SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ અછવ–અધિકાર, [ દિતીય પંદર અહોરાત્રનું એક “સૂર્ય-પક્ષ કહેવાય છે, જ્યારે પંદર તિથિઓનું એક “ચંદ્ર-પક્ષ કહેવાય છે, પરંતુ લોક-વ્યવહાર પ્રમાણે પખવાડિયાથી ચંદ્ર-પક્ષ સમજવામાં આવે છે. બહુલ પક્ષ અને શુક્લ પક્ષ એમ બે પક્ષો છે. પાંચ પ્રકારના મહિના– બે પક્ષ મળીને એક માસ યાને મહિને થાય છે અને તેના પાંચ પ્રકારે છે–(૧) ૩૦ અહોરાત્રને એક સાવનમાસ, તુમાસ યાને કમરમાસ; (૨) ૩. અહેરાત્રને એક સૂર્યમાસ; (૩) ૨૯ અહોરાત્રને યાને ૩૦ તિથિને એક ચાંદ્રમાસ; () ૨ અહોરાત્રને એક નક્ષત્રમાસ; અને (૫) ૩૧; અહોરાત્રને એક અભિવર્ધિતમાસ. લેક-વ્યવહારમાં ચાંદ્ર-માસ પ્રચલિત છે. છ સૂર્યમાસનું યાને ૧૮૩ અહેરાવનું એક “સૂર્યાયન થાય છે. તે દક્ષિણાયન અને ઉત્તરાયણ એમ બે જાતનું છે. ૧૩૨ અહોરાત્રનું એક “ચંદ્રાયન થાય છે, પરંતુ લેકમાં સૂર્યાયન વિશેષ પ્રચલિત છે. બાર માસનું એક વર્ષ થાય છે. આનાં નામે લૌકિક અને લેત્તર એમ બે પ્રકારનાં છે. તેમાં શ્રાવણ, ભાદ્રપદ, આશ્વયુજ (આશ્વિન), કાતિક, માર્ગશીર્ષ, પોષ, માઘ, ફાલ્ગન, ચૈત્ર, વૈશાખ, જયેક અને આષાઢ એ લૌકિક નામ છે, જ્યારે અભિનંદિત, પ્રતિષ્ઠિત, વિજય, પ્રીતિવર્ધન, શ્રેયાન, શિવ, શિશિર, હિમવાન, વસંત, કુસુમસંભવ, નિદાઘ અને વનવિરહ એ અનુક્રમે શ્રાવણાદિનાં કેન્સર નામે છે. જુઓ જંબુદ્વીપપ્રાપ્તિ (સ. ૧૫૨). વર્ષના પાંચ પ્રકારે– જેમ માસના પાંચ પ્રકારે પડે છે તેમ પ્રત્યેક માસથી બાર ગુણા એવા વર્ષના પાંચ પ્રકારે છે–(૧) ૩૬૦ અહોરાત્રનું એક સાવન વર્ષ, ઋતુવર્ષ યાને કર્મવર્ષ (૨) ૩૬૬ અહોરાત્રનું એક સરવર્ષ, (૩) ૩૫૪ અહોરાત્રનું એક ચાંદ્રવર્ષ, (૪) ૩૨૧ અહારાત્રનું એક નક્ષત્ર, અને (૫) ૩૮૩૪ અહેરાત્રનું એક અભિવર્ધિત વર્ષ. અભિવધિત વર્ષમાં તેર ચાંદ્ર-માસ આવે છે. પાંચ વર્ષ–ચાંદ્ર, ચાંદ્ર, અભિવર્ધિત, ચાંદ્ર અને અભિવર્ધિત નામવાળા એમ પાંચ સંવત્સરે મળીને એક “યુગ થાય છે. બધા મળીને આના ૧૯૩૦ અહેરાત્ર એટલે પાંચ સૌરવર્ષ થાય છે. વીસ યુગ મળીને એક વર્ષશત, દશ વર્ષશત મળીને એક વર્ષ સહસ અને સે વર્ષ સહસ મળીને એક લાખ વર્ષ થાય છે. ૧ અંધકારની બદ્દલતા હોવાથી આ નામ સાર્થક છે. લોકમાં અને કૃષ્ણ પક્ષ' કહેવામાં આવે છે. ૨ ગેસ્નાથી ધવલિત હોવાથી આ નામ ચરિતાર્થ થાય છે. ૩-૪ જયોતિષ્કરડકની ટીકાના ૫૯ મા પત્રમાં પ્રતિક અને હેમવાન એવાં નામ સૂચવાયાં છે. જ્યારે ઉપર આપેલાં નામે જ બળીપની શ્રીશાન્તિચન્દ્રકત વૃત્તિ અનુસાર છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy