SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ અજીવ-અધિકાર [ દ્વિતીય ઉષ્ણ, મૃદુ, ગુરુ, (૧૦) નિગ્ધ, ઉષ્ણ, મૃદુ, લઘુ, (૧૧) સ્નિગ્ધ, ઉષ્ણ, કર્કશ, ગુરુ, (૧૨) સ્નિગ્ધ, ઉષ્ણ, કર્કશ, લઘુ, (૧૩) રૂક્ષ, ઉષ્ણ, મૃદુ, ગુરુ, (૧૪) રૂક્ષ, ઉષ્ણ, મૃદુ, લઘુ, (૧૫) રૂક્ષ, ઉષ્ણ, કર્કશ, ગુરુ; અને (૬) રૂક્ષ, ઉષ્ણ, કર્કશ, લઘુ. - આ પ્રમાણે આપણે સૂફમ સ્કંધ અને બાદશ સ્કંધમાં સ્પર્શની દષ્ટિએ જે ભેદ છે તેને વિચાર કર્યો. વર્ણ, રસ અને ગધની અપેક્ષાએ તે તેમાં કશે ભેદ નથી, કેમકે વર્ણદિના સમગ્ર પ્રકારો આ બંને પ્રકારના સ્કધમાં તે સંભવે છે એટલું જ નહિ પણ એ હકીકત પર માણુને પણ લાગુ પડે છે. દેશાદની સંખ્યા - આપણે તત્ત્વાર્થ (અ. ૫, સૂ. ૨૫)ને“ 3ળવઃ પાશ્ચ w એ સૂત્ર તરફ નજર કરીશું તે જણાશે કે સૂત્રકારને પુગલના અણુ અને સ્કંધ એવા બે જ વિભાગે વિવક્ષિત છે એટલે કે અબદ્ધ-અસમુદાયરૂપ અને બદ્ધ-સમુદાયરૂપ એમ પુદગલના તેઓ બે જ વિભાગો પાડે છે. આ ગ્રંથકાર ( શ્રીમંગલવિજય ) તે પુગલના આ બે વિભાગો ઉપરાંત દેશ અને પ્રદેશ એટલે કે એકંદર ચાર વિભાગ પાડે છે, જો કે તેમ કરવામાં તેમને પૂર્વ મહર્ષિઓને ટેકે છે. વિવક્ષાની ભિન્નતાને લઈને આ પ્રમાણે પુદગલના પ્રકારોની સંખ્યા ભિન્ન જણાય છે તેમાં ચણુક યાને દ્વિપ્રદેશી સ્કંધ આશ્રીને તે પ૫૮મા પૃષ્ઠમાં સૂચવ્યા મુજબ દેશ એવી સંજ્ઞા ઘટી શકશે નહિ. બાકી ચણક સ્કધના એક વિભાગરૂપ જે તે હોય તે તે અપેક્ષાએ એ દેશ છે એટલે કે ચક સ્કંધને એ દેશ છે. ચતુરાક સ્કંધ આશ્રીને સ્પણુક અને કયણુક એવા બે દેશો છે. એમ પંચાક કંધ આશ્રીને દેશની સંખ્યા ત્રણની છે. એવી રીતે દશાણુક સ્કંધના આઠ દેશ છે અને અનંતાણુક અંધ આશ્રીને અનંતમાં બે ઓછા એટલા દેશે છે. કોઈ પણ કંધના પ્રદેશ અને પરમાણુની સંખ્યા સરખી છે અને તે જેટલા પરમાણુઓને સ્કંધ હોય તેના જેટલી છે. એટલે કે યમુક ધમાં બે પ્રદેશ અને બે પરમાણુઓ. ચણક ત્રણ પ્રદેશ અને ત્રણ પરમાણુઓ અને અનંતાણુક રકધમાં અનંત પ્રદેશ અને અનંત પરમાણુઓ છે. આથી સમજાય છે કે સ્કંધ એક હોવા છતાં તેના પરમાણુની સંખ્યા એથી અધિક છે. હવે આ ઉપરાંત સ્કંધ અને પરમાણુમાં તફાવત કઈ કઈ બાબતમાં છે તે નેંધી લઈશું. પરમાણુ એ પુદ્ગલને નિવિભાજ્ય વિભાગ છે; એનાથી નાને ભાગ સંભવ નથી; એના આદિ, મધ્ય અને અંત એ તેિજ છે. કંધ તે એથી મોટો છે અને એના વિભાગો પી શકે છે. પરમાણ અબદ્ધ છે. જ્યારે સ્ક બદ્ધ સમુદાયરૂપ છે. પરમાણુને પ્રદેશ નથી, કેમકે તે જાતે જ એક પ્રદેશરૂપ છે, જ્યારે ૧ આનું કારણ સમજાવતાં જેન તકના સ્વયંભૂ સમ્ર, શ્રીયશવિજયકૃત થાયાની સાક્ષરરત્ન શ્રી વિજયનેમિસૂરિકૃત “ તપ્રભા' વિવૃતિમાં કહ્યું છે કે देशप्रदेशयोस्तु स्कन्धसम्बद्धत्व एव तत्त्वं, असम्बद्धत्वे तु स एव देगः पृथकस्कन्धव्यपदेशमश्नुते, प्रदेशचाणुव्यपदेशम् । " ૨ આ પ્રશ્ન વિચારવાથી પરમાણુ અને સૂક્ષ્મ સ્કંધમાં રહેલી ભિન્નતા સમજશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy