SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા oછે. આવેલ છે અને આગમમાં પણ અનંત દ્રવ્યરૂપે તેને ઉલ્લેખ પણ છે. જે અનંત સમયથી દ્રવ્ય-સમયે માનવામાં આવે તે બાધ આવે છે, એટલે એ વાત યુક્ત નથી. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે કાલાણુઓને દ્રવ્યરૂપ માનવામાં તે તેની સંખ્યા અસંખ્યાતની ફલિત થાય છે અને એ વાત તે દિગંબરોને પણ માન્ય છે. તે પછી તેને દ્રવ્યરૂપ માનવામાં તોડનારા એ કથન કેવી રીતે બંધબેસતું થશે તે વિચારણીય છે. કદાચ એમ કહેવામાં આવે કે આદિપુરાણ(૫. ૩)ના નિમ્નલિખિત " भवायुःकायकर्मादि-स्थितिसङ्कलनात्मकः । सोऽनन्तसमयस्तस्य, परिवर्तोऽप्यनन्तधा ॥ १३ ॥" --પદ્ય અનુસાર અનંત સમયત્વથી અમે અનંત સમયપર્યાયત્વ માનીએ છીએ તે એ વાત ઠીક નથી, કેમકે જ્યારે તમામ દ્રવ્યમાં અનંત પર્યાયતા તો છે જ, તે પછી કાલને એવું વિશેષણ આપવું નિરર્થક સિદ્ધ થાય છે, વાસ્તે લોકાકાશના પ્રદેશોમાં તેમજ પુદ્દગલ-પરમાણુઓમાં જે સમયવિશેષતા છે તે જ કાલાણું છે, નહિ કે કઈ બીજું દ્રવ્ય. આ પ્રમાણે માનવાથી ૮૫માં શ્લેકમાં “મુલ્ય વાર: વર્ત” એમ જે કહ્યું છે તેની સાથે વિરોધ આવે છે એવી શંકા જે કઈ ઊઠાવે તો તેનું સમાધાન એ છે કે આ ઠેકાણે કાલથી કાલ-દ્રવ્ય સમજવાનું નથી, કિન્તુ આથી બીજે કઈ સૂક્ષમ પર્યાય નથી એ વાત લયમાં રાખવાની છે તેમજ આથી “મુખ્ય” શબ્દને પ્રવેગ પર્યાયની અપેક્ષાઓ છે, નહિ કે દ્રવ્યની અપેક્ષાએ એ હકીકત પણ ધ્યાનમાં રાખવાની છે. આ વાતને ગમ્મટ૦ (ગા. ૫૮૯) પણ ટેકે આપે છે, કેમકે તે કાલાણુઓ છે એમ ત્યાં કહ્યું છે, નહિ કે દ્ર.' આથી જ તે પ્રવચનસાર (અ. ૨, ગા. ૪૬)માં તેમજ તેની વૃત્તિમાં કાલને એકવચનમાં પ્રયોગ કરવામાં આવે છે. આ પ્રમાણેના વિવેચનથી કેઈ એમ કહેવા તૈયાર થાય કે સમય-ક્ષેત્રમાં પણ એમ જ છે, ત્યાં દ્રવ્યની કલ્પનાની શી જરૂર છે તો તે અસ્થાને છે, કેમકે ઉભય સંપ્રદાયના પ્રવચન નમાં છ દ્રવ્ય અંગીકાર કરેલાં છે. હવે કોઈ નીચે મુજબને પૂર્વ પક્ષ રજુ કરે છે તે પણ અરણ્યરુદન જે નિરર્થક છે – પૂર્વ પક્ષ-કાલ-દ્રવ્યને અભાવ માનવાથી સમય-પર્યાયની વિશેષતા અન્ય દ્રવ્યને વિષે નિષ્કારણ થશે. વળી કેવળ સંતતિરૂપે અન્વયી એવા કાલ-દ્રવ્યના સાધનમાં પણ તે નિહેતુક જ રહેશે, કેમકે સમાને પરસ્પર સંગમ થતો નથી. આ ઉપરાંત જીવમાં પણ દ્રવ્યપણું આવી જ રીતે માને, કેમકે સ્વયં વિશકલિત (છુટા ૫ ચેલ) જ્ઞાન-ક્ષણમાં જ દ્રવ્યતા છે અને એમ સ્વીકારવાથી બૌદ્ધ મત અંગીકાર થઈ જશે. આ પૂર્વ પક્ષ પાયા વિનાને છે એમ નીચેના ઉત્તર પક્ષ દ્વારા દર્શાવાય છે ૧ જુઓ પૃ. ૫૭, ૨ જુએ પૃ. ૬૦૩, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy