SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૩ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. (૧૩) એજ પ્રદેશ ઘન ચતુર સંસ્થાન– આ સંસ્થાન સત્તાવીસ પરમાણુઓનું બને છે અને એની એટલા જ પ્રદેશોની અવગાહના છે. પૂર્વોક્ત એજ પ્રદેશ પ્રતર ચતુરસ્ત્રના નવ પરમાણુઓમાં દરેકની ઉપર તેમજ દરેકની નીચે એક એક પરમાણુ સ્થાપવાથી આ સંસ્થાન બને છે. (૧૪) યુપ્રદેશ ઘન ચતુરઢ સંસ્થાન આ સંસ્થાનમાં આઠ પ્રદેશ રાકીને રહેલા આઠ પરમાણુઓ છે. યુગ્મપ્રદેશ પ્રતર ચતુરસ્ત્રના ચારે પરમાણુઓની ઉપર એક એક પરમાણુ સ્થાપવાથી આ સંસ્થાન બને છે. (૧૫) એજ પ્રદેશ શ્રેણિ આયત સંસ્થાન આમાં ત્રણ પરમાણુઓ ત્રણ પ્રદેશો આશ્રીને રહેલા છે. શ્રેણિબદ્ધ ત્રણ પરમાણુઓ સ્થાપવાથી આ સંસ્થાન બને છે.' (૧૬) યુગ્મપ્રદેશ શ્રેણિ આયત સંસ્થાન આમાં બે પ્રદેશને અંતર વિના આશ્રીને રહેલા બે પરમાણુઓ છે. (૧૭) એજ પ્રદેશ પ્રતર આયત સંસ્થાન– આ પંદર પ્રદેશની અવગાહનાથી યુક્ત પંદર પરમાણુઓનું બનેલું છે. જેમકે, પાંચ પાંચ પરમાણુઓની એક એવી ત્રણ પંક્તિઓ ગઠવવાથી આ સંસ્થાન બને છે. (૧૮) યુગ્મ પ્રદેશ પ્રતર આયત સંસ્થાન છ પ્રદેશની અવગાહનાવાળા છ પરમાણુઓનું આ સંસ્થાન છે. જેમકે ત્રણ પરમાણુઓથી યુક્ત એક પંક્તિની નીચે એક પંક્તિ ગોઠવવી. (૧૯) એજ પ્રદેશ ઘન આયત સંસ્થાન આ સંસ્થાનમાં પીસ્તાલીસ પરમાણુઓ છે અને એ એટલા જ પ્રદેશે અવગાહીને રહેલા છે, જેમકે એજ પ્રદેશ પ્રતર આયતના પંદર પરમાણુઓના દરેકની ઉપર તેમજ નીચે એક એક પરમાણુ ગઠવ. (૨૦) યુગ્મપ્રદેશ ઘન આયત સંસ્થાન– બાર પ્રદેશો આશ્રાને રહેલા બાર પરમાણુઓનું આ સંસ્થાન બનેલું છે. જેમકે યુગ્મપ્રદેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy