SearchBrowseAboutContactDonate
Page Preview
Page 741
Loading...
Download File
Download File
Page Text
________________ અછવ-અધિકાર. [ દિતીય (3ઉષ્ણ), (૨) મૃણાલ (કમળની નાળ), બરફ ઈત્યાદિની માફક થડે (શત), (૩) હંસરુતમોરના પીંછાના જે કમળ (મૃ૬), (૪) પત્થરની માફક કઠિન, કઠેર યાને કર્કશ (*ખર), (૫) ઘીની માફક ચિકણે (પસ્નિગ્ધ), (૬) રાખની માફક લૂબે (રૂક્ષ), (૭) વજની માફક ભારી (ગુરુ) અને આકડાના રૂની માફક હલક ( ‘લઘુ ). આ ઉપરથી એ વાત સુસ્પષ્ટ થાય છે કે સ્નિગ્ધતા અને રૂક્ષતા એ બંને સ્પશવિશે છે. નિકૃષ્ટ (જઘન્ય) સ્નિગ્ધત્વ અને ઉત્કૃષ્ટ સ્નિગ્ધત્વની વચ્ચે તેમજ જઘન્ય રૂક્ષત્વ અને ઉત્કૃષ્ટ રૂક્ષત્વની વચમાં અનંતાનંત અંશેને તફાવત છે. દાખલા તરીકે પાણી કરતાં બકરીના દૂધમાં વિશેષ સ્નિગ્ધતા (ચીકાસ) છે. એના કરતાં ગાયનું દૂધ વધારે સ્નિગ્ધ છે; વળી એનાથી ભેંસનું અને ભેંસના કરતાં ઉંટનું' એમ ઉત્તરોત્તર અધિક સ્નિગ્ધતા રહેલી છે, જ્યારે પૂર્વ પૂર્વને વિચાર કરતાં અધિક રૂક્ષતા રહેલી છે. એવી રીતે ધૂળ કરતાં તુષના કણિયા વધારે રૂક્ષ છે અને એનાથી કાંકરા વળી વધારે રૂક્ષ છે. આ પ્રમાણે ઉત્તરોત્તર રૂક્ષતાની અધિકતા છે, જ્યારે પૂર્વ પૂર્વ વસ્તુમાં સ્નિગ્ધતાની અધિકતા છે. આપણે ૬૧૭માં પૃષ્ઠમાં જોઈ ગયા છીએ તેમ પરમાણમાં જોકે પ્રકટપણે એક જ વણ, એક જ રસ અને એક જ ગન્ય હોય છે તો પણ સ્પર્શ તે બે હોય છે. આ કથનને તત્વાર્થ (અ. ૫, સૂ. ૨૩)ની બૃહદ વૃત્તિ (પૃ. ૩૫૬) તેમજ એના ભાગ (પૃ. ૩૬પ)ગત અવતરણ પણ સમર્થિત કરે છે, પરંતુ વૃહત્ શતકમાં તો લઘુ અને મૃદુ સ્મશ અવસ્થિત માન્યા છે–પરાવૃત્તિ પામ્યા વિના રહેનારા સ્વીકાર્યા છે. આથી પરમાણુમાં એક સમયમાં બે જ નહિ પણ ચાર સ્પર્શ પ્રકટપણે હોય અને એગ્યતાની દષ્ટિએ છ હોય એ અન્ય મત જોવાય છે, પરંતુ આ માન્યતાને પહેલાના જેટલા ટેકે હોય એમ જણાતું નથી. સ્પેશ સંબંધી વૈશેષિક દૃષ્ટિ– વૈશેષિક દર્શન પ્રમાણે સ્પર્શના શીત, ઉષ્ણ અને અનુષ્ણુશીત એમ ત્રણ પ્રકાર છે. ત્વચા-ઈદ્રિયથી એનું પ્રત્યક્ષ ભાન થાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ આ ચાર દ્રવ્ય સ્પર્શવાળાં છે. કઠિન, કમળ એ કંઈ સ્પર્શરૂપ નથી, પરંતુ સંગવિશેષ છે. પૃથ્વીના પરમાણુગત સ્પર્શ અનિત્ય છે, જ્યારે પાણી, અગ્નિ અને વાયુના પરમાણુઓ વિષેને સ્પર્શ તે નિત્ય છે. અગુરુલઘુનું સ્વરૂપ ૨૫૮ મા પૃષમાં પરિણામના ચાર પ્રકાર સૂચવ્યા હતા તે પૈકી આ એક છે. સ્પ, રસ, ગંધ અને વર્ણની પેઠે આના અવાંતર ભેદ નથી, કેમકે કહ્યું પણ છે કે – ૧ મૃદુતા અને પાક કરનાર. ૨ વિશદતાકારી અને સ્તંભનશીલ. ૩ ઉન્નતિ સ્વરૂપી ૪ નમનશીલ નહિ તે. ૫ સંગ થતાં સંગીઓના બંધનું કારણ. ૬ એવી રીતે અબન્ધનું કારણ. ૭ અધેગમનના કારણરૂપ. ૮ પ્રાયઃ ઊર્વ-ગમન અને તિર્યંગ-ગમનના હેતુરૂપ, ૯ નહિ શીત કે નહિ ઉષ્ણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy