SearchBrowseAboutContactDonate
Page Preview
Page 743
Loading...
Download File
Download File
Page Text
________________ અછવ–અધિકાર. [ દ્વિતીય વ્યવહાર-નયવાદીને આક્ષેપ અને તેનું સમાધાન વ્યવહાર નયવાદીનું મન્તવ્ય આપણે ૬૬૩માં પૃષ્ઠમા જોઈ ગયા તેમ એ છે કે દ્રવ્યના લઘુ આદિ ચાર પ્રકારે છે, એટલે કે એકાન્ત કે ઈ પણ પદાર્થ લઘુ કે ગુરુ નથી એવું નિશ્ચય-નયવાદીનું કથન એને માન્ય નથી. આથી એ નિશ્ચયવાદીને એમ પૂછવા પ્રેરાય છે કે જ્યારે આપના મત મુજબ એકાન્ત ગુરુ કે એકાન્ત લઘુ કે દ્રવ્ય નથી જ તે જીવનું ઊર્ધ્વગમન અને પુદગલનું અધે-ગમન શાથી થાય છે? લઘુકમી નું “સીધમ ' દેવકાદિમાં ઊર્ધ્વ–ગમન અને ગુરુકમનું સાતમી નરકાદિમાં અધેગમન તેમજ પુદ્ગલનું પણ પ્રાયઃ ૧અ કાન્તથી ઊર્ધ-લોકાન્ત સુધીનું અને ઊર્વ–કાન્તથી અધ–કાન્ત સુધીનું ગમન ક્યાં સિદ્ધાન્તથી અજાયું છે ? શું આ અધે-ગમન અને ઊર્ધ્વગમન પદાર્થોમાંની ગુરુતા અને લઘુતા સિદ્ધ કરતાં નથી ? કહેવાનું તાત્પર્ય એ છે કે લેહગલકાદિના અધે-ગમનમાં ગુરુતા કારણ છે, દીપકલિકાદિના ઊધ્વ–ગમનમાં લઘુતા કારણ છે, પવનોદિના તિયંગ-ગમનમાં ગુરુલઘુતા કારણ છે, અને આકાશાદિના અવસ્થાનમાં અગુરુલઘુતા કારણ છે, કેમકે “આનત” વગેરે દેવવિમાને આકાશ-- પ્રતિષ્ઠિત છે, વાસ્તુ નિશ્ચય-નયવાદીએ લઘુ આદિ ચારે પ્રકારની વસ્તુ માનવી જોઈએ. આ સંબંધમાં નિશ્ચય-નયવાદીને બચાવ એ છે કે અ-ગમનાદિમાં લઘુતાદિ કારણરૂપ નથી; કેમકે ગતિપરિણામ, સ્થિતિ પરિણામ તેમજ વીર્ય વડે તેને અતિક્રમ થાય છે. ફુટ શબ્દોમાં કહીએ તે અતિશય લઘુ પરમાણુઓનું ઊર્વ—ગમન ન થતાં અધે-ગમન થાય છે ત્યારે તેમાં અધોગતિરૂપ પરિણામની વિશેષતા કારણરૂપ છે. એવી રીતે અતિશય ગુરુ (સ્થૂલ) ધૂમ્રાદિનું [ निश्चयात् सर्वगुरु सर्वलघु वा न विद्यते द्रव्यम् । बादरमिह गुरुलघुकमगुरुलघु शेषकं द्रव्यम् ॥] મસ્ટિય-- આહારજ-તે ગુરુ કરવા | कम्मग-मण-भासाई एयाई अगुरुलहुयाई ॥ ६५८ ॥ " [ સૌરિશિયા-Sારક-તેરણાનિ અહજૂનિ દશifળ | અર્ધ-મો-માપવીનિ પનrayદુકાન છે ] આ પ્રમાણેની ગાથાઓ વિશેષામાં નજરે પડે છે. ભગવતીની વૃત્તિમાં નીચે મુજબની પણ બે ગાથાઓ જોવાય છે?— " निच्छयओ सधगुरु सघलहं वा न विजए दळवं । ववहारओ उ झुजइ बायरखंधेसु नन्नेसु ॥ अगुरुलहु चउफासा अरू विदब्धा य होति नायव्वा । सेसा उ अट्ठफासा गुरुल हुआ निच्छ यनयम ॥" [ मिश्चयात सर्व गुरु सर्व लघु वा न विद्यते द्रव्यम । व्यवहारात तु युज्यते बादरस्कन्धेषु नान्येषु ॥ अगुरुलघूनि चतुःस्पर्शानि अरूपिद्रव्याणि च भवन्ति ज्ञातव्यानि । शेषाणि तु अष्टस्पर्शानि गुरुलघुकानि निश्च यनयस्य ॥] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy