________________
અછવ–અધિકાર.
[ દ્વિતીય બે પ્રદેશને, તે કઈ ત્રણને એમ કઈ સંખ્યાત પ્રદેશને, વળી કઈક અસંખ્યાત પ્રદેશને, કઈક અનંત પ્રદેશને અને કેઈક તો અનંતાનંત પ્રદેશને પણ હોય છે, અનંતાનંત પરમાણુએને બનેલ અને અન્ય પદગલ-સ્કોની અપેક્ષાઓ સોથી મોટો એ પુદગલ-સ્કંધ “ અચિત્ત મહાધ' કહેવાય છે અને એના જ પ્રદેશોની સંખ્યા અનંતાનંતની છે.
દ્રવ્યનાં સ્થિતિ-ક્ષેત્રે –
જગત પંચાસ્તિકાયરૂપ છે. આથી એ પ્રશ્ન પુરે છે કે આ પાંચ અસ્તિકાને કેઈ આધાર યાને સ્થિતિ-ક્ષેત્ર છે કે નહિ? જે હોય તે તે આ પાંચેથી ભિન્ન છે કે આ પાંચમાં કઈ એક દ્રવ્ય બાકીનાં દ્રવ્યના આધારરૂપ છે? આને ઉત્તર એ છે કે આકાશ એ આધારરૂપ છે અને બાકીનાં દ્રવ્ય આધેયરૂપ છે. વિશેષમાં આધેયરૂપ ચાર દ્રવ્યો પણ સંપૂર્ણ આકાશમાં રહેતાં નથી. તેઓ તે આકાશના અમુક પરિમિત વિભાગમાં જ રહે છે. આવા જે વિભાગમાં તેઓ રહેલા છે તે વિભાગને “કાકાશ” કહેવામાં આવે છે. લેકને અર્થ જ પાંચ અસ્તિકાય છે, જે કે ઘણી વાર એથી કેવળ જીને સમૂહ સમજવામાં આવે છે. ૧લકાકાશની બહાર ચારે તરફ કેવળ અનંત આકાશ વિદ્યમાન છે. એમાં આકાશ સિવાય અન્ય કે પદાર્થનું અસ્તિત્વ નથી તેમજ કે અન્ય પદાર્થના ગમન કે રિથતિ માટે સ્થાન નથી. આવા આકાશના વિભાગને “અકાકાશ કહેવામાં આવે છે. અત્રે એ ધ્યાનમાં રાખવું કે જેમ મનુષ્ય-ક્ષેત્રને બાકીનાં ક્ષેત્રેથી વિભક્ત કરનાર “માનુષેત્તર” પર્વત છે તેમ કાકાશને અલોકાકાશથી વિભક્ત કરનાર કે પહાડ, કોટ કે દિવાલ નથી, કિન્તુ આ બે વિભાગોની કલ્પના બુદ્ધિને આભારી છે–ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્યના સંબંધથી છે. જ્યાં એ બે દ્રવ્યનું અને અત એવ જીવ અને પુદ્ગલનું પણ અસ્તિત્વ નથી તે આકાશ “અલક છે અને બાકીને “ક” છે.
જીવ, ધર્મ અને અધર્મ એ ત્રણ દ્રવ્યોની પેઠે જોકે પુદગલનું સ્થિતિ-ક્ષેત્ર કાકાશ જ છે; તે પણ પુદગલના પરિમાણની વિવિધતા આશ્રીને તેનું સ્થિતિ-ક્ષેત્ર એકરૂપ નથી, કિન્તુ જુદી જુદી જાતનું છે. એટલે કે પુગલ કાકાશના એક પ્રદેશમાં, તે કઈ બેમાં છે તો કઈ છેક સંપૂર્ણ કાકાશના અસંખ્ય પ્રદેશમાં પણ રહે છે. અનંતાનંત પરમાણુવાળે અચિત્ત સ્કંધ પણ લેકાકાશના અસંખ્યાત પ્રદેશોમાં રહેલું છે. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે પુદ્ગલેના આધારભૂત ક્ષેત્રના પ્રદેશની સંખ્યા આધેયરૂપ પુગલ-દ્રવ્યના પરમાણુઓની સંખ્યાથી ખૂન કે બરાબર હોઈ શકે છે, પરંતુ તેથી અધિક તે હેતી નથી જ. એથી કરીને એક પરમાણુ એક સરખા આકાશ-પ્રદેશમાં રહે છે. દ્રયણુક યાને બે પરમાણુને બનેલ પુદગલ બે પ્રદેશોમાં તેમજ એક પ્રદેશમાં પણ રહી શકે છે. એવી રીતે વ્યક સ્કંધે ત્રણથી માંડીને એક પ્રદેશ સુધીમાં રહી શકે છે. એ પ્રમાણે ચતુરણુકથી સંખ્યાતાણુક રકંધે માટે ઘટાવી લેવું, અસંખ્યાતાક સ્કધ એક પ્રદેશથી માંડીને તે વધારેમાં વધારે પિતાની બરાબરના અસંખ્યાત સંખ્યાવાળા પ્રદેશમાં રહી શકે છે. અનતાણુક તેમજ અનંતાન તાલુક રક છે પણ એકથી લઈને અધિકમાં અધિક અસંખ્યાત પ્રદેશવાળા ક્ષેત્રમાં રહી શકે છે. એટલે કે પ્રત્યેક અસંખ્યાતા
૧ જુઓ દશવૈકાલિકસૂત્રની શ્રીહરિભદ્રસૂરિવરકૃત વૃત્તિનું ૮૩મું પત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org