SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ–અધિકાર. [ દ્વિતીય કાલનું’ પ્રકરણ આપણે આ પ્રમાણે પૂર્ણ કરીએ તે પૂર્વે ૫. સુખલાલ સંઘવીના 'ભારતીય દેનાની કાળતત્ત્વ સધી માન્યતા ' નામના લેખમાંથી મનનીય ૫ક્તિઓ ઉષ્કૃત કરવી આવશ્યક સમજાય છે, કેમકે આ લેખ દ્વારા કાળના સબંધમાં આર્ચાના વિચાર પ્રાચીન સમયમાં કેવા હતા અને તેમાં વખત જતાં કેવુ અને કૈટલું પરિવર્તન થયું તે જાણી શકાય તેમ છે. આ વિચાર્યા બાદ જૈન માન્યતાઓના સમન્વયના પણ ઘેાડા ઘણા ઊડાપેાહ કરીશું. ૨૯૦ " એક જ ક્ષેત્ર કે દેશની અ ંદર જુદે જુદે વખતે તેમજ ભિન્ન ભિન્ન દેશેામાં એક જ વખતે ઋતુ-ભેદ અને કાર્ય -ભેદ દેખાય છે. આ દેખાતાં પ્રાકૃતિક સ્થૂળ અને સૂક્ષ્મ એ બધાં પરિવતના માત્ર તાપ–ક્રમની ચૂનાધિકતા અને વાતાવરણની–હવાપાણીની ભિન્નતા ઉપર જ અવલબેલાં નથી, પણ તેનુ કઇ ખાસ કારણ ડાવું જોઇએ. એનું કારણુ માન્યા સિવાય પ્રાચીન કાળના લેાકેાની બુદ્ધિ પરિવત નાના ખુલાસા કરી શકતી નહિ અને તેથી જ જૂના જમાનામાં કાલ-તત્ત્વ ઉપર વિચાર થવા લાગ્યા એમ આ લેખક મહાશય જણાવે છે. ભારતીય દર્શીનના ( ૧ ) વૈશ્વિક, ( ૨ ) ૌદ્ધ અને ( ૩ ) જૈન એમ ત્રણ વિભાગેા પાડી શકાય છે. તેમાં વૈદિક સાહિત્યના મૂળ આધાર વેદો અને ઉપનિષદો છે. વેદો અને ઉપનિષદોમાં તત્ત્વ-વિચારણાનાં છૂટાં છવાયાં બીજ છે, પરંતુ તેમાં એ વિચારણાઓએ સ્પષ્ટ, ક્રમબદ્ધ અને સયુક્તિક દનાનું રૂપ પ્રાપ્ત કર્યું" નથી; તેથી જ કાલ-તત્ત્વને લગતી ચાક્કસ માન્યતાઓ આમાંથી મળતી નથી.ર્ આ માટે દશન-કાળ તરફ વળવું જોઈએ અને દાર્શનિક સાહિત્ય તપાસવું જોઇએ. વૈશ્વિક દર્શનના સ્થૂલ રીતે છ વિભાગેા પાડવામાં આવે છેઃ-( ૧ ) વૈશેષિક, ( ૨ ) ન્યાય, ( ૩ ) સાંખ્ય, ( ૪ ) યાગ, ( ૫ ) પૂર્વ સીમાંસા અને ( ૬ ) ઉત્તરમીમાંસા, કાલ-તત્ત્વની માન્યતાને સ્પષ્ટ સમજવા માટે આ છ દર્શનેને બે વર્ગામાં વહેંચવા જરૂરી જણાય છે. પ્રથમ વર્ગમાં વૈશેષિક, ન્યાય અને પૂર્વ સીમાંસા' અને બીજા વર્ગીમાં બાકીનાં ૧ આ લેખ પુરાતત્ત્વ ( વ ૧, અ. ૧, પૃ. ૧૮-૨૪ )માં છપાયેલા છે. • ૨ કાલ શબ્દના પ્રયાગ માટે ઉપનિષદ્ વાક્ય કેાશ જોવાથી કૌશીતિક, છાંદાગ્ય, બૃહદારણ્યક, શ્વેતાન્ધતર, મૈત્રિ વગેરે ઉપનિષદામાં અનેક સ્થળે પ્રસંગે પ્રસંગે કાલ શબ્દને ઉલ્લેખ થયેલા જણાશે, પરંતુ એ પ્રસ ંગેા વાંચનાર અને વિચારનાર આ મતને મળતા થશે. ૩ પૂર્વ મીમાંસા દર્શન કર્મકાંડ વિષયક વૈદિક તિઓની વ્યવસ્થા અને ઉપપત્તિ કરતુ` હોવાથી તે જ્ઞાનપ્રધાન ઉત્તરમીમાંસા ( વેદાંતદન )ના મા સરલ કરે છે. એથી કરીને તમે એનું પૂર્વાંગ ચાને નિકટવર્તી દન ગણાય છે. બાકી પ્રમેયની બાબતમાં તેા એ બે વચ્ચે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જેટલુ અંતર છે. જેમકે પૂર્વમીમાંસા આત્માનુ અનેકત્વ સ્વીકારે છે, પરમાણુ વગેરે જડ દ્રવ્યાને સ્વતંત્ર માને છે, એક્ષમાં નૈયાયિકાની પેઠે બુદ્ધિ વગેરે ગુણાને નાશ અને આના અભાવ માને છે, ત્યારે ઉત્તર મીમાંસા પ્રધાનપણે એક જ આત્મા અગર બ્રહ્મને વાસ્તવિક સ્વીકારી, તે સિવાયના સમસ્ત પ્રમેયેશને માયિક ગણે છે અને મેક્ષમાં અખંડ આનંદ માને છે. પૂર્વ` મીમાંસા પ્રમેયોની બાબતમાં વૈશેષિક અને ન્યાય દર્શીનને જ પ્રધાનપણે અનુસરે છે દાખલા તરીકે તપાસે તેની ઇન્દ્રિય સબંધી માન્યતા. જુએ આ સંબંધમાં જેમિનિસૂત્ર ( અ. 1, પૃા. ૧, અધિ. ૪, સૂ. ૪ )ની શાદીપિકાનું ૩૫ મુ` પૃષ્ઠ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy