SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૨ અછવ-અધિકાર.' [ દ્વિતીય દર્શનમાં “કાલ” નામનું કોઈ સ્વતંત્ર તત્વ નથી. એ દર્શન અનુસાર કાલ એ એક પ્રાકૃતિક પરિણમન માત્ર છે. પ્રકૃતિ નિત્ય છતાં પરિણમનશીલ છે. આ સ્થળ અને સૂક્ષમ જડ જગત પ્રકૃતિને વિકાર માત્ર છે. વિકાર અને પરિણામની પરંપરા ઉપરથી જ વિશ્વગત સર્વ કાલસાધ્ય વ્યવહારની ઉપપત્તિ સાંખ્ય દર્શન કરી લે છે. એ હકીકત સાંખ્ય દર્શનના મૂળ સૂત્રમાંથી જ તરી આવે છે. યોગદશનના પ્રણેતા મહર્ષિ શ્રીપતંજલિએ પિતાનાં સૂત્રમાં કાલ-તત્વના સ્વરૂપ પર સ્વલ્પ પણ સૂચન કર્યું નથી, કિન્તુ એ દર્શનના પ્રામાણિક ભાગ્યકાર શ્રીવ્યાસ ઋષિએ ત્રીજા પાઠના બાવનમાં સૂત્રની વ્યાખ્યા કરતાં કાલ-તત્વનું સ્પષ્ટ સ્વરૂપ આલેખ્યું છે અને તે બરાબર ગદર્શનમાન્ય સાંખ્ય દર્શનના પ્રમેયને બંધબેસતું છે. તેઓ કહે છે કે મુહૂત, પ્રહર, દિવસ વગેરે લૌકિક કાલ-વ્યવહારે બુદ્ધિકૃત નાના મોટા વિભાગો ઉપર અવલંબેલા છે. ક્ષણ એ વાસ્તવિક છે, પણ તે મૂળ તત્વરૂપે નહિ; માત્ર કોઈ પણ મૂળ તત્ત્વના પરિણામરૂપે તે સત્ય છે. જે પરિણામને બુદ્ધિથી પણ બીજે વિભાગ ન થઈ શકે તેવા સૂક્ષ્માતિસૂક્ષમ પરિણામનું નામ “ક્ષણ છે. એ વાતને સ્પષ્ટ કરતાં તેઓ કથે છે કે એક પરમાણુને પિતાનું પ્રથમ ક્ષેત્ર છે બીજું ક્ષેત્ર પ્રાપ્ત કરવામાં જેટલો વખત વીતે છે તે જ વખતનું અર્થાત પરમાણુને પરિમાણ-દેશને અતિક્રમકરવામાં પસાર થતા વખતનું નામ “ક્ષણ છે. આ રીતે જોતાં ક્ષણ એ માત્ર ક્રિયાના અવિભાજ્ય અંશને સંકેત છે. યોગ દર્શનમાં સાંખ્ય દર્શનને સંમત જડ પ્રકૃતિ તવ જ ક્રિયાશીલ મનાયેલું છે. તેની ક્રિયાશીલતા સ્વાભાવિક તેને ક્રિયા કરવામાં અન્ય તત્વની અપેક્ષા નથી. તેથી યોગ દર્શન કે સાંખ્ય દર્શન ક્રિયાના નિમિત્ત-કારણ તરીકે વૈશેષિક દર્શનની પેઠે કાલ–તત્વને પ્રકૃતિથી ભિન્ન-સ્વતંત્ર સ્વીકારતું નથી, એ બાબત બરાબર સાબીત થાય છે. ઉત્તર મીમાંસા વેદાંત દર્શન યા પનિષદ દર્શનના નામથી પ્રસિદ્ધ છે. એના પ્રણેતા - મહર્ષિ શ્રીબાદરાયણે કઈ પણ સૂત્રમાં કાલ-તત્ત્વ પરત્વે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી, પણ એ દશ નના મુખ્ય વ્યાખ્યાકાર શંકરાચાર્યું માત્ર બ્રહને જ મૂળ અને સ્વતંત્ર તત્વ સ્વીકારી અન્ય સૂક્ષ્મ કે સ્થળ જડ જગતને માયિક અગર તે અવિદ્યાજનિત સાબીત કરેલ છે. તેથી જ શાંકર વેદાન્તને સિદ્ધાન્ત સંક્ષેપમાં એટલે જ છે કે “રહ્મ સત્ય ના વિધ્યા. * આ સિદ્ધાન્ત પ્રમાણે કેવળ કાલ જ નહિ, પણ આકાશ, પરમાણુએ તની સ્વતંત્રતા માટે પણ સ્થાન નથી. જોકે વેદાંત દર્શનના અન્ય વ્યાખ્યાકારે જેવા કે રામાનુજાચાર્ય, નિંબાકાચાર્ય, મદ્વાચાર્ય, ૧ “ યાત્રાઘારષ્યિ : ” –સાંખ્ય પ્રવચન (અ. ૨, સે. ૧૨ ). ૨ આ સંબંધમાં જુઓ હિંદતત્વજ્ઞાનનો ઇતિહાસ ( ઉત્તરાર્ધ, પૃ. ૧૪૭), રા. રા. નારાયણ શાસ્ત્રીના અંગ્રેજીમાં લખાયેલા લેખના ચિત્રમયજગત ( વ ૬, અં. ૧, પૃ ૩૬ )માં આપેલા અનુવાદ ઉપરથી તે નીચે મુજબની હકીકત ફલિત થાય છે – સમય ઇ. સ. પૂર્વે છો કે અત શંકરાચાર્યકૃત શારીરિક ભાષ્ય જન્મ ઇ. સ. પૂર્વે ૫૯ વિશિષ્ટાદ્વૈત વિજ્ઞાન મિશ્રકૃત બ્રહ્મસૂત્ર ભાષ્ય ઇ. સ. નો આઠમો સંકે શ્રીકંઠ શિવાયાયંત ઇ-શિવની પ્રધાનતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy