SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ અછવ-અધિકાર. [ દ્વિતીય વસ્તુના પર્યાયરૂપ કાલ સમજે. વિશેષમાં વ્યવહાર-કાલની પેઠે નિશ્ચય-કાલ પણ સમય-ક્ષેત્રમાં જ છે એમ કાત્રિશિકા કહી રહી છે. ગામમાં બ્રાહ્મગ વગેરે ચાર વર્ણ વસે છે એની માફક અત્ર ઉપચાર જ સમાજ, કેમકે બ્રાહ્મણે કંઈ આખા ગામને વ્યાપ્ત કરીને રહેતા નથી; આનું પ્રયોજન તે સાથે રહેવા પૂરતું જ છે, તેમ છતાં જો આમ નહિ માનવામાં આવે તે દિગંબર મતમાં પણ વિરોધ આવશે, કેમકે પંચારિતકામાં કહ્યું છે કે " 'ममवाओ पंचण्णं समओ ति जिणुत्तमेहिं पपणतं । सो चेव हवइ लोओ तत्तो अमिओ अलोओ खं ॥" અર્થાત પાંચ અસ્તિકાને સમુદાય તે “સમય” છે એવી જિનેશ્વરીએ પ્રરૂપણ કરી છે. એ જ લેક છે અને એથી અમિત (અગણિત) અલેકરૂપ આકાશ છે, અત્ર પાંચ અરિતકાયોનું અન્ય ગવ્યવછેદરૂપ ફલ આ ગાથા દ્વારા ઇવનિત થતું હેવાથી છઠ્ઠા કાલરૂપ દ્રવ્યને તો નિષેધ જ થવાને. આના બચાવમાં જે એમ કહેવાય કે સ્થાનાંતરથી નિર્ણય કરે તે અહીં પણ એ ન્યાય લાગુ પડે છે. અથવા તે સમય-ક્ષેત્રની બહાર રહેલ વસ્તુના પરિણામરૂપ સ્થિતિ-કાલમાં “ચકકીલિકા ન્યાયથી અંદર રહેલ અદ્ધા-કાલ નિમિત્તરૂપ છે, અર્થાત્ અદ્ધાકાલ છે નિમિત્ત જેમાં એ “બહુવ્રીહિ' સમાસને આશ્રય લેવાથી કશી અડચણ નહિ આવે. એથી એ કાલમાં લેકવ્યાપિતા છે, કેમકે સાક્ષાત્ રૂપે કાલદ્રવ્ય સમય-ક્ષેત્રનું અતિક્રમણ કરે છે એમ માનવા જતાં તે સમય-ક્ષેત્ર અને અસમય-ક્ષેત્ર એવી વ્યવસ્થા જ ઘટી શકશે નહિ કે જે વાત સ્પષ્ટ રીતે પ્રજ્ઞાપનાની વૃત્તિમાં નિર્દેશાયેલી છે. આપણે ૫૫૫માં પૃષ્ઠથી તે પપલ્સા પૃ8 સુધીમાં ધર્માસ્તિકાયાદિના સ્કંધાદિ પર વિચાર કરી ગયા. એ પ્રસંગે પુગલના પણ રકંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ વિષે થોડોક ઊહાપોહ કર્યો. અત્ર પુદગલના ધાદિનો લક્ષણ પૂર્વક વિચાર કરવાનો છે તે તેને તુલનાત્મક દ્રષ્ટિએ ખ્યાલ આવી શકે તે માટે આપણે ધર્માદિના સ્કંધ ઈત્યાદિની સંખ્યા વગેરેની હકીકત નીચે મુજબ કઠા દ્વારા રજુ કરી આગળ વધીશું – ૧ છાયા__ समवायः पञ्चानां समय इति जिनोत्तमैः प्रज्ञप्तम् । स पर भवति लोकस्ततोऽमितोऽलोकः खम् ॥ ૨ ઘર શબ્દ ત્રણ પ્રકારે અવધારણ અર્થને દર્શાવે છે -' અ ) અયોગવ્યવછેદક, ( મા ) અન્યગબવ છેદક અને (ઇ ) અત્યન્તાગવ્યવચ્છેદ. આ ત્રણ પ્રકારને અનુક્રમે વિશેષણ, વિશેષ અને ક્રિયા સાથે સંબંધ છે. આ ત્રણેને લગતો વિશેષ વિચાર અન્ન ન કરતાં દ્વિતીય પ્રકારને ઉદ્દેશીને થોડુંક કથન કરીશં; વિશેષાથને સપ્તભંગીપ્રદીપ (પૃ. ૪૫-૪૭ ) જેવા ભલામણ છે. અન્ય યોમ-વિશેષ્યથી ભિન જે પદાર્થ હોય તેની સાથે તાદાત્મ ધારણ કરવું એ અન્ય ગAવ છેદનું કાર્ય છે. (ખિલા તરીકે “ 1 : ” અર્થાત અજુન જ ધનુર્ધર છે, એમાં “ અર્જુન ' એ “ વિશેષ્ય' છે અને એનાથી ભિન્ન જે દુર્યોધન વગેરે છે તેની સાથે ધનુર્ધરતાના તાદામ્યને ઘર કરે છે અર્થાત અજુનમાં જ ધનુર્ધરતા છે; બીજામાં છે જ નહિ. આ પ્રમાણે ક શબ્દ બીજામાં રહેલા ધનુર્ધરતાના ધોગને દૂર કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy