________________
ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા.
૬૨૭ પંચેન્દ્રિય તિર્યંચ પર્વતના છ પૈકી જેને જેને શબ્દ સ્પષ્ટ અક્ષરાત્મક ન હોય તેને “અવ્યક્તી’ માન. શબ્દની ઉત્પત્તિ
આઠ સ્પર્શવાળા અને અત એવ બાદર પરિણામવાળા એવા પુગલ-સ્ક એ શબ્દોનું ઉત્પત્તિ-સ્થાન છે, જો કે શબ્દ પિતે તે ચાર સ્પર્શવાળો અને સૂક્ષ્મ પરિણામવાળે પુગલ-સ્કંધ છે. આઠ પશવાળા અને બાદર પરિણામવાળા યુગલ-સ્કંધમાંથી જીવના યથાયોગ્ય પ્રયત્ન વડે અથવા રવાભાવિક રીતે-એ સ્કંધમાં કે વિકાર થવાથી એ સ્કધમાં રહેલા ભાષા–વગણને એગ્ય એવા પુદ્ગલે શબ્દરૂપે પરિણમે છે અને આ ભાષા વર્ગણ ચતુર્પશી છે. વિશેષમાં શબ્દની ઉત્પત્તિ ઓઢારિક, વૈકિય અને આહારક એ ત્રણે દેહ દ્વારા જીવ કરે છે, પરંતુ તેજસ કે કામણાદિ કઈ પણ કંધમાંથી એની ઉત્પત્તિ સંભવતી નથી. વળી પત્થરાદિ અજીવ દ્રામાંથી શબ્દ ઉત્પન્ન થાય છે તે અજીવ દ્રવ્ય પણ નિર્જીવ દારિક દેહ જ જાણવાં. કેણ કે શબ્દ સાંભળે છે?—
શબ્દ-દ્રવ્યથી આખે લોક વ્યાપ્ત છે. વકતાએ વચન-ગથી શબ્દરૂપે છેડેલો દ્રવ્યસમૂહ તે “ભાષા ” છે અથવા જે બેલાય તે “ભાષા છે. ભાષામણિમાં રહેલો શ્રોતા કઈ વક્તાને અથવા અન્ય ભેરી વગેરેને જે શબ્દ સાંભળે છે તે ‘મિશ્ર શબ્દ” છે. અને વિદિશામાં ર. હેલે શ્રોતા કે જે “વિક્રેણિ ” પણ કહેવાય છે તે મૂળ શબ્દ-દ્રવ્ય વડે વાસિત બીજા દ્રવ્ય માત્રને માં મળે છે, પણ મૂળ શબ્દ-દ્રોને સાંભળી શકતો નથી. શ્રેણિ એટલે આકાશ-પ્રદેશની પંકિત. આ પંક્તિઓ લેકના મધ્યમાં બોલનારાની પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર અને નીચે એમ છે એ દિશામાં હોય છે. ભાષાની સરખી દિશાએ જ આકાશ-પ્રદેશની પંક્તિરૂપ સમશ્રેણિ તે “ભાષાસમશ્રેણિ” કહેવાય છે.
વક્તાએ છોડેલાં શબ્દ-દ્રવ્ય અને એ શબ્દ દ્રવ્ય વડે ભાવિત યાને વસિત થયેલાં વચ્ચેનાં બીજા શબ્દ-દ્રવ્ય એ બંને મળીને મિશ્ર શબ્દ કહેવાય છે. એવા મિશ્ર શબ્દને સમણિમાં રહેલે શ્રોતા સાંભળે છે, પરંતુ કેવળ વાચક શબ્દોને અર્થાત વક્તાએ શબ્દપણે છોડેલા શબ્દ-દ્રવ્યોને કે કેવળ વાર્ય શરદોને અર્થાત્ મૂળ શબ્દ- વડે વાસિત થયેલાં એવાં વચ્ચેનાં શબ્દ-બેને તે સાંભળી શકતો નથી. વક્તાએ શબ્દપણે છેડેલાં શબ્દ-દ્રવ્યથી કે ભેરી વગેરેનાં શબ્દ-દ્રવ્યોથી વચ્ચે રહેલા શબ્દ-ગ્ય પુદગલેમાં શબ્દરૂપે પરિણમેલાં જે શબ્દ-વર્ગણાનાં પુદગલ દ્રવ્યો છે તે “વાસિત શબ” કહેવાય છે. આવા વાસિત શોને જ વિશ્રેણિમાં રહેલે શ્રોતા સાંભળે છે, પરંતુ વક્તાએ છેડેલાં શબ્દ-દ્રવ્ય તે સાંભળતું નથી, કેમકે તે દ્રવ્યો તે શ્રેણિ અનુસાર ગતિ કરતાં હોવાથી વિશ્રેણિમાં–વિદિશામાં જતાં નથી. વળી એ શબ્દ-દ્રવ્યોને વિશ્રેણિમાં ગમન કરવા માટે ભીંત વગેરેને પ્રતિઘાત પણ નિમિત્તરૂપ બની શકતું નથી, કેમકે એ પ્રતિઘાત ઢેફાં વગેરે સ્થલ દ્રવ્યોને વિદિશામાં જવામાં નિમિત્તભૂત બની શકે છે, પરંતુ શબ્દ-દ્રવ્ય તો સૂક્ષમ હોવાથી એને માટે કઈ પ્રતિઘાત નિમિત્તભૂત થઈ શકે તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org