SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૮ અછ–અધિકાર. [ દ્વિતીય કહેવાની મતલબ એ છે કે વક્તાએ છોડેલાં શબ્દ-દ્રવ્યની તે શ્રેણિ અનુસાર ગતિ થાય છે. વળી એ શબ્દ-દ્રવ્યોને પ્રતિઘાત થતો નથી–એને ખલના પહોંચતી નથી, કેમકે શબ્દ-દ્રવ્ય એટલાં બધાં સૂક્ષમ છે કે ભીંત વગેરે તેના પ્રતિઘાતક બની શકે તેમ નથી. વિશેષમાં શબ્દ જે સમયમાં નીકળે છે ત્યાર પછીના સમયમાં એ શબ્દ-દ્રવ્યમાં શ્રવણ-જનક શક્તિ રહેતી નથી. અર્થાત્ શબ્દો નીકળે ત્યાર પછીના સમયમાં શબ્દરૂપે–ભાષા-પરિણામરૂપે રહેતા નથી, કેમકે ભાષ્યમાણ હોય તે જ ભાષા છે; ભાષા-સમય પછીની કે પહેલાની ભાષા તે ભાષા નથી. જોકે ચાર સમયે લેક ભાષા વડે પૂર્ણ થાય છે તે પણ તેમાં એ દ્વિતીયાદિ સમયમાં ભાષા દ્રવ્ય વડે વાસિત થયેલાં દ્રવ્યોને જ ભાષાપણું પ્રાપ્ત થાય છે. આ પ્રમાણેનાં કારણોને લીધે વક્તાએ મૂકેલાં શબ્દ-દ્રવ્યને વિદિશામાં રહેલે શ્રોતા સાંભળતું નથી, પરંતુ એ શબ્દ-દ્રવ્ય વડે વાસિત થયેલાં બીજા શબ્દ-દ્રવ્યને જ સાંભળે છે. જ્યારે વક્તાએ છેડેલાં ભાષા–દ્ર પ્રથમ સમયે (સવ) દિશામાં જ (લેકાંત પર્યત) જાય છે, અને એક સમય પછી તે ભાષાપણે તેઓ રહેતાં પણ નથી તે એ શબ્દ-દ્રવ્ય વડે વાસિત થયેલાં શબ્દ-દ્રવ્ય બીજા સમયે વિદિશામાં જાય છે એમ થયું. આથી કરીને દિશામાં અને વિદિશામાં રહેલા શ્રોતાઓને જુદા જુદા સમયે શબ્દ સંભળાવો જોઈએ અને તેમ ન થતાં એકી સાથે જ શબ્દ સંભળાય છે તે તેનું શું કારણ છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે વસ્તુતઃ શ્રેણિ અને વિશ્રેણિમાં રહેલા શ્રોતાઓને જુદા જુદા સમયમાં જ શબ્દ સંભળાય છે, પરંતુ સમય અતિસૂક્ષમ હેવાથી આ ભેદ કળા નથી. ભાષા-વ્યના ગ્રહણ અને વિસર્જન પરત્વે વેગ-વિચાર– કયા રોગ દ્વારા ભાષા-દ્રવ્યનાં ગ્રહણ તેમજ વિસર્જન થાય છે અને તે કેવી રીતે થાય છે તેને હવે વિચાર કરવામાં આવે છે. વેગને અર્થ વ્યાપાર છે. એનાં અપર નામે કર્મ અને ક્રિયા છે. આ યુગના (૧) કાયિક, (૨) વાચિક અને (૩) માનસિક એમ ત્રણ પ્રકારે છે. તેમાં કાય–ગ વડે સર્વે બેલનારાઓ શબ્દ-દ્રવ્યનું ગ્રહણ કરે છે અને વચન-ગ વડે તેનું વિસર્જન કરે છે. શરીરના દારિક વગેરે પાંચ પ્રકારે હેવાથી કાય–ગના પણ પાંચ પ્રકારે પડે છે, પરંતુ તેમાં અત્ર કાય-ગથી દારિક, વૈક્રિય અને આહારક એ ત્રણ જ સમજવાના છે, કે જે દ્વારા વચન-દ્રવ્ય ગ્રહણ કરાય છે. આ ત્રણને જ અત્રે ઉલ્લેખ કરવાનું કારણ એ છે કે દારિકાદિ ત્રણ શરીરમાં જ જીવના પ્રદેશ હેય છે; બાકીનાં તૈજસ અને કામણ એ બે શરીરમાં આત્મ-પ્રદેશે નથી, જો કે તેજસ અને કાર્માણ શરીર આત્મ–પ્રદેશમાં હોય છે.' ૧ આથી કરીને ભિક્ષનું પાત્ર ઇત્યાદિની પેઠે જીવ અને તેના પ્રદેશને ભેદ ન સમજો. એટલે કે જેમ ભિક્ષથી ભિક્ષનું પાત્ર ભિન્ન છે તેમ આત્મા કંઇ આત્મ-પ્રદેશથી ભિ-ન નથી. વળી આ ઉપરથી આમાં પ્રદેશ રહિત છે એમ માનનારાઓના મતનું પણ નિરયન થયું સમજવું. જેમકે પગના તળિયા સાથે સંબંધ ધરાવનારા આત્મ-પ્રદેશો મસ્તક સાથે સંબંધ ધરાવનારા આત્મ–પ્રદેશથી ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન માનીએ તો જીવ સંપ્રદેશી કહેવાશે-ભિન્ન ભિન્ન છ એક માનવા પડશે અને જે અભિન્ન માનીશું તે શરીરનાં સર્વ અવયે એકરૂપે હે વાં જોઈએ. કેમકે આમ-પ્રદેશ અભિન્ન હોવાથી તેઓ બધા મળી જવા જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy