________________
અછવ-અધિકાર.
[ દ્વિતીય ભેદ અગજ શબ્દના છે એમ એની બૃહદવૃત્તિ (પૃ. ૩૬૦)માં ઉલ્લેખ છે. એટલે કે ત્યાં સૂચવ્યા મુજબ ભાષા-વર્ગણાના પુગલના એક પ્રકારના વિશિષ્ટ પરિણામરૂપ શબ્દના નિમિત્ત અનુસાર વિવિધ ભેદે પડે છે. તેમાં પ્રયોગ અને સસિક એવા બે મુખ્ય પ્રકારે છે. તેમાં જીવના પ્રયત્નથી ઉદ્ભવતા શબ્દને “પ્રાગજ” સમજે, જ્યારે જે સ્વાભાવિક રીતે જીવના કે કેઈના પણ પ્રયત્ન વિના જ ઉત્પન્ન થતા શબ્દને “વેસસિક” જાણ. વાદળાંઓની ગર્જના વગેરે વેસ્ટસિક છે. પ્રાગજ શબ્દો પૈકી “તત” એ ચામડાથી મઢેલા મૃદંગ, પટહ વગેરે વાદ્યોને શબ્દ છે. “વિતત એ તારવાળાં વીણા, સારંગી, ત્રિસરિકા વગેરેને ધ્વનિ છે, કાંસાના પાત્ર, કાષ્ઠ, શલાકાદિથી ઉદ્દભવ શબ્દ તે “ધન છે. જેમકે ઘંટ, ઝાલર વગેરેને શબ્દ, કુંક મારીને વગાડાતાં વાંસળી, શંખ, બંસી વગેરે વાદ્યોને શબ્દ તે “શુષિર' છે, કરવત, લાકી વગેરેના સંઘર્ષણથી ઉત્પન્ન થતા શબ્દ “સંઘર્ષ' કહેવાય છે. મનુષ્ય વગેરેની વ્યક્તિ અને પશુ પંખી વગેરેની અવ્યક્ત બેલીઓ તે “ભાષા” છે.
શબ્દના ત્રણ ભેદો–
અવાજ, નાર, ધ્વનિ એ બધા શબ્દના પર્યાય છે. આ શબ્દની (૧) સચિત્ત, (૨) અચિત્ત અને (૩) મિશ્ર એમ ત્રણ પ્રકારે પડે છે. તેમાં જીવથી મુખ દ્વારા ઉચ્ચારાતે શબ્દ તે
સચિત્ત શબ્દ” છે. બે પત્થરો અફળાતાં જે અવાજ થાય છે તે “અચિત્ત શબદ' છે. જીવના પ્રયાસથી મૃદંગાદિકમાંથી જે ધ્વનિ નીકળે છે તે ‘મિશ્ર શબ્દ” છે. અહીં મિશ્ર ભેદ વ્યવહાર માત્રથી જાણો.
આ ઉપરાંત શબ્દના શુભ અને અશુભ એવા અથવા વ્યક્ત અને અવ્યક્ત એમ વિવક્ષા અનુસાર ભેદે પી શકે છે. કર્ણને પ્રિય શબ્દ તે “શુભ ” સમજે, જ્યારે કણને કટુ જણાય તે અશુભ' શબ્દ જાણુ. મનુષ્ય, પોપટ વગેરેને શબ્દ તે “વ્યક્ત” ગણવે, જ્યારે શ્રીન્દ્રિયાદિથી
૧ તવાર્થરાજ ( પૃ. ૨૭૦-૨૭૧ ) પ્રમાણે શબ્દના ભાષાત્મક અને અભાષાત્મક એવા બે મુખ્ય પ્રકાર છે. તેમાં ભાવાત્મક શબ્દને અક્ષરીકૃત (વર્ણાત્મક) અને અક્ષરીકૃત ( અવર્ણાત્મક ) એવા બે પ્રકારે છે. તેમાં અક્ષરીકૃત શબ્દ શાસ્ત્રને અભિવ્યંજક છે અને સંસ્કૃત તેમજ એથી વિપરીત ભેદને લઇને આર્ય અને સ્વેચ્છના વ્યવહારનું કારણ છે. અક્ષરીકૃત શબ્દ હીન્દ્રિયાદિના અતિદાય જ્ઞાનસ્વરૂપને પ્રતિપાદનમાં હેતુરૂપ છે. આ સર્વ શબ્દ પ્રાયોગિક (પ્રાગજ) છે. અભાષાત્મક શબ્દના પ્રાયગિક અને વસ્ત્રસિક એમ બે ભેદે છે, તેમાં મેઘજન્ય શબ્દ વૈઋસિક છે, જ્યારે પ્રયોગજના તત, વિતત, ઘન અને સૌષિર એમ ચાર પ્રકારે છે. તેમાં ચામડાથી આચ્છાદિત એવાં પુષ્કર, ભેરી, દર ( એક જાતનું વાદિત્ર ) વગેરેથી ઉત્પન્ન થતો નિ તે તત” છે. તારની બનેલી વીણા, સુષા વગેરેથી ઉત્પન્ન થતે અવાજ તે “વિતા' છે. તાલ, ઘંટ વગેરેના અભિઘાતથી ઉદ્દભવ શબ્દ તે “ઘન' છે, વંશ, શંખ વગેરે નિમિત્તરૂપ શબ્દ તે સૌષિર’ છે, આથી જોઈ શકાય છે કે તરાર્થના ભાગ્યમાં જે સંઘર્ષ રૂ૫ શબ્દનો એક પ્રકાર ગણુ પો છે તેને અત્ર પૃથફ ઉલ્લેખ નથી. તેમજ તેનો શેમાં અંતર્ભાવ થઈ શકે તેમ છે તે પણ સૂચવાયું નથી. એથી શું એમ માનવું કે એ ભેદ તન્યાર્થરાજ ના કર્તાને માન્ય નથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org