________________
ઉલાસ ] આહંત દર્શન દીપિકા.
૫૮૩ ૩૦ ચંદ્રમુહૂર્ત યાને ૬૦ ઘડી એટલે છે. ચંદ્ર-દિવસનું બીજું નામ “તિથિ છે અને તે ૨૦૧૬ ચંદ્રમુહૂર્ત જેટલી છે. તિથિને આધાર ચંદ્રના ક્ષય અને એની વૃદ્ધિ ઉપર રહેલો છે. અમુક સ્થાનમાં સૂર્યનું પ્રથમ દર્શન તે “ ઉદય” છે અને તેનું અદશન તે “અસ્ત” છે. સૂર્યના ઉદયથી તે અસ્ત સુધીની તેની કિયાથી દિવસને વ્યવહાર કરાય છે, જ્યારે એના અસ્તથી તે ઉદય સુધીની ક્રિયાથી રાત્રિને વ્યવહાર કરાય છે. દિન-રાત્રિને ત્રીસમો ભાગ તે મુહૂર્ત છે. અને પંદર દિન રાત્રિ એ “પક્ષ યાને “પખવાયું” કહેવાય છે. એક પખવાડિયામાં સૂર્ય સંબંધી ૧૫ દિન અને ૧૫ રાત્રિ આવે છે. તેમાં પંદર દિનનાં નામો જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ (સૂ. ૧૫ર)માં નીચે મુજબ આપેલાં છે –
(૧) પૂર્વાગ, (૨) સિદ્ધમરમ, (૩) મનહર, (૪) યશોભદ્ર, (૫) યશધર, ( ૬ ) સર્વકામસમૃદ્ધ, (૭) ઇન્દ્રમૂર્ધાભિષિક્ત, (૮) સૌમનસ, (૯) ધનંજય, (૧૦) અર્થસિદ્ધ, (૧૧) અભિજાત, (૧૨) અત્યશન, (૧૩) શતં જય, (૧૪) અનિવેમ અને (૧૫) ઉપશમાં
જેમ આ ચતુષ્મહરાત્મક દિનનાં વિવિધ નામે છે તેમ ચતુબહરાત્મક પંદર રાત્રિનાં, નામ નીચે મુજબ છે –
(૧) ઉત્તમ, (૨) સુનક્ષત્રા, (૩) એલાપત્યા, (૪) યશોધરા, (૫) સૌમનસા, (૬) શ્રીસં. ભૂતા, (૭) વિજયા, (૮) વૈજયંતી, (૯) જયંતી, (૧૦) અપરાજિતા, (૧૧) ઈચ્છા, (૧૨) સમાહારા, (૧૩) તેજા, (૧૪) અતિતેજા અને (૧૫) દેવાનંદા, દેવાનંદાનું બીજું નામ “નિરતિ પણ છે.
આ પ્રમાણે આપણે સૂર્ય-દિન અને સૂર્ય–રાત્રિનાં નામે ઉલ્લેખ કર્યો. હવે દિન-તિથિ અને રાત્રિ-તિથિનાં નામો જોઈ લઈએ. તેમાં દિન-તિથિનાં નામે નીચે મુજબ છે –
(૧) નંદા, (૨) ભદ્રા, (૩) જયા, (૪) *તુચ્છા અને પૂર્ણ.
રાત્રિ-તિથિનાં નામે અનુક્રમે (૧) ઉગ્રવતી, (૨) ભગવતી, (૩) યશોમતી, (૪) સર્વસદ્ધા અને (૫) શુભનામા છે.
અત્ર કેઈ પ્રશ્ન કરે કે દિન-તિથિ અને રાત્રિ-તિથિની સંખ્યા તે પંદર પંદરની છે છતાં અત્ર પાંચ પાંચ નામે જ કેમ આપ્યાં છે તે તેને ઉત્તર એ છે કે એકમને દિવસે જે તિથિ છે એ જ નામવાળી તિથિ છઠને દિવસે તેમજ અગ્યારસને દિવસે પણ છે એટલે કે એકના એક નામવાળી તિથિ પખવાડિયામાં ત્રણ ત્રણ છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે એકમ, છઠ અને અગ્યારસને દિવસે દિન-તિથિ “નંદા અને રાત્રિ-તિથિ ‘ઉગ્રવતી' જાણવી. એ પ્રમાણે પાંચ પાંચ દિવસને અંતરે તેની તે તિથિ સમજવી.
૧-૩ તિકડકની શ્રીમલયગિરિરિકૃત વૃત્તિના ૬૦ મા પત્રમાં આને બદલે સર્વકર્મસમૃદ્ધ', “અગ્નિવય ' અને “સૌમનસી ' એ નામ છે.
૪ આનું બીજું નામ “ રિક્તા' પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org