________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા,
૬૫૧ (૪) યુગ્મપ્રદેશ પ્રતર વૃત્ત સંસ્થાન
આ સંસ્થાન બાર પરમાણુઓનું બનેલું છે અને તેની બાર પ્રદેશની અવગાહના છે. જેમકે ચાર આકાશ-પ્રદેશમાં “ચક–પ્રદેશ સરખા આકારવાળા ચાર પરમાણુઓ અંતર વિના સ્થાપ્યા બાદ તેમના પરિક્ષેપ પૂર્વક ચારે દિશાઓમાં બબ્બે પરમાણુઓ સ્થાપવાથી આ સંસ્થાન બને છે.' (૫) એજ પ્રદેશ ઘન વૃત્ત સંસ્થાન
આ સંસ્થાન સાત પરમાણુનું બનેલું છે અને એ એટલા જ પ્રદેશે રોકીને રહેલું છે. જેમકે એજ:પ્રદેશ પ્રતર વૃત્ત સંસ્થાનમાંના પાંચ પરમાણુઓની મધ્યમાંના એક પરમાણુની ઉપર તેમજ નીચે એક એક પરમાણુ મૂકવાથી આ સંસ્થાન બને છે. (૬) યુગ્મપ્રદેશ ઘન વૃત્ત સંસ્થાન
આ સંસ્થાન બત્રીસ પરમાણુઓનું બનેલું છે તેમજ એ એટલા જ પ્રદેશને અવગાહીને રહેલું છે. જેમકે યુગ્મપ્રદેશ પ્રતર વૃત્તમાંનાં બાર પરમાણુઓની ઉપર બીજા બાર પરમાણુઓ સ્થાપવા અને તેના મધ્યના ચાર પરમાણુઓ ઉપર ચાર પરમાણુઓ મૂકવા અને પ્રથમના બાર પરમાશુઓના મધ્યના ચાર પરમાણુઓની નીચે ચાર પરમાણુઓ ગઠવવા. એમ કરવાથી આ સંસ્થાન, બને છે. (૭) એજ પ્રદેશ પ્રતર ઐસ સંસ્થાન
આ સંસ્થાન ત્રણ પરમાણુઓનું બનેલું છે અને તે ત્રણ પ્રદેશ વ્યાપીને રહેલ છે. જેમકે બે પરમાણુઓને શ્રેણિબદ્ધ ગોઠવી તેમાંના એકની નીચે એક પરમાણુ સ્થાપવાથી આ સંસ્થાન બને છે. (૮) યુગ્મપ્રદેશ પ્રતર વ્યસ્ત્ર સંસ્થાન
આ સંસ્થાન છ પરમાણુઓથી નિષ્પન્ન છે અને તે છ પ્રદેશે રોકીને રહે છે. જેમકે પ્રથમ તે શ્રેણિબદ્ધ ત્રણ પરમાણુઓ સ્થાપી તેમાંના પ્રથમના બે પરમાણુઓમાંના પહેલાની નીચે બે પરમાણુઓ અને બીજાની નીચે એક પરમાણુ મૂકવાથી આ સંસ્થાન બને છે.' (૯) એજ પ્રદેશ ઘન વ્યસ્ત્ર સંસ્થાન
આ પાંત્રીસ પરમાણુઓનું બને છે અને એ એટલા જ પ્રદેશ રેકે છે. જેમકે શ્રેણિબદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org