SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજાસ ] આહંત દર્શન દીપિકા. અને વલ્લભાચાર્ય આત્માનું સ્વરૂપ, જગની સત્યતા કે અસત્યતા ઈત્યાદિ કેટલીક સુદાની બાબતમાં શાંકર સિદ્ધાન્તથી જુદા પડે છે તે પણ કાલ-તત્ત્વ સ્વતંત્ર નથી એ બાબતમાં તે તેઓ બધા એકમત છે. બૌદ્ધ દશનનું સાહિત્ય વિશેષ જોવામાં આવ્યું નથી. જે કંઈ થોડુંક જોવામાં આવ્યું છે તે ઉપરથી અત્યારે એટલું જ કહી શકાય કે બૌદ્ધ મતમાં કાલને સ્વતંત્ર તત્ત્વ માનવામાં આવેલ નથી. જૈન દર્શનમાં સ્વતંત્ર કાલ–તત્વની માન્યતા અને અસ્વતંત્ર કાલ-તત્ત્વની માન્યતા એમ ઉભય સ્વીકારાઈ છે. જોકે વખત જતાં જૈન સાહિત્ય ભારતવર્ષના દરેક ભાગમાં ફેલાયું અને પુષ્ટ થતું ગયું તે પણ તેનાં ઉત્થાનનાં બીજ તે પરમાત્મા મહાવીરના શાસનની અપેક્ષાએ પૂર્વ દેશમાંના મગધ ” પ્રદેશમાં જ રોપાયેલાં સંભવે છે. ઉપર્યુક્ત વૈદિક છ દર્શનકારના સૂત્રકાર પણ મોટે ભાગે “ મગધની સમીપના “મિથિલા દેશમાં જ થયેલા. જૈન દર્શન અને વૈદિક દર્શનેની ક્ષેત્ર વિષયક જ સમાનતા છે એટલું જ નહિ કિન્ત કાલ પરત્વે -- પણ તેમજ છે. તેમની સમાન કાલીનતા પણ નિશ્ચિત છે. આ સમાન ક્ષેત્રતા અને સમાન કાલીનતાને પ્રભાવ જૈન સાહિત્યમાં ઉપલબ્ધ થતા કાલ-તત્ત્વ સંબંધી પૂર્વોક્ત બંને પક્ષેથી વધારે સ્પષ્ટ થાય છે. વેતાંબર પ્રાચીન સાહિત્યમાં ભગવતી ( શ ૨૫, ૩, ૪, સૂ. ૭૩૪), ઉત્તરાધ્યયન (અ, ૨૮, ગા. –૮), જીવાભિગમ, પ્રજ્ઞાપના (પ. ૧, સૂ. ૩) વગેરે આગમાં કાલ પરત્વે ઉપર્યુક્ત બંને પક્ષેને ઉલલેખ છે. દિગંબર પ્રાચીન સાહિત્યમાં પ્રવચનસાર ( અ. ૨, ગા. ૪૬-૪૭)માં સ્વતંત્ર કાલ-તત્ત્વને એક માત્ર પક્ષ છે. વેતાંબર મધ્યકાલીન સાહિત્યમાં વિશેષાવાયક ભાષ્ય (ગા. ૯૨૬ તેમજ ૨૦૬૮), ધર્મસંગ્રહણી (ગા. ૩ર), તાવાર્થ (અ. ૧, સે. ૩૮-૩૯)ની બૃહવૃત્તિ (પૃ. ૪૨૯-૪૩૨) વગેરેમાં ઉક્ત બંને પક્ષેને નિર્દેશ છે. દિગંબર મધ્યકાલીન સાહિત્યમાં સર્વાર્થસિદ્ધિ, તત્વાર્થરાજ પૃ. ૨૪૩-૪૪૪) ઈ. સ. ને ૧૧ મો સંકે વિશિષ્ટત રામાનુજાચાર્યત બ્રહ્મસૂત્ર-વિષ્ણુની પ્રધાનતા જન્મ ઇ. સ. ૧૯૧૭ મધ્યવર્તી ધરણનું બલદેવાચાર્યત , (ગેવિંદભાષ્ય) શ્રી ભાસ્કરાચાર્ય કૃત . સ. ૧૧ મે સિક શ્રીપતિકૃત શિવની પ્રધાનતા જન્મ ઇ. સ. ૧૭૭૨ ઇ. સ. ૧૨ મે સકે શ્રીમદ્વાચાર્યત (દ્વૈતમાષ્ય ) –વિષ્ણુની ,, જન્મ ઇ. સ. ૧૧૧૯ શુદ્ધાદ્વૈત શ્રીવલ્લભાચાર્ય કૃત (અણુભાષ્ય ) દ્વૈતાદ્વૈત શ્રીનિંબાકાચાર્ય કૃત ( વેદાન્ત પારિજાસૌરભ ) શ્રીશુકભગવત પાદાચાર્ય ( શુકભાષ્ય, સર્વ વેદાંત મીમાંસા ભાષ્ય અથવા ભાગવત ધર્મ ) દૂત on Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy