SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ અછવ-અધિકાર [ દ્વિતીય આની વૃત્તિમાં વાદિવેતાલ શ્રી શાંતિસૂરિએ પણ કહ્યું છે કે કાલની અનંતતા અતીત અને અનાગતની અપેક્ષાએ છે. ભગવતી(શ. ૧૩, ઉ.૪, સૂ ૪૮૨)ની વૃત્તિના ૬૧૦માં પત્રમાં શ્રી અભયદેવસૂરિ પણ આ જ વાતના સમર્થનરૂપે કહે છે કે ધર્માસ્તિકાયને એક પ્રદેશ જે કાલ-સમયેથી સ્પષ્ટ (સ્પર્શ કરાયેલી હોય તો તે કાલ-સમયે ખશ્ચિત અનંત છે, કેમકે કાલ-સમયે અનાદિ છે. કહેવાનો મતલબ એ છે કે મંદ ગતિએ એક આકાશ-પ્રદેશથી અન્ય પ્રદેશ જતા પરમાયુના અતિક્રમણના પરિણામ સાથે સમાન જે કાલવિશેષ છે તે કાલ પદાર્થના સુકમ વતનરૂપ જે છે તે “સમય” કહેવાય છે. તે પર્યાય જ છે, કેમકે તે ઉત્પન્ન થાય છે તેમજ તેને નાશ પણ થાય છે. વળી આ પર્યાય કંઈ ધર્મ, અધમ, આકાશ, પુદગલ અને જીવન પર્યાય નથી, કેમકે તેનાથી તે આ વિલક્ષણ છે. આથી કરીને જેને એ પર્યાય છે તે અન્વયી કાલ “દ્રવ્યસમય” કહેવાય છે. આ દ્રવ્ય-સમય નિરંતર અન્યાન્ય સમયના પર્યાયની ઉત્પત્તિરૂપ છે. વિશેષમાં એ ધ્યાનમાં રાખવું કે અત્ર પુદગલની પેઠે અનંતતા ઈષ્ટ નથી કે જેથી તિર્યપ્રચય સંભવે. અર્થાત્ છવાદિ પાંચ દ્રવ્યોમાં તે બહુ પ્રદેશ હેવાથી અને તે પ્રદેશે પરસ્પર મિલનશીલ હેવાથી તેમાં તે તિર્ય-પ્રચય છે, પરંતુ કાલના સંબંધમાં તેમ ન હોવાથી એને અંગે તિર્યકપ્રચયને સંભવ નથી. આવી રીતે સમયથી વિશિષ્ટ વૃત્તિના પ્રચયરૂપ ઊર્વ–પ્રચયને પ્રસંગ પણ સમજી લે, કેમકે સમયની વિશિષ્ટતાની આપત્તિ છે અને એ આપત્તિ ઈષ્ટ નથી, કેમકે એના નિશ્ચયથી બાકીનાં દ્રવ્યોને પણ નિશ્ચય થાય છે. આ વાતની પ્રવચનસાર(અ. ૨, ગા. ૪૨)ની *વૃત્તિ (પૃ. ૧૯૦) સાક્ષી પૂરે છે, કેમકે ત્યાં કહ્યું છે કે બાકીનાં બધાં દ્રવ્યના દરેક પર્યાયમાં સમય-પરિવર્તનની કારણુતા કાલ-દ્રવ્યના વર્તના નામના ગુણને આભારી છે. અને સમય વિશિષ્ટ વૃત્તિમાં તે કારણોતર દ્વારા સાધ્યપણું હોવાથી પિતાની મેળે જ બીજા ધર્માદિ પાંચ દ્રવ્યમાં પરિવર્તનની કારણુતાને અસંભવ હોવાથી કાલ પારિશેષ્ય અનુમાનથી સિદ્ધ થાય છે. એથી કરીને કાલ પરત્વે કાલાણને સ્વીકાર કરવા જતાં તે સમયની વિશિષ્ટતાને પ્રસંગ પ્રાપ્ત થાય છે, કેમકે બાકીનાં દ્રવ્યની પેઠે પ્રત્યેક સમયમાં સમયપર્યાયધારિપાડ્યું છે. વેતાંબર માન્યતા પ્રમાણે તો આ દોષ માટે પણ અવકાશ નથી, કેમકે સમય-પ્રચયતારૂપ જ કાલની ઊર્વ–પ્રચયતા છે. બાકીનાં આકાશ વગેરે દ્રવ્યમાં સમયની અપેક્ષાએ અર્થાન્તરતા હોવાથી સમયથી વિશિષ્ટ વૃત્તિના પ્રચયરૂપ ઊર્થ–પ્રચય હાય. જેમ દીપકના પ્રકાશપણામાં પરપ્રકાશયુક્તતા રહેલી છે તેમ કાલ પોતે સમયમય હોવાથી એને અંગે સમય-વિશિષ્ટતા સંભવતી નથી. તેમ છતાં જો એમ નહિ સ્વીકારવામાં આવે તો અનવસ્થા દેશ ઉપસ્થિત થાય છે. ઊર્ધ્વ–પ્રચય તે ત્રણ કટિને સ્પશત હેવાથી એમાં સાંશતા છે ૧ પ્રવચનસારના શેયતત્તાધિકારમાં કહ્યું પણ છે કે " बदिषददो तं देसं तस्सम समओ तदो परो पुरुषो । जो अत्थो सो कालो समओ उपण्णपद्धंसी ॥ १७॥" [ સિપાતરd રે તાઃ રમતતઃ : cર્વઃ | योऽर्थः स कालः समय उत्पन्न प्रध्वंसी ॥] ૨ “ થriાં કવિતા કાવત્તિયં, કાળાતલાયકાત, समयविशिष्टाया वृत्तेः स्वतस्तेषामसम्भवात् कालमधिगमयति ।" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy