SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ 1. આહત દર્શન દીપિકા. અર્થાત્ અદ્ધા એટલે કાલ. તે સ્વરૂપી જે સમય તે “અદ્ધા-સમય” કહેવાય. એટલે સમયનું નામ જ કાલ સમજવું. એમાં નિર્વિભાળતા હોવાથી એને વિષે દેશ, પ્રદેશને સંભવ નથી. આવલિકા વગેરેની કલ્પના તે વ્યવહારને જ અર્થ છે; કિ તું વસ્તુ ત્યા વિચાર કરીએ તે પૂર્વ સમયના નિરોધથી અને ઉત્તર સમયના સદ્દભાવથી સંમેલનરૂપ મિલનનો જ અભાવ છે એટલે વાતમાનિક સમયરૂપ કાલ સિવાય બીજે કયે બાકી રહ્યો ? વળી કાલાને દ્રવ્ય માનનારાના મતમાં પણ રત્નની રાશિની ઉપમા દ્વારા તે સ્વરૂપાને લઈને આ જ વાત ફલિત થાય છે. આ પ્રમાણે અનેક તે એક છે અને એક તે અનેક છે, એવો સ્યાદ્વાદને સુંદર સિદ્ધાન્ત સિદ્ધ થાય છે. આગમને જો અને કારે” ઇત્યાદિ ઉલ્લેખ પણ આ વાતને પૂરવાર કરે છે, કેમકે ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે દ્રવ્ય એકેક છે, એ કથન પરસ્પરના સ્પર્શ યાને સંબંધનું અને એથી અન્યને પરસ્પર સંપર્શ ન થવો એવું આ સૂચન કરે છે. અત્ર પરસ્પરથી ત્રણે દ્રવ્ય સમા વાં. એ ત્રણને તે પરસ્પર સ્પર્શ બરાબર છે જ, કેમકે જ્યાં એક આકાશ-પ્રદેશ છે ત્યાં જ ધર્મારિતકાય તેમજ વળી અધર્માસ્તિકાયને પણ એકેક પ્રદેશ રહેલું છે, પરંતુ એથી અન્ય એ જે કાલ તેને આ ત્રણ સાથે સ્પેશ સંભવ નથી.” હવે જે કાલાણું પણ હેત તે આ ત્રણની જેમ તેના પણ સ્પશને સૂત્રમાં જરૂર નિર્દેશ કરાત, પરંતુ ઉલટું તેના અસ્પીનો ઉલ્લેખ છે. જેથી કરીને ક લાણું દ્રવ્યરૂપ નથી એ સિદ્ધ થાય છે. આથી પુદ્ગલપરમાણુની પેઠે પ્રદેશરૂપે એમાં અનંતતાની કલ્પના ન કરવી, કેમકે દ્રવ્યોના સ્વભાવમાં ભિન્નતાને લઈને ભિન્નતા સ્વીકારાયેલી છે. જે સ્વભાવમાં ભેદ હોવા છતાં એકતા માનવા જઈશું તે સાત જગત એક જ દ્રવ્યરૂપ છે એમ કહેવા તૈયાર થવું પડશે. વાતે વેલાસ્વરૂપી કાલ ગુણ અને પર્યાય દ્વારા સાધ્ય સમજ. અને એ જ કાલ-દ્રવ્ય સમયક્ષેત્રમાં છે, નહિ કે અન્ય કેમકે સમય-ક્ષેત્રમાં જ સમચ, આવલિકા વગેરેને વ્યવહાર કરાય છે. કહ્યું પણ છે કે – * જવારા- ચતજ્ઞા a ra રાઈ ન ઘુત્ર ” અર્થાત્ સમય, આવલિકા, પક્ષ, માસ, તુ, અયન એ સંજ્ઞાવાળા કાલનું અસ્તિત્વ મનુષ્ય-ક્ષેત્રમાં જ છે; એની બહાર કઈ પણ સ્થળે નથી જ, એ મનુષ્ય-ક્ષેત્રની બહાર તે પાંચ અસ્તિકાના પર્યાયરૂપ પરિણામિક કાલ જ સમજે એ જ કાલને “કાલાણું' કહેવામાં આવે છે. આથી કરીને બીજી કોઈ વસ્તુનું નામ કાલાણ ન સમજવું, કેમકે કાકાશમાં અસંખ્ય પ્રદેશ હોવાથી કાલાશુની સંખ્યા પણ અસંખ્યાતની જ સમુચિત રીતે માની શકાય તેમ છે. કિન્ત કાલાણુને કાલ-દ્રવ્ય માનવાની ભૂલ કરવી નહિ. આ પ્રમાણે કાલણને સ્વતંત્ર કાલ-દ્રવ્ય તરીકે નહિ સ્વીકારવાથી લકમાં રહેલા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના પરિણામની ઉત્પત્તિ કેવી રીતે થશે એવો પ્રશ્ન ૧ જુઓ પૃ. ૫૯9. ૨ જુઓ પૃ ૧૯૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy