SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા. રકંધને તે એથી માંડીને તે અનંત સુધીની સંખ્યાવાળા પ્રદેશ છે. વાસ્તવિક રીતે પરમાણ એ જ પુદ્ગલ છે, જ્યારે સ્કંધ તે વ્યવહારથી-ઉપચારથી પુદ્ગલ કહેવાય છે. પરમાણુ કારણરૂપ જ છે, જ્યારે સ્કંધ કાર્ય અને કારણ એમ ઉભયસ્વરૂપી છે. આથી કરીને તે પરમાણુ “અંત્ય દ્રવ્ય કહેવાય છે અને એ નિત્ય છે કે પરમાણુની ઉત્પત્તિ ભેદ દ્વારા જ છે, કેમકે એ કેઈ દ્રવ્યનું કાર્ય નહિ હોવાથી એની ઉત્પત્તિમાં કેઈ બે દ્રવ્યના સંઘાતને સંભવ જ નથી, જ્યારે કંધની ઉત્પત્તિ સિંઘાત, ભેદ કે ઉભય દ્વારા એમ ત્રણ રીતે સંભવે છે. પરમાણુ અતીન્દ્રિય જ છે, જ્યારે સ્કંધ અતીન્દ્રિય તેમજ ઇન્દ્રિય-ગ્રાહ્ય પણ છે. અન્ય શબ્દોમાં કહીએ તે પરમાણુ અચાક્ષુષ જ છે, જ્યારે સ્કધ તે અચાક્ષુષ અને ચાક્ષુષ એમ ઉભય પ્રકારને છે. વળી અંત્ય "સૂફમત્વ પરમાણુમાં જ ઘટે છે, જ્યારે આપેક્ષિક સૂક્ષમત્વ અને બાદરત્વ ૧ પ્રશમરતિમાં શ્રીઉમાસ્વાતિએ કહ્યું પણ છે કે – “ તારિફાવત સાવનકતા : વાળ્યાઃ | vમg affarmy માનવ: ૨૦ | ” અર્થાત બે પ્રદેશ થી માંડીને તે અનત પ્રદેશ સુધીના કંધે છે. પરમાણુ દ્રવ્ય-અવયની અપેક્ષાએ પ્રદેશ રહિત છે, પરંતુ વર્ણાદિ ગુણોની - અવયવોની દષ્ટિએ સંપ્રદેશ છે. જુઓ પ્રશમરતિની ટીકાને ૧૭ મું પત્ર ( જે. ધ. પ્ર સ. ). ૨ છ દ્રવ્યોમાં જીવ અને પ્રગલ એ બે દ્રવ્યો ૯ વિભાવસ્વભાવી છે. જીવના દેવત્વ, નરાશિ સ્વભાવે જેમ વિભાવિક છે તેમ સ્કંધ, દેશ એ પુદ્ગલના સ્વભાવ વિભાવિક છે–એ પરમાણુના વિકારરૂપ છે. જુઓ નવતવિસ્તારનાથ (પૃ ૧૧૬ }. ૩ ધ પિતાનું કારણયની અપેક્ષાએ કાર્ય છે અને પિતાના કાર્ય–દ્રયની અપે. ક્ષાએ કારણ -૫ છે. જેમકે દિપ્રદેશ છે. એ પરમાણુ વગેરેનું કાર્ય છે અને ત્રિપ્રદેશાદિ કારણ પણ છે. "कारणमेव तदन्त्यं सूक्ष्मो नित्यश्च भवति परमाणुः । gravi દિgફ: ૮% ” ૫ સંખ્યાત કે અસંખ્યાત નહિ પણ અનંત પરમાણુઓ ભેગા મળે તો પણ તે દૃષ્ટિગોચર ન થાય, કિન્તુ જ્યારે તેઓ બાદર પરિણામને ભારે ત્યારે જ તેમનો બનેલે સ્કંધ દષ્ટિગોચર થાય એટલે કે પરમાણુઓ અત્યંત સુક્ષ્મ છે. અનેક સુમિપર ગામ સ્કંધો એકઠા મળે-અપગ્ર કાકાશ જેવડું એ બધાનું કદ બને તે પણ જ્યાં સુધી સૂટમ પરિણામને બઢતો બાદર પરિણામને તેઓ ન ભરે ત્યાં સુધી તેઓ પણ અચાક્ષુષ જ છે. પરમાણુઓ પરમાણુ-અવસ્થામાં તે ન સૂક્ષ્મ પરિણામ છે કે ન બાદ પરિણમી; જ્યારે સ્કંધમાં તે બંને પરિણામે સંભવે છે અને એ વાત તો સૂમ કંધ અને બાદર કંધનાં લક્ષથી સચવાઈ પણ છે. જુઓ પૃ. ૬૧૨. 18. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy