्थूलतया जायमानत्वम् । (५१)
पूर्वोक्ताद् विपरीतरूपत्वमचाक्षुषस्य लक्षणम् । ( २५२) અર્થાત્ પિતાની મેળે જ પરિણામ–વિશેષને પામેલે, બાદર, ચાક્ષુષ પરિણામથી યુક્ત અને ભેદ તેમજ સંઘાત એ ઉભય નિમિત્ત દ્વારા ઉત્પન્ન થયેલે સ્કંધ ચાક્ષુષ સ્કંધ' કહેવાય છે. અથવા (કોઈ મોટા સ્કંધથી) ભિન્ન થઈ અને અન્ય સ્કંધની સાથે સંબદ્ધ થઇ સૂક્ષમ પરિણામના નાશ પૂર્વક પૂલરૂપે ઉત્પન્ન થતા સ્કંધ “ચાક્ષુષ” છે. આનાથી વિપરીત સ્વરૂપવાળે કંધ ‘અચાક્ષુષ છે.
ભેદ અને સંઘાત એ ઉભય નિમિત્તથી ઉત્પન્ન થનારા સર્વ કંધે ચાક્ષુષ જ હોય એ નિયમ નથી, કેમકે એ ઉભય નિમિત્ત દ્વારા અચાક્ષુષ સ્કંધની પણ ઉત્પત્તિ સંભવે છે. આથી કરીને
an ga...ચાક્ષુષurviામાન્ય ર મત એ પંક્તિને લક્ષણમાં સાક્ષાત્ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. વળી એ પણ ખ્યાલમાં રાખવું જરૂરી છે કે અનંત પરમાણુઓ મળવાથી જે સ્કંધ ઉત્પન્ન થાય તે ચાક્ષુષ જ હોય એમ નથી. એ ચાક્ષુષત્વ તે બાદર પરિણામ વિના સંભવતું નથી.
ભેદ શબ્દના બે અર્થો થઈ શકે છે: (૧) સ્કંધનું ભેદાવું એટલે કે એમાંથી અણુઓનું અલગ થવું, અને (૨) પૂર્વ પરિણામને વિનાશ થઈ બીજા પરિણામનું ઉત્પન્ન થવું. પ્રથમ અર્થને ધ્યાનમાં રાખી આપણે વિચારીશું તે જણાશે કે જે સ્કંધ સૂક્ષમ હોવાને લીધે અચાક્ષુષ હતે તે નિમિત્તવશાત્ સૂથમ પરિણામને ત્યાગ કરીને બાદર (સ્થૂલ) પરિણામથી યુક્ત બનવાથી ચાક્ષુષ થઈ શકે છે. આમ થવામાં ભેદ અને સંઘાત બને કારની અપેક્ષા રહેલી છે. જ્યારે કઈ સ્કંધમાં સૂમસ્વરૂપ પરિણામની નિવૃત્તિ પૂર્વક સ્કૂલત્વરૂપ પરિણામ ઉત્પન્ન થાય છે ત્યારે કેટલાક પરમાણુઓ એ કંધમાંથી છૂટા પડી જાય છે અને કેટલાક નવા પરમાણુઓ આવી મળી જાય છે. અર્થાત્ સૂક્ષ્મતત્વરૂપ પરિણામની નિવૃત્તિ થઈ જે સ્થૂલત્વરૂપ પરિણામ ઉત્પન્ન થાય છે તેમાં સંઘાત એટલે પરમાણુઓનું આવી મળવું એ જ કારણ નથી; એવી જ રીતે કેવળ ભેદ એટલે કે પરમાણુઓનું છૂટા પી જવું એ જ કારણ નથી, પરંતુ આ બંને-સંઘાત તેમજ ભેદ અપેક્ષિત છે. બાદરવરૂપ પરિણામ વિના કેઈ પણ સ્કંધ ચાક્ષુષ બની શકતું જ નથી; એથી અત્ર ભેદ અને સંઘાત એ ઉભયથી ચાક્ષુષ સ્કંધ બને છે એમ કહ્યું છે.
૧ જુઓ તત્વાર્થની બહદુ વૃત્તિ ( પૃ. ૩૭૨ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org