________________
ઉલાસ ]
આહંત દર્શન દીપિકા.
૫૬ ૩’
વળી સિદ્ધોની અવગાહના એક સરખી નથી અર્થાત્ એક હાથે અને આઠ આંગળથી માંને તે ૩૩૩ ધનુષ્ય, ૧ હાથ અને આઠ આંગળ જેટલી તેમાં તરતમતા રહેલી છે. એ ઉપરથો એમ શંકા ઉદ્દભવે કે પ્રત્યેક સિદ્ધના આત્મ–પ્રદેશની સંખ્યા તુલ્ય માનવા જતાં તે પ્રદેશનું પરિમાણ અનિયત જણાય છે. અને જે તેને નિયત માનવું હોય તો પુદગલના પ્રદેશોના આધારક્ષેત્ર માટે જેવી વિચિત્રતા સ્વીકારાઈ છે તેવી અત્ર સ્વીકારવી પડશે–અર્થાત કે જીવને એક આત્મ-પ્રદેશ એક આકાશ-પ્રદેશમાં સ્થિત છે તે કઈક તે બે આકાશ-પ્રદેશમાં અને કેઈક તે વળી ત્રણ એમ વધતાં વધતાં અસંખ્યાત આકાશ-પ્રદેશમાં.
આ પ્રમાણેની શંકાઓને સર્વશે સવિસ્તર ઉત્તર આપવાનું અન્ન શક્ય નથી એટલે ટૂંકમાં તેનું સમાધાન સૂચવીશું. કઈ પણ જીવના પ્રદેશની સંખ્યા કાકાશ, ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાયના પ્રદેશો જેટલી જ અસંખ્યાત હોવાથી પ્રતિનિયત છે એટલે એ સંખ્યામાં વધઘટ સંભવતી જ નથી. અત્ર અસંખ્યાતના નવ પ્રકારમાંથી કર્યો પ્રકાર સમજે તે વિષે કઈ સ્પષ્ટ ઉલ્લેખ જણાતું નથી. ચેથા કર્મગ્રન્થની ગા. ૮૧-૮૩ વિચારતાં તે નવમું અસંખ્યાત તે નથી જ, પરંતુ એનાથી કેઈ ઉતરતું અસંખ્યાત હોવાનું સૂચન થાય છે. હવે પ્રદેશના પરિમાણને વિચાર કર રહ્યો. તેમાં પ્રદેશનું લક્ષણ પરમાણુની સર્વ સૂક્ષ્મ આપેક્ષિક અવગાહના છે એમ તત્ત્વાર્થભાગ્ય (પૃ. ૩૨૯)માં સૂચવાયું છે. સંસારી જીવના કામણગને લઈને પ્રદેશની અવગાહનામાં ફરક પડે છે. સિદ્ધના જીની પ્રદેશની અવગાહનાને આધારે તે પૂર્વ ભવના માનષિક શરીરની અવગાહના ઉપર રહેલો છે એટલે કે એની અવગાહના એનાથી ત્રીજે ભાગે હીન હોય છે, કેમકે મનુષ્ય-શરીરમાં ત્રીજે ભાગે પોલાણ છે. એને ચોગને નિષેધ કરી મુક્તિએ જતી વેળા આત્મપ્રદેશ દ્વારા પૂરી દેવામાં આવે છે. આનાથી પ્રદેશની ઓછી અવગાહના કરવાનું સામર્થ્ય અનંત વીર્યશાળી કેવલીમાં પણ નથી. એટલે આ અવગાહનાથી ઓછી અવગાહના સિદ્ધ દશામાં હોય જ નહિ. આનાથી વિશેષ અવગાહના કરવા માટે કઈ પ્રયોજન નથી એટલે આ અવગાહના કાયમ રહે છે. આથી સમજાય છે કે સિદ્ધની અવગાહના પૂર્વ પૂર્વ શરીરની અવગાહનાથી રે હોવાથી સર્વ સિદ્ધોની અવગાહના એક સરખી સંભવતી નથી.
આપણે ૫૬૦ મા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ પુદ્ગલના પ્રદેશની સંખ્યા જેટલી જ એના આધાર-ક્ષેત્રના પ્રદેશની સંખ્યા હોવી જ જોઈએ એ નિયમ નથી. ઉલટું અનંતાનંત પરમાણુઓની કે એને બનેલ કંધની અવગાહના એક પ્રદેશ જેટલી પણ સંભવે છે. આ પ્રમાણે વિચારતા તે જીવના અવગાહના-ક્ષેત્રના પ્રદેશોની સંખ્યામાં વધઘટ થતાં જીવના પ્રદેશની સંખ્યા કાયમ ન રહી શકે એમ કહેવાય તેમ જણાતું નથી.
વિશેષમાં જીવ વસ્તુતઃ તે અમૂર્ત જ છે, પરંતુ કમના સંબંધની દષ્ટિએ તે મૂત છે. એટલે કે પ્રત્યેક જીવના પ્રદેશોની સંખ્યા તુલ્ય હોવા છતાં કમરૂપ ઉપાધિ આશ્રીને તેની અવ ગહનામાં ભિન્નતા ઉપસ્થિત થાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે તુલ્ય પ્રદેશવાળા એક જીવદ્રવ્યના પરિમાણમાં કાલ-ભેદથી જે ન્યૂનાધિકતા જણાય છે અથવા જુદા જુદા જીવ-
દ્રનાં પરિમાણમાં એક જ સમયમાં જે જૂનાધિકતા દષ્ટિગોચર થાય છે તેનું કારણે અનાદિ કાળથી જીવની સાથે લાગેલાં અને અનંત અણુ-પ્રચયરૂપ કમને સંબંધ જ છે. કર્મને ઉથ સદા એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org