________________
૫૫૦
અજીવ-અધિકાર.
[ દ્વિતીય કહીએ તે પિતા પોતાના સામાન્ય અને વિશેષ સ્વરૂપથી કદાપિ ચુત ન થવું એ “નિત્યત્વ” છે, જયારે પિતતાના સ્વરૂપમાં કાયમ રહેવા છતાં પણ બીજાના સ્વરૂપને પ્રાપ્ત ન થવું એ “ અવસ્થિતત્વ છે. દાખલા તરીકે જીવરૂપ તત્ત્વ પિતાના દ્રવ્યાત્મક સામાન્ય સ્વરૂપને તેમજ ચેતનાત્મક વિશેષ સ્વરૂપને કદાપિ ત્યજી દેતું નથી એ એનું નિત્યત્વ છે, જ્યારે ઉક્ત સ્વરૂપને ત્યાગ કર્યા વિના પણ અજીવ-તત્વના સ્વરૂપને પ્રાપ્ત કરતું નથી એ એનું અવસ્થિતત્વ છે. એવી રીતે ધર્મતત્વના સંબંધમાં એ પિતાના દ્રવ્યાત્મક અસ્તિત્વાદિરૂપ સામાન્ય સ્વરૂપથી કે ગતિનિમિત્તતારૂપ વિશેષ સ્વરૂપથી કદાપિ ટ્યુત થતું નથી એ એનું નિત્ય છે, જ્યારે ધર્માસ્તિકાય મટીને તે બાકીના કેઈ દ્રવ્યરૂપે પરિણમતું નથી એ એનું અવસ્થિતત્વ છે. એ પ્રમાણે અન્ય ત માટે સમજી લેવું. આથી જોઈ શકાય છે તેમ અવસ્થિતત્વથી એ ફલિત થાય છે કે દ્રવ્યોની સંખ્યામાં જૂનાધિકતા માટે અવકાશ નથી; જગત્ સદા પંચાસ્તિકાયાત્મક જ છે. તવાર્થરાજ (પૃ. ૧૭) પ્રમાણે તે પ્રત્યેક પદાર્થના પ્રદેશની સંખ્યા પ્રતિનિયત રહે છે તેનું પણ આ દ્વારા સૂચન થાય છે.
દ્રવ્યને નિત્ય કહીને વિશ્વની શાશ્વતતા સૂચવી છે અને અવસ્થિત કહીને એમના પરસ્પર સંકર-મિશ્રણ માટે અવકાશ નથી એ સૂચિત કર્યું છે. અર્થાત્ બધાં દ્રવ્ય પરિવર્તનશીલ રહેવા છતાં પણ પોતપોતાના સ્વરૂપમાં સ્થિત છે અને એક સાથે રહેતાં છતાં પણ એક બીજાના સ્વભાવથી–લક્ષણથી અસ્કૃષ્ટ રહે છે. એથી કલેને તે આ વિશ્વ અનાદિ-અનંત પણ છે અને તેનાં મૂળ તોની સંખ્યામાં કદાપિ ફેર પડતો નથી.
જેમ નિત્યત્વ અને અવસ્થિતત્વ એ બે ગુણે દરેક દ્રવ્યમાં સમાન છે એટલે એ દષ્ટિએ પરસ્પર સાધમ્ય છે તેમ આ પ્રત્યેક પૃથક હેવાથી કઈ વ્યાવક ધર્મ પણ હવે જોઈએ-કઈ વૈધમ્યસૂચક ગુણ હવે જોઈએ એમ અનુમાન કરાય તે તે સાચું છે, કેમકે યુગલનું બાકીનાં દ્રવ્યોથી વૈધમ્ય સૂચવનાર ગુણ રૂપિત્વ છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે પુદ્ગલ એ રૂપી દ્રવ્ય છે, જ્યારે બીજું બધાં અરૂપી છે. અત્ર અરૂષિત્વથી કંઈ સ્વરૂપને નિષેધ સૂચવવામાં આવતું નથી, કેમકે ધર્માસ્તિકાયાદિ દ્રબ્ધને સ્વરૂપ તે અવશ્ય છે જ. તેમ છતાં જે તેઓ સ્વરૂપથી રહિત છે એમ માનવામાં આવે તે તે શશશૃંગની માફક કેવળ અભાવાત્મક જ દ્રવ્ય ઠરે. આથી કરીને અહીં અરૂપિત્વથી રૂપ યાને મતિને નિષેધ કરાયો છે. એટલે કે પુદ્ગલ મૂત છે, જ્યારે બાકીનાં દ્રવ્યો અમૂર્ત છે. મૂર્તિથી રપ વગેરે સંસ્થાન-પરિણામ સમજ અથવા તે રૂપ, રસ, ગંધ અને સ્પર્શને સમુદાય જાણો. નેન્દ્રિયથી ગ્રહણ કરાતે ગુણ રૂ૫ છે. રૂપનું રસ વગેરે સાથે સાહચર્ય છે એટલે રૂપ, મૂર્તિ કે મૂતત્વને અર્થ ઇન્દ્રિયગ્રાહ્ય ગુણ થાય છે. પુદ્ગલેના ગુણે ઈન્દ્રિયગ્રાહ્યા છે, વાસ્તુ પુદ્ગલ મૂર્ત છે-રૂપી છે. એ સિવાયનું બીજું કઈ દ્રવ્ય કે તેને કોઈ પણ ગુણ ઇન્દ્રિયગ્રાહ્ય નથી, વાતે તે અમૂર્ત યાને અરૂપી છે. અત્ર પરમાણુ વગેરેના દ્રષ્ટાંતથી વ્યભિચાર આવતું નથી; કેમકે જોકે પરમાણુ વગેરે અતિસૂક્ષમ અનેક દ્રવ્યું અને તેના ગુણે ઈન્દ્રિય-ગોચર થતાં નથી, છતાં પણ તેમની વિશિષ્ટ પરિણમનરૂપ અવ
સ્થામાં તેઓ જરૂર જ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. એટલે તે અતીન્દ્રિય હેવા છતાં પણ રૂપી અથવા મૂર્ત જ છે. અથવા તે વસ્તુતઃ પરમાણુ પણ રૂપાદિથી સૂક્ત જ છે, જે કે આપણી જેવા છમસ્થને તેને સાક્ષાત્કાર શક્ય નથી. ધમસ્તિકાય, અધમસ્તિકા, આકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org