________________
ઉલ્લાસ ]
આત દર્શન દીપિકા. અર્થાત્ પિતાના જાતિત્વને ત્યાગ કર્યા વિના-મૂળ સ્વરૂપને કાયમ રાખવા પૂર્વક પરિસ્પદ કે અપરિસ્પરૂપ પ્રગથી ઉત્પન થયેલ દ્રવ્યના પર્યાયને પરિણામ કહેવામાં આવે છે. અથવા પ્રયોગ અને વિશ્વસા દ્વારા ઉત્પન્ન થતી નવીનતા અને પુરાતનતારૂપ દ્રવ્યની પરિણંતિ પરિણામ” કહેવાય છે.
આ ઉપરથી ફલિત થાય છે કે પ્રયત્નથી, સ્વભાવથી કે ઉભયથી દ્રવ્યમાં જે નવાપણું અને જુનાપણું ઉત્પન્ન થાય છે તે પરિણમનને પરિણામ” કહેવામાં આવે છે. આ પ્રમાણે દ્રવ્યમાં જીર્ણતા મટીને ઉદભવતી મૂનારૂપ અને નૂતનતા મટીને ઉદભવતી પુરાતન તારૂપ પરવૃત્તિ તે પર્યાય' કહેવાય છે, કેમકે કઈ પણ દ્રવ્ય સદૈવ જૂનું કે નવું રહેતું નથી. '
આ પર્યાય પિતાની જાતિને ત્યાગ કર્યા વિનાને અને દ્રવ્યના પરિસ્પદ કે અપરિસ્પંદરૂપ છે, આ પરિણામરૂપ પર્યાય પૂર્વ અવસ્થાની નિવૃત્તિરૂપ અને ઉત્તર અવસ્થાની ઉત્પત્તિરૂપ છે. આ પરિણામ જીવમાં જ્ઞાનાદિ અને ક્રોધાદિરૂપ છે; પુદગલમાં કૃષ્ણ, પીત વગેરે વર્ણાદિરૂપ છે, અને ધમસ્તિકાયાદિ દ્રવ્યમાં અગુરુલઘુ ગુણની વધઘટરૂપ છે. ક્રિયાનું લક્ષણ–
अनवस्थितादिकार्थानां भूतत्व-वर्तमानत्व-भविष्यत्व-विशिष्टचेष्टाવિરોવરā જિયારા અક્ષણમ્ (૨૨૨) અર્થાત અનવસ્થિત વગેરે પદાર્થોની ભૂત કાળમાં થયેલી, વર્તમાન કાળમાં થતી અને ભવિષ્ય કાળમાં થનારી ચેષ્ટાને “ક્રિયા ” કહેવામાં આવે છે. આ અર્થ કાલ-લોકપ્રકાશ અનુસાર સમજ. તત્ત્વાર્થ (અ, ૫, સૂ. ૨૨)ના ભાષ્ય (પૃ. ૩૫૨) પ્રમાણે તે કિયાને અર્થ “ગતિ” છે. અત્ર ગતિથી દ્રવ્યેની પોતપોતાની પ્રવૃત્તિને વિષે ગમન એ અર્થ કરવાથી વિશ્વ માટે સ્થાન રહેતું નથી. ક્રિયાને અર્થ “પરિસ્પદ ” પણ સૂચવાય છે.
તત્ત્વાર્થભાષ્ય (પૃ. ૩૫૨)માં સૂચવ્યા મુજબ ક્રિયાને અર્થ ગતિ સ્વીકારી આ ગ્રંથકાર તેના ભાગ્યમાં નિતેશ કર્યા મુજબ (૧) પ્રગ-ગતિ, (૨) વિસસા-ગતિ અને (૩) મિશ્રગતિ એમ ત્રણ પ્રકારે પાડે છે. આ રહ્યા તેમના શબ્દોઃ
गतिस्त्रेधा, प्रयोग-वित्रसा-मिश्रभेदात् । આ ત્રણ પ્રકારની ગતિઓનું સ્વરૂપ ધ્યાનમાં આવે તે માટે આપણે એનાં ગ્રંથકારકૃત લક્ષણે વિચારીએ. તેમાં પ્રયોગ-ગતિનું લક્ષણ એ છે કે
૧ ગતિ-પરિણતિના બળને લઇને પુદ્ગલ એક જ સમયમાં એક લેકાંતથી બીજા જ કાંત સુધી જઈ શકે છે.
78
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org