SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ પટે અજીવ અધિકાર ( દ્વિતીય જે કાલ-પરમાણુની સંખ્યા અસંખ્યાતની માની છે તે ઠીક નથી, કેમકે તેથી દ્રવ્યત્વને વ્યાઘાત થાય છે; કેમકે જે જે દ્રવ્ય છે તે ક્યાં તો એક છે કે જ્યાં તે અનંત છે. આ જ હકીક્ત ઉત્તરાધ્યયનસૂત્ર (અ, ૨૮)માં નીચે મુજબ નિર્દેશાઈ છે – " धम्मो अहम्मो आगासं, दव्वमि एकेकमाहियं । __ अणंताणि य दव्वाणि, कालो पोग्गल जंतवो ॥ ८॥" અર્થાત્ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ એ એકેક દ્રવ્ય ગણાવાયું છે, જ્યારે કાલ, પુદગલ અને જીવ એ પ્રત્યેક દ્રવ્યની સંખ્યા અનંતની છે. પ્રત્યેક આકાશ-પ્રદેશમાં એકેક કાલણ સ્વીકારનાર દિગંબરને ઉદ્દેશીને કહેવામાં આવે છે કે એમ માનવાથી દ્રવ્યની પેઠે એને પણ તિર્ય-પ્રચય માનવે પડશે અને તે વાત તે ઈષ્ટ નથી, કેમકે એથી તે મટ્ટની નિમ્ન-લિખિત ગાથા સાથે વિરોધ આવે છે – મરે ! ૦ ? જો ! ૪૦ ૦ -જન્નતંતે કંપનીને કમંતે જાણ કરે તેવું તે ૨ રિ નાક કિf '' આને ભાવાર્થ એ છે કે પરમાણુ (અ) દ્રવ્ય-પરમાણુ, (આ) ક્ષેત્ર પરમાણ, (ઈ) કાલપરમ ણ અને (ઈ) ભાવ પરમાણુ એમ ચાર પ્રકારો છે તેમાં દ્રવ્યરૂપ પરમાણુ તે દ્રવ્ય-પરમાણુ કહેવાય છે. અત્ર વદિ ભાવોની વિવફા નથી, પરંતુ કેવળ દ્રવ્યવતી વિવેક્ષા છે. ક્ષેત્ર-પરમાણુથી બાકાશપ્રદેશ’ સમજો. “કાલ-પરમાણુથી “સમય” સમજવો. “ભાવ-પરમાણુએટલે “પરમાણુ જ. બત્ર વર્ણાદિ ભાવની પ્રધાનતા જાણવી. દ્વવ્ય પરમાણુના સ્વભાવ આશ્રીને ચાર ભેદો છે: -(અ) અછેદ્ય, ( આ ) અભેa ( ૪ ) અદાથ અને (ઈ) અગ્રાહ્ય શસ્ત્ર વગેરેથી જેમ લતાનું છેદન થાય છે તેમ દ્રવ્ય-પરમાણુનું છેદન નહિ થતું હોવાથી તે બોવ' છે. સોય વડે જેમ ચામડું ભેદી શકાય છે તેમ દ્રવ્ય પરમાણુનું બેદન નહિ થતું હોવાથી તે “અભેદ્ય' છે. દ્રવ્ય પરમાણુ સૂક્ષ્મ હોવાથી તે અગ્નિ દ્વારા બાળી શકાતું નહિ હોવાથી તે “અદાહ્ય” છે. સૂક્ષ્મ હોવાને લીધે હાથ વગેરે વડે તેનું ગ્રહણ નહિ થઈ શકે તેમ હોવાથી તે અગ્રાહ્ય” છે. ક્ષેત્ર પરમાણુના પણ ચાર પ્રકારે છે -(અ) અનહ, (આ) અધ્ય, (૪) અપ્રદેશ અને (ઈ) અવિભાગિમ. સમાન સંખ્યાવાળા અવયનો અભાવ હોવાથી અનદ્ધ', વિષમ સંખ્યાવાળા અવયયોને અભાવ હોવાથી “અમધ્ય', અવયવનો અભાવ હોવાથી નિરશ હાઇ કરીને “અપ્રદેશ અને અવિભાગથી નિવૃત્ત હાઇ કરીને “અવિભાગમ' અર્થાત એકરૂપ અથવા એના વિભાગ નહિ થઈ શકતા હોવાથી “અવિભાગમ' કહેવાય છે. કાલ-પરમાણુના પણ ચાર પ્રકાર છે –(અ) અવર્ણ યાને રૂ૫ રહિત, (આ) અગંધ યાને ગંધ વિનાને, (ઇ) અસ યાને રસથી વિમુખ અને (ઈ) અસ્પ યાને સ્પર્શ વગરને. ભાવપરમાણુના (અ) વર્ણવાન, (આ) રસવાન, (ઇ) ગંધવાન અને (ઈ) સ્પર્શવાન એમ ચાર પ્રકારે છે. ૧ છાયા धर्मोऽधर्म आकाशं द्रव्यमेकैकमाहितम् । अनन्तानि च द्रव्याणि कालः पुत्ला जन्तवः ॥ ૨ જે દ્રવ્યના ઘણા પ્રદેશો હોય તેમાં આ સંભવે છે અછત પ્રદેશના સમૂહનું નામ - તિયફ-પ્રચય ' છે. એવી રીતે અનેક સમસ્યાનું નામ * ઊર્વના પ્રચય ' છે જુ એ પ્રવચનસારતા તત્તાધિકારની ૧૯મી ગાથાની વૃત્તિ ( 'દર-૨ & • Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy