SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ત્રણ એટલે સાંખ્ય, ગ અને ઉત્તર મીમાંસાને સમાવેશ કરાય છે. પહેલા વર્ગને સ્વતંત્ર કાલવાદી અને બીજાને અસ્વતંત્રતાલવાદી તરીકે ઓળખાવીશું. * વૈશેષિક દર્શનના પ્રણેતા શ્રીકણાદ ત્રષિએ કાલ-તત્ત્વ સંબંધી ચાર સૂત્રે રચ્યાં છે. તેમાં પ્રથમ સૂત્રમાં કાલ–તત્વને સ્વતંત્ર સ્થાપિત કરવા તેમણે કેટલાંક લિંગે વર્ણવ્યાં છે. તેઓ કહે છે કે અમુક વ્યક્તિથી અમુક વ્યક્તિ જયેષ્ઠ છે અગર કનિષ્ઠ છે તેવી પ્રતાતિનું મુખ્ય કારણ તેમજ વિવિધ કાર્યોમાં થતી યૌગપા, ચિર અને ક્ષિપ્ર પ્રતીતિનું મુખ્ય કારણ કેઈ સ્વતંત્ર તત્ત્વ હોવું જોઈએ. આ સ્વતંત્ર તવ તે “કાલ” છે. પછીનાં ત્રણ સૂત્રમાં કાલ–તવને દ્રવ્ય, નિત્ય, એક અને સકળ કાર્યોના નિમિત્ત તરીકે ઓળખાવવામાં આવ્યું છે. ન્યાય દર્શનના પ્રણેતા શ્રીગતમ ત્રાષિએ કણદઋષિની પેઠે પિતાના પંચાધ્યાયી સૂત્રમાં કઈ પણ સ્થળે કાલ-તત્વને સિદ્ધ કરવા કે તેનું સ્વરૂપ દર્શાવવા કશે ઉલ્લેખ કર્યો નથી. તેનું કારણ એ છે કે એ ઋષિ પિતાના દર્શનમાં પ્રધાનપણે પ્રમાણની જ ચર્ચા કરે છે અને પ્રમેયની બાબતમાં વૈશેષિક દર્શનને અનુસરે છે, અ. ૨, આ. ૧, સૂ. ૨૩ માં દિશા અને કાલને નિમિત્તકારણરૂપે વર્ણવી કાલ-તવ પરત્વે પિતે વૈશેષિક માન્યતાને મળતા છે એમ તેમણે સૂચન કર્યું છે. પૂર્વ મીમાંસાના પ્રણેતા શ્રી મિનિ ઋષિએ પોતાનાં સૂત્રમાં કાલ–ત પરત્વે કશો ઉલ્લેખ કર્યો નથી. એનું કારણ એ છે કે તેમનું પ્રધાન ઉદ્દેશ્ય કર્મકાંડ સંબંધી વૈદિક મત્રેની વ્યવસ્થા કરવાનું છે. છતાં પૂર્વ મીમાંસાના પ્રામાણિક અને સમર્થ વ્યાખ્યાકાર પાર્થસાથે મિશ્રની શાસદીપિકા ઉપરની ટીકા નામે યુક્તિસ્નેહપ્રપૂરણ સિદ્ધાન્તચદ્રિકામાં પં. રામકૃષ્ણ કાલ-તત્વને અંગે મીમાંસક મત દર્શાવતાં વૈશેષિક દર્શનની જ માન્યતાને સ્વીકાર કર્યો છે. ફક્ત તેઓ એ દર્શનથી એટલી જ બાબતમાં જુદા પડે છે કે વૈશેષિકે કાલને પરોક્ષ માને છે, જ્યારે મીમાંસકે તેને પ્રત્યક્ષ માને છે. - સાંખ્ય દશનમાં સ્વતંત્ર અને મૂળ તત્ત્વ તરીકે કેવળ પ્રકૃતિ અને પુરુષને જ નિશ છે. આકાશદિશા અને મને પણ એ કશનમાં પ્રકૃતિના વિકારે મનાય છે. જેથી કરીને એ ૧ બીજા વર્ગમાં સાંખ્ય સાથે યોગને રાખવાનું કારણ એ છે કે યોગ દર્શન સાંખ્ય દર્શનનાં જ પ્રમેય સ્વીકારે છે. તે બંને વચ્ચે જે ભેદ છે તે કેવળ ઉપાસના અને જ્ઞાનની ગૌણ-પધાનતા પરત્વે છે. ઉત્તર મીમાંસા રે કે સાંખ્ય દર્શનથી આત્મા વગેરે પ્રમેયની બાબતમાં તદન જુદું પડે છે. છતાં કાલની માન્યતામાં તે બંને એક છે. ૨ આ રહ્યાં એ વિશેષિક દર્શન (અધ્યાય ૨, આહુનિક ૨ )નાં ચાર સૂવે – " अपरस्मिन्नपरं युगपश्चिरं क्षिमिति काललिकानि ।। द्रव्यत्वनित्यत्वे वायुना व्याख्याते । ७ । तवं भावेन । ८। नित्येष्वभावादनित्येषु भावात कारणे દાદાજીત ૫ ૧ ! ” ૩ ચૌખમ્બા સિરિઝ (પૃ. ૨૫૪)માં આ રહ્યું એ સૂત્ર – વિરાજાશાશકશે પ્રણામ !” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy