SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૭ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા, જીવાદિથી થતે ઉપકાર– જીવ એક એકના ઉપર સ્વામી, સેવક ઇત્યાદિ રૂપે ઉપકાર કરે છે, પરંતુ અજીવ ઉપર એ કશે ઉપકાર કરતો નથી. તે કઈ પણ અજીવ-દ્રવ્યના કામમાં આવતો નથી, જ્યારે પાંચે અજીવ દ્રવ્ય જીવના ઉપયોગમાં આવે છે એટલે તેઓ તે જીવના ઉપકારી છે. ધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલેના ઉપર તેમને ગતિ કરવામાં સહાયક બની ઉપકાર કરે છે, જ્યારે અધર્માસ્તિકાય તેમને સ્થિતિ કરવામાં મદદગાર બની ઉપકાર કરે છે. આકાશ છવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને પુદ્ગલેને અવગાહના દ્વારા ઉપકૃત યુગલ એ પિતાના પરિણામરૂપ શરીર, ભાષા, મન, પ્રાણ, અપાન, સુખ, દુઃખ, જીવન અને મરણ દ્વારા જીવ ઉપર ઉપકાર કરે છે. કાલ એ વર્તન, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ દ્વારા જીવાદિ ઉપર ઉપકાર કરે છે. આ ઉપરથી આપણે પ્રત્યેક દ્રવ્યનું શું શું કાર્ય છે તે જાણી શકીએ છીએ. જેમકે જગતમાં ગતિશીલ અને ગતિપૂર્વક સ્થિતિશીલ એવા જીવ અને અજીવ એવા જે બે જ પદાર્થો છે તેની ગતિ અને સ્થિતિમાં અનુક્રમે નિમિત્ત થવું એ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું કાર્ય છે. ધર્મ, અધર્મ, જીવ અને પુદગલ એ ચારેને પોતાનામાં સ્થાન આપવું--અવકાશ આપવામાં નિમિત્ત થવું એ આકાશનું કાર્ય છે ( જ્યારે અવકાશ મેળવે એ ધર્માદિનું કાર્ય છે). શરીર, વાણી વગેરે અનેક પદગલિક કાર્યો પૈકી કેટલાંક એવા છે કે જે દ્વારા જીવના ઉપર અનુગ્રહ થાય છે કે તેને નિગ્રહ થાય છે. જોકે વતન વગેરે કાર્યો યથાસંભવ ધર્માસ્તિકાયાદિનાં છે, છતાં પણ એ સર્વમાં નિમિત્ત થવાનું કાર્ય કાલનું છે એટલે વર્તનાદિનું કાલના ઉપકાર તરીકે અત્ર સૂચન કરાયું છે. આ પ્રમાણે જ્યારે પ્રત્યેક દ્રવ્યનું કાર્ય પ્રતિનિયત અને વિશિષ્ટ છે તે તે તે કાર્ય દ્વારા પણ તે તે દ્રવ્યનું લક્ષણ દર્શાવી શકાય છે. તાવાર્થ (અ. ૫, સૂ. ૧૭-૨૨)માં આ માર્ગ ગ્રહણ કરાય છે, એ હકીકત એનાં નીચે મુજબનાં સૂત્રો કહી આપે છે – અતિથિજુદો ઘણોના / મારાહ્યાવકા. શારીवाङ्मनःप्राणापानाः पुद्गलानाम् । सुखदुःखजीवितमरणोपग्रहाश्च । परस्परोपग्रहो जीवानाम् । वर्तना परिणामः क्रिया परत्वापरत्वे च कालस्य ।' હજી આપણે ધર્માસ્તિકાયાદિ પરત્વે વિશેષ વિચાર કરીએ તે પૂર્વે પુદગલાદિનાં કાર્યોનું સ્વરૂપ જોઈ લઈએ. તેમાં શરીર અને મન સંબંધી ઘણું ખરું કહેવાઈ ગયું છે. અહીં તે ફક્ત એટલે નિર્દેશ કરીશું કે દારિકાદિ બધાં શરીરે પુગલનાં બનેલાં છે. કાર્પણ શરીર અતીન્દ્રિય છે તેપણ જેમ જલાદિના સંબંધથી ધાન્યાદિને પાક તૈયાર થાય છે તેમ દારિકાદિ મૃત દ્રવ્યના સંબંધથી કામણ શરીર સુખ-દુઃખાદિ વિપાક આપે છે એટલે એ પણ પગલિક જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy