SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૯૪ અજીવ અધિકાર. મૈં દ્વિતીય અને તત્ત્વા શ્ર્લોક ( પૃ. ૪૩૯-૪૪૦ ) એમ તત્ત્વાર્થની ત્રણ ટીકા, ગામ્મટસાર વગેરે ગ્રંથામાં સ્વતંત્ર કાલવાચી એક જ પક્ષ જણાય છે. શ્વેતાંબર અર્વાચીન સાહિત્યમાં દ્રવ્યગુણપર્યાયના રાસ ( ઢાલ દશમી ), યુક્તિપ્રાધ (પૃ. ૧૮૭–૧૯૯), લોકપ્રકાશ વગેરેમાં ઉક્ત બંને પક્ષા પેાષાયેલા છે. વૈદિક દનમાં સ્વીકારેલ કાલ સંબધી પૂર્વોક્ત બંને પક્ષે જૈન દર્શનમાં છે એટલા પૂરતી એ મને દઈનામાં સમાનતા હોવા છતાં સ્વરૂપની ખખતમાં જૈન દન વૈદિક દર્શનથી તદ્દન જુદું પડે છે. વૈશ્વિક સ્વતંત્ર કાલપક્ષ જ્યારે કાલને એક, વ્યાપક અને નિત્ય માને છે, ત્યારે જૈન સ્વતંત્ર કાલ–પક્ષમાં ચાર જુદી જુદી માન્યતાઓ છે. પહેલી માન્યતા કાલને અણુમાત્ર અને એક સ્વીકારે છે. બીજી માન્યતા મુજબ કાલ એક તત્ત્વ છે, પરંતુ તે અણુમાત્ર ન હેાઇ મનુષ્યક્ષેત્ર પ્રમાણુ છે. ત્રીજી માન્યતા અનુસાર કાલ-તત્વ એક છે ખરૂં, પણ તે અણુમાત્ર કે મનુષ્યક્ષેત્ર તે પ્રમાણ ન હાઇ લેકવ્યાપી છે. ચેાથી માન્યતા પ્રમાણે કાલ-તત્વ એક નહિ પણ અસંખ્ય છે અને તે બધાયે પરમાણુ માત્ર છે. આ છેલ્લી માન્યતા એકલા દિગંબર સંપ્રદાયમાં છે, જયારે બાકીની પહેલી ત્રણ શ્વેતાંબર સંપ્રઢાયમાં નજરે પડે છે. વૈદિક અસ્વત ંત્ર કાલપક્ષ પ્રધાનપણે પ્રકૃતિના પરિણામને અગર વેદાંતની દ્રષ્ટિએ માયિક વિલાસને કે બ્રહ્માવિવતને ‘ કાલ ’ કહે છે, જ્યારે જૈન અસ્વત ંત્ર કાલપક્ષ ચેતન અને અચેતન એ બંનેના પરિણમનને ‘ કાલ ’ કહે છે. સાંખ્ય અને ચેગ દના ચેતન તત્ત્વને ફ્રૂટસ્થ નિત્ય માનતા હૈાવાથી તેમના મત પ્રમાણે કેવળ પ્રકૃતિ જ પરિણામી છે અને તેથી જ તેમના મત પ્રમાણે પ્રાકૃતિક પરિણામ જ ‘ કાલ ’ છે. વેદાંત ષ્ટિ અનુસાર જગત્ માયિક અગર બ્રાના વિવરૂપ છે તેથી એ દ્રષ્ટિએ કાલ એ એક માયાવિલાસ અગર તે બ્રહ્મવિવત છે. જૈન દ”ન ચેતન અને અચેતન અનેને વાસ્તવિક અને પરિણામી માનતું હાવાથી એના મત પ્રમાણે તા ચેતન અને અચેતન બંનેના પર્યાય--પ્રવાહુ ‘ કાલ ’ મનાય છે. ૧ જીએ જીવ-કા ( ગા. ૫૬૮-૫૮૦; ૫૮૬-૫૯૦ ). • ૨ અસાધારણુ તૈયાયિક ઉપાધ્યાય યોાવિજયની આ અપૂર્વકૃતિ છે. આની ભાષા ગૂજરાતી છે અને તે સાદા રાસારૂપે રચાયેલી છે, છતાં તેમાં દ્રવ્યાનુયાગ અને ન્યાયના ગઢન · વિષય ફ્રાંસી ઠાંસીને ભરેલે છે. આતી ઉપયૈાગિતા જોને તે શ્રીભાજસારે આના ભાષાંતર તરીકે ગીર્વાણુ ગિરામાં દ્રવ્યાનુયાગત ણા રચેલી છે. આ બંને પ્રથા મુદ્રિત છે. ૩ મેાગલ સમ્રાટ્ટ અકબરના સમકાલીન શ્રીહીરવિજય સૂરીશ્વરના સતાનીય પ્રકાણ્ડ પણ્ડિત શ્રીકૃપાવિજયના શિષ્યરત્ન ઉપાધ્યાય શ્રીમેઘવિજયની આ કૃતિ છે. પ્રધાનપણે મેવાણારસીય દિગંબર મતના ખડનરૂપ છે. એમાં દ્રવ્યગુણ પર્યાયના રાસની પેઠે શ્વેતાંબર અને દિગંબર એ અને સંપ્રદાયેાની કાલ સંબંધી સમગ્ર માન્યતાઓ વિચારપૂર્વક વર્ણવાયેલી છે અનેના કર્તા સમકાલીન છે ). આ ગ્રંથ · શ્રીઋષભદેવજી કેસરીમલજી' શ્વેતાંબર સંસ્થા ( રતલામ ) તરકથી ટુંક સમય ઉપર પ્રસિદ્ધ થયા છે. ૪ જુએ પૃ, ૬૦૮, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy