SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૨ અછવઅધિકાર | [ દિતીય અર્થાત સમય, આવલિકા, મુહૂત, દિવસ, પખવાડિયું, મહિને, વર્ષ, પપમ, સાગરોપમ, ઉત્સર્પિણી અને અવસર્પિણી ( તેમજ કાલ-ચક) એ સર્વ વ્યાવહારિક કાલ છે. સમય પરત્વે તો પરમા પૃષ્ઠમાં આપણે વિચાર કરી ગયા છીએ. છતાં અહીં એના સંબંધમાં એટલું ઉમેરીશું કે કઈ સશક્ત યુવક પિતાના સંપૂર્ણ સામર્થ્ય વડે ભાલાની તીવ્ર અણી વડે કમળનાં સે પત્રને ભેદે તે ઉપલક દષ્ટિએ એમ લાગે કે એક સામટાં બધાં પત્રો તેણે વધ્યાં, પરંતુ વાસ્તવિક રીતે એક પત્રને ભેદીને ભાલાની અણી દ્વારા બીજુ પત્ર તે ભેટે તેટલામાં અસંખ્યાત સમય પસાર થઈ જાય છે. આ સંબંધમાં બીજું કશું વસ્ત્રનું ઉદાહરણ આપી શકાય છે. જેમકે એક તદન જીણું શીર્ણ વસ્ત્રને ફાડતી વેળા તે ઝટ ફાટી ગયું એવી સામાન્ય માન્યતા છે, પરંતુ ખરી રીતે તે એકેક તાંતણુને તુટતાં અસંખ્યાત સમયે વીતી જાય છે. વિશેષ શું કહેવું ? આંખને એક પલકારે થાય એટલામાં પણ અસંખ્યાત ને પસાર થઈ જાય છે. વળી સર્વજ્ઞ સમયના સ્વરૂપના જાણકાર હોવા છતાં તેને નિદેશ રવા અસમર્થ છે, કેમકે આટલે વખત તે સમય કહેવાય એટલું તેઓ કહે તેટલામાં પણ અસંખ્ય સમય પસાર થઈ જાય. આ ઉપરથી સમય કેટલે સૂક્ષ્મતમ છે તે સમજાયું હશે. તાવિક દષ્ટિ અનુસાર જે સમયની વ્યાખ્યા તત્વાર્થ (અ. ૪, સૂ. ૧૫)ના ભાગ્ય (પૃ. ૨૯૨)માં નીચે મુજબ મળી આવે છે તે મનનીય છે – “परमसूक्ष्मक्रियस्य सर्वजघन्यगतिपरिणतस्य परमाणोः स्वावगाहनक्षेत्रव्यतिक्रमकाल: समय इत्युच्यते परमदुरधिगमोऽनिर्देश्यः ।" અસંખ્ય સમયે મળીને એક આવલિકા થાય છે. ૧, ૬૭, ૭૭, ૨૧૬ આવલિકા મળીને એક ચંદ્ર-મુહૂર્ત થાય છે. આથી મુહૂર્તાના સંબંધમાં એ વાતને ઉલ્લેખ કરે પ્રસ્તુત સમજાય છે કે એના બે પ્રકારે છેઃ-(૧) ચંદ્ર મુહૂર્ત અને (૨) સૂર્ય-મુહૂર્ત. આ પ્રમાણે મુહૂતના બે પ્રકારે પડે તેમાં આશ્ચર્ય જેવું કશું નથી, કેમકે વ્યાવહારિક કાલની ગણના સૂર્ય અને ચંદ્રની ગતિને આભારી છે. ૧૩ ચંદ્ર-મુહૂર્ત મળીને એક સૂર્ય—મુહૂત થાય છે અને ૩૦ ચંદ્ર-મુહૂત મળીને એક સૂર્યદિવસ થાય છે. આ ત્રીસ મુહર્તોનાં જુદાં જુદાં નામે છે અને સૂર્યોદયથી માંને તે નીચે મુજબ છે – (૧) રુક, (૨) શ્રેયસ, (૩) મિત્ર, (૪) વાયુ, (૫) સુમીત, (૬) અભિચંદ્ર, (૭) મહેન્દ્ર, (૮) બલવાન, (૯) પક્ષમ, (૧૦) બહુસત્યક, (૧૧) ઐશાન, (૧૨) તસ્થ, (૧૩) ભાવિતાત્મન, (૧૪) વૈશ્રવણ, (૧૫) વારુણ, (૧૬) આનંદ, (૧૭) વિજય, (૧૮) વિશ્વસેનક, (૧૯) પ્રાજાપત્ય, (૨૦) ઉપશમ, (૨૧) ગંધર્વ, (૨૨) અગ્નિવેશ્યક, (૨૩) શતવૃષભ, (૨૪) આતાવાન, (૨૫) અમમ, (૨૬) અરુણવાનું, (૨૭) ભીમ, (૨૮) અષભ, (૨૯) સર્વાર્થ અને (૩૦) રાક્ષસ. સૂર્યમુહૂતને વ્યવહાર જગતમાં પ્રચલિત નથી, લોકિક તેમજ લોકોત્તર ગણનામાં પણ પ્રચલિત વ્યવહાર તે ચંદ્રમુહૂતને જ છે. મુહૂર્તની પેઠે દિવસના પણ બે પ્રકાર છેઃ-(૧) સૂર્ય-દિવસ અને (૨) ચંદ્ર-દિવસ, સૂર્ય-દિવસનું બીજું નામ “અહોરાત્ર છે અને તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy