________________
ઉલાસ ]
આત દર્શન દીપિકા. અ-ગમન ન થતાં ઊર્ધ્વગમન થાય છે ત્યારે તેમાં ઊર્ધ્વગતિરૂપ પરિણામની વિશેષતા હેતુભૂત છે. આ પ્રમાણે પ્રબળ અધોગતિરૂપ પરિણામથી પરમાણુગત લઘુતાને અને પ્રબળ ઊર્ધ્વગતિરૂપ પરિણામથી ધૂમ્રાદિગત ગુરુતાને અતિક્રમ થાય છે.
પ્રબળ રિથતિરૂપ પરિણામ વડે પણ આવો અતિક્રમ થાય છે. “આનત વગેરે વિમાને, સિદ્ધિશિલા’ વગેરે અતિશય ગુરુ પદાર્થોનું અાગમન થતું નથી; એથી અગમનમાં ગુરુતા કારણરૂપ છે એ કથન ઉપર પાણી ફરી વળે છે, અને પ્રબળ સ્થિતિ પરિણામ જ તેમની ગુરુતાનું અતિક્રમણ કરી સ્થિરતામાં કારણરૂપ થાય છે એમ સિદ્ધ થાય છે વળી અતિશય સૂક્ષ્મ શરીરવાળે મહાવીયવાળા દેવ મેટા પર્વતને ઉપાડી શકે છે તે પણ શું બતાવે છે ? એ જ કે જો ગુરુતા અર્ધગતિનું કારણ હોય તો એ પર્વત પોતાની ગુરુતાથી મહાવીર્યશાળી દેવને દબાવી નીચે જ ચાલ્યો જાય વળી હસ્ત-તાડનથી લઘુ બાપાદિની ઊર્ધ્વગતિમાં વિપર્યય થાય છે એ પણ વીર્યને આભારી છે. આથી એ ફલિત થાય છે કે ઊર્ધ્વ—ગતિમાં લઘુતા કે અ-ગતિમાં ગુરુતા એકાંતે કારણરૂપ નથી, કેમકે જેમ અધિક વય ભારી અને હલકા પદાર્થની ગતિમાં વિપર્યાસ કરે છે તેમ અધિક ગતિ અને સ્થિતિના પરિણામ પણ ગુરુતા અને લઘુતાનું ઉલ્લંઘન કરે છે. આવી પરિસ્થિતિમાં કયે સુજ્ઞ જન અધોગતિ આદિની સિદ્ધિ માટે ગુરુતાદિ ચાર પ્રકારે માનવાને દાગ્રહ રાખે? યુક્તિસંગત છે તે એ છે કે સર્વ સ્થૂલ વસ્તુઓ ગુરુલઘુ છે, જ્યારે બાકીની સૂમિ અને અમૂર્ત સર્વ વસ્તુઓ અગુરુલઘુ છે.
પુગલના પ૩૦ ભેદ–
આપણે વિચારી ગયા તેમ પુદ્ગલના પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન છે. ધારો કે એક કાળા વણનો પુદગલ લીધે, જે તે સુગંધી હોય તો તેને અન્ય પ્રકારની જેવી જોઈએ તેવી સામગ્રી મળતાં તે દુર્ગધી બની શકે. એ પ્રમાણે તેનાં રસ, સ્પર્શ અને સંસ્થાનમાં પણ ફેરફાર થઈ શકે તે દેખીતી વાત છે. આ પ્રમાણે કાળા વર્ણના પુગલના ૫ રસ, ૨ ગંધ, ૮ ૫શ અને ૫ સંસ્થાન આશ્રીને વીસ (પ+૨++૫=ર’ ) ભેદે પડે છે. એ પ્રમાણે બીજા દરેક વાગવાળા પુદગલના સંબંધમાં સમજવું. અર્થાત પાચે વણેના ૧૦૦ ભેદ થયા. એ પ્રમાણે પાંચે સોન તેમજ પાંચે સંસ્થાના સે સે ભેદ થાય છે. એવી રીતે એક સુગંધી પુદ્ગલને વિચાર કરતાં જણાશે કે તેના ૫ વર્ણ, પ રસ, ૮ સ્પર્શ અને ૫ સંસ્થાનની અપેક્ષાએ ત્રેવીસ (૨૩) ભેદ પડે છે. અર્થાત બંને ગંધના ૪૬ ભેદા થયો. એક શીત સ્પર્શવાળા પુદગલના સંબંધમાં વિચાર કરીશું તો જણાશે કે એના પ વર્ણ, ૫ ૨૩, ૨ ગંધ અને ૬ સ્પર્શ કેમકે શીત ૫શન ગ્રહણ કરેલ હોવાથી તેમાં ઉપણ સ્પર્શનો અભાવ છે ) અને ૫ સંસ્થાન આશ્રીને ત્રેવીસ (૨૩) ભેદે પડે છે. અર્થાત બધા સ્પર્શીના મળીને ૧૮૪ ભેદ પડે છે. આમ એકંદર ૧૦૦+૧૦૦+૧૦૦+૪૬+૧૮૪=૩૦ ભેદો પડે છે.
આ ભેદ “પથિર” ન્યાય આશ્રીને કહેલા છે. બાકી તે તારતમ્યને વિચાર કરતાં અનન્ત ભેદે પી શકે છે.
84
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org