SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨ અછ–અધિકાર [ દ્વિતીય આત્મ-પ્રદેશોની સંખ્યા અસંખ્યાત હોવાથી તે આંકડાથી ન દર્શાવી શકાય, કિન્તુ પપમાદિની પેઠે તે તેનું સ્વરૂપ આલેખી શકાય તેમજ વળી જે અસંખ્યાતના મુખ્ય નવ પ્રકારે છે તે પૈકી તેને અમુક પ્રકાર છે કે અમુક બે પ્રકારની વચ્ચે તેને સમાવેશ થાય છે એવે તે જરૂર નિર્દેશ કરી જ શકાય તેમ છે તેતે વિષે આ કશે ઉલ્લેખ છે કે? જો ન હોય તે સમગ્ર જી તુલ્ય પ્રદેશવાળા છે એમ માનતા ખેચાવું પડશે. એટલે કે પ્રત્યેક જીવના પ્રદેશ અસંખ્યાત છે એટલા પૂરતી જ સમાનતા હોય, પરંતુ અસંખ્યાતની વિવિધતા આશ્રીને તેમાં વિવિધતા ઉપસ્થિત થતી હોય એવું સૂચન થશે. વિશેષમાં કીના આત્મ-પ્રદેશની સંખ્યા અસંખ્યાતની છે તેમજ કુંજરના અને વળી કેવલિ–સમુદઘાત વેળા આશ્રીને કેવલીના આત્મ-પ્રદેશની સંખ્યા પણ અસંખ્યાતની છે. આથી એ શંકા પણ ઉદ્ભવે કે જે સમુદ્દઘાત–અવસ્થા દરમ્યાન કેવલજ્ઞાનીના આત્મ-પ્રદેશની સંખ્યા કીડીના આત્મ-પ્રદેશની સંખ્યાની બરાબર જ હોય તે પ્રદેશનું પરિમાણ અનિયત ઠરે છે એટલું જ નહિ પરંતુ “પ્રદેશ” એ વ્યવહાર અસત્ય નહિ તે ઔપચારિક જરૂર જ જણાય છે, કેમકે કેવલીના એક એક પ્રદેશના કીના એક એક પ્રદેશ જેવડા તે કેટલા અંશે કલ્પી શકાય. ૧ સંખ્યાના એકંદર ત્રણ વિભાગો છે -(અ ) સંખ્યાત, ( આ ) અસંખ્યાત અને (ઈ) અનંત. તેમાં સંખ્યાતના ( અ ) જધન્ય, (આ) મધ્યમ અને (ઇ ) ઉત્કૃષ્ટ ( સરખાવે આધુનિક ગણિતની “ Alef-zero ' નામની સંજ્ઞા ) એ ત્રણ, અસંખ્યાતના (અ) પરિણ, ( આ ) યુક્ત અને (૪) અસંખ્યાત એ ત્રણ, અને અનંતના (અ) પરિત, (આ ) યુક્ત અને તે છે ) અનંત એ ત્રણ પેટા વિભાગો છે. વળી અસંખ્યાત અને અનંતના પ્રત્યેક પેટાવિભાગને જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ત્રણ ભેદે છે આથી સંખ્યાના કુલે ૨૧ ભેદે પડે છે. આ પૈકી સર્વ જઘન્ય અને ઉત્કૃષ્ટ સંખ્યામાં પ્રતિનિયત હોવાથી એક એક પ્રકારની જ છે, પરંતુ મધ્યમ સંખ્યાએ તેવી નથી. મધ્યમ સંખ્યાતના સંખ્યાત, મધ્યમ અસંખ્યાતના અસંખ્યાત અને મધ્યમ અનંતના અનંત ભેદો છે. નવ પ્રકારના અસંખ્યાતનાં નામે નીચે મુજબ છે – ( ૧ ) જધન્ય પરિત અસંખ્યાત, ( ૨ ) મધ્યમ પરિત્ત અસં), (૩) ઉત્કૃષ્ટ પરિત્ત અસં૦, (૪) જઘન્ય યુક્ત અસં૦ (૫) મધ્યમ યુક્ત અસં૦, ( ૧ ) ઉત્કૃષ્ટ યુકત અસં૦, ( ૭ ), જધન્ય અસંખ્યાત અસં૦, ( ૮ ) મધ્યમ અસં. અસં૦, અને (૯) ઉત્કૃષ્ટ અસં અસં. અત્રે એ ધ્યાનમાં રાખવું કે પ્રાચીન ગ્રીકની પેઠે (see IHistory of Mathematics by Smith vol. IT p. 26 ) જૈન દષ્ટિ પ્રમાણે એકની સંખ્યાની ગણના જ નથી. એકને માટે “ રૂપ ' સંજ્ઞા વપરાય છે. આ વાત શ્વેતાંબર તેમજ દિગંબર ઉભયને માન્ય છે. જુઓ ચોથો કર્મચી { ગા. ૭૮ ) તેમજ ગોમટનો જીવકાંડ ( ગા. ૧૦૮ અને ૧૧૦ ) તથા પ્રવચનસારના યાધિકાર (ગા, ૭૪ ): ની ટીકા. બે એ “જઘન્ય સંખ્યાત’ છે. ત્રણથી માંડીને તે ઉત્કૃષ્ટ સંખ્યાતથી એક ન્યૂન સુધીની સર્વ સંખ્યાઓ મધ્યમ સંખ્યાત ' કહેવાય છે. ઉત્કૃષ્ટ સંખ્યામાં એક ઉમેરવાથી જે સંખ્યા આવે તે જધન્ય પર અસ ખ્યાત' કહેવાય છે. આ તેમજ અસ ખ્યાતના બીજા પ્રકારે ધ્યાનમાં આવે છે ? ઉકછ સંખ્યાતનું સ્વરૂપ જાણવું જોઈએ, પરંતુ હાલ તુરત તે તેને વિચાર કરવા માંડી વાળી અને પરિશિષ્ટમાં તેની રૂપરેખા આલેખવાની આશા રાખી અત્ર વિરમવામાં આવે છે. એની જિજ્ઞાસુને અનાગદ્વાર ( સુ, ૧૪૬ ), એથે કમ ગ્રંથ ( ગા. ૭૧-૮ ) તેમજ લોકપ્રકાશ ( સ ૧ ) જેવા ભલામણ છે. વિશેષમાં The Jaina Gem Dictionary ( જૈન રત્નકેષ ) નામના પુસ્તક (૫. ૧૪૦-૧૪૧ )માં આ હકીકત અંગ્રેજીમાં રજુ કરાયેલી છે તે પણ વિચારવા જેવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy