SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૦ . અછવ-અધિકાર. [ દ્વિતીય એમ બે પ્રકારે પડે છે, જ્યારે પરિમંડળ કેવળ યુગ્મપ્રદેશ છે. આ પ્રમાણે એકંદર રીતે પરિમંડલના બે ભેદે, વૃત્ત, અસ્ત્ર અને ચતુરસ્ત્ર એ દરેકના ચાર ચાર, અને આયતના છ એમ સંસ્થાના વીસ ભેદો પડે છે. આ દરેકનું સ્વરૂપ નીચે મુજબ વિચારવામાં આવે છે - સંસ્થાન ઇત્યભૂત અનિત્યજિત | પરિમંડલ | વૃત્ત | | ચુસ રચતરસ આયત ઘન પ્રત૨ ઘન પ્રતર શ્રેણિ ઘન પ્રત | | | | | | | | એજ પ્રદેશ યુગ્મપ્રદેશ ઓ. પ્ર. યુ. પ્ર. ઓ. પ્ર. યુ.પ્ર. ઓ. પ્ર. યુ.પ્ર. એ.પ્ર. યુ.પ્ર. (૧) પ્રતર પરિમંડલ સંસ્થાન આ યુગ્મપ્રદેશ પ્રતર પરિમડલ સંસ્થાન વસ પરમાણુનું બનેલું છે અને તે પૈકી દરેક પરમાણુ એક એક આકાશ-પ્રદેશ રેકીને રહેલ હોવાથી આ સંસ્થાન એકંદર વીસ આકાશ-પ્રદેશ અવગાહીને રહે છે. જેમકે ચારે દિશાઓમાં ચાર ચાર પરમાણુઓ અને ચારે વિદિશાઓમાં એક એક પરમાણુ સ્થાપવાથી આ સંસ્થાન બને છે. (૨) ઘન પરિમંડલ સંસ્થાન– આ સંસ્થાન ચાલીસ પરમાણુઓનું બનેલું છે અને તે ચાલીસ પ્રદેશ અવગાહીને રહેલું છે. ઉપર્યુક્ત વસ પરમાણુઓની ઉપર એવા બીજા વીસ પરમાણુઓ સ્થાપવાથી આ સંસ્થાન બને છે. (૩) એજ પ્રદેશ પ્રતર વૃત્ત સંસ્થાન આ સંસ્થાન પાંચ પરમાણુઓનું બનેલું છે અને તે પાંચ પ્રદેશને રોકીને રહેલું છે. જેમકે એક પરમાણુ મધ્યમાં સ્થાપવાથી અને પૂર્વાદિ ચાર દિશાઓમાંની દરેક દિશામાં આની આસપાસ એક એક મૂકવાથી આ સંસ્થાન બને છે.” ૧-૨ વૃત્તની જેમ આ બેના પણ ભેદે અને ઉપભેદ સમજી લેવા. ૩ ૦ ૦ ૦ ૦ 이이이이 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy