________________
૫૪
અજીવ–અધિકાર.
[ દ્વિતીય
અને પુદ્ગલ એ સજ્ઞાથી વ્યવહાર કરાય છે, કાલને કાલાસ્તિકાય તરીકે ન ઓળખાવવાનું કઇ આ કારણ નથી, કેમકે સૌથી પ્રથમ તો કાલ એ વાસ્તવિક દ્રવ્ય છે કે નહિ તે સંબંધમાં મતભેદ છે અને વળી જેએ એને વાસ્તવિક દ્રવ્ય ગણે છે-તત્ત્વરૂપ માને છે તેઓ પણ એને કેવી એક પ્રદેશાત્મક માને છે, કિન્તુ પ્રદેશના સમૂહુરૂપ માનતા નથી. એટલે કાલ એ ખરેખરૂ દ્રવ્ય હાય તાપણ તેની કદાપિ અસ્તિકાય તરીકે ગણના થઈ શકે તેમ નથી.
જીવાસ્તિકાયાદિ પરત્વે ગેરસમજ—
અદ્વૈત મતના સ્તંભરૂપ શ્રીશ ંકરાચાર્યે જીવાસ્તિકાયના સ્વરૂપ સમજવામાં થાપ ખાધી છે એમ બ્રહ્મસૂત્ર ( ૨-૨-૩૪ ) ઉપર રચેલા તેમના ભાષ્યની નિમ્ન-લિખિત પક્તિ કહી આપે છે:
" अनन्तावयवो जीवस्तस्य त एवावयवा अल्पे शरीरे सङ्कुचेयुर्महति च विकसेयुरिति । "
અર્થાત્ જીવ અનન્ત અવયવવાળા છે. એના તે જ અવયવા અલ્પ શરીરમાં સર્કાચાઇ જાય છે અને મેાટા શરીરમાં વિકાસ પામે છે.
kr
જીવના પ્રદેશ અસંખ્યાત છે ” એવા જૈન ગ્રંથામાં સ્પષ્ટરૂપે ઉલ્લેખ હોવા છતાં જીવના અનન્ત અવયવો છે આવું પ્રતિપાદન શ્રીશંકરાચાર્ય કેમ કર્યુ હશે તે સમજાતુ નથી, કેમકે જીવનું આવું સ્વરૂપ કાઇ પણ જૈન ગ્રંથમાં ષ્ટિગોચર થતું નથી.
દશનશાસ્ત્રોના માર્મિક વિદ્વાન ગણાતા શ્રીવાચસ્પતિમિશ્ર શાંકર-ભાષ્યની પેાતે
૧ પુદ્ગલ કૈ પુદ્ગલાસ્તિકાય એ જૈન દર્શનના જ પારિભાષિક શબ્દ છે; અન્ય દશનામાં એને બદલે પ્રકૃતિ, પરમાણુ વગેરે શબ્દો જોવાય છે.
૨ સરખાવે। તત્ત્વા ( અ. ૫ )નાં નિમ્નલિખિત આદ્ય અને દ્વિતીય સૂત્રેા:“ અન્નીચરચા ધર્મા--ડધÎ-5ઽારા-પુરૂહા । જ્જાનિ નીવાÆ |
""
૩. વૈદિક ધર્માંરૂપ દીપકની જ્યંતિ ઝાંખી પડી જવા આવી હતી એટલું જ નદ્ધિ પણ નિર્વાણુ દશાને વરવાની તૈયારીમાં હતી તેવી સ્થિતિમાંથી તેને ખચાવી લઇ તેને સતૅ કરનારા મહાપુરુષ તરીકે એમનું નામ સુપ્રખ્યાત છે. એમને હાથે વૈદિક ધર્મની આશાતીત પ્રગતિ થઇ. એમણે પ્રસ્થાનત્રયીરૂપ ઉપનિષદ્, ભગવદ્ગીતા અને બ્રહ્મસૂત્ર ઉપર ભાગ્યેા રચ્યાં છે. ઇતિહાસનેની બહુમતિ પ્રમાણે એમને જીવનકાલ ઇ. સ. ૯૮૮ થી . સ. ૮૨૦ ની લગભગને છે.
૪ એમને નૃગ પતિના સમકાલીન માનવામાં આવે છે. અર્થાત્ તેએ। વિક્રમતી નવમી શતાબ્દીમાં વિદ્યમાન હતા એ જાતના મેથિક બ્રાહ્મણ હતા. ભારતીય વૈદિક સાહિત્યની વૃદ્ધિ અને શેભામાં એમને હાથે વધારા થયા છે, કેમકે એમણે શાકર-ભાષ્ય ઉપર ભામતી નામની ટીકા, સાંખ્યકારિકાની સાંખ્યતત્વ’મુઠ્ઠી નામની વ્યાખ્યા, ચાગ-ભાષ્ય ઉપર તત્ત્વવિશારદી વ્યાખ્યા, શ્રીમાન ઉદ્ઘાતકારે રચેલા ન્યાયવાતિક ઉપર તાત્કટીકા, શ્રીયુત મંડનમિશ્રકૃત વિધિવિવેકતી ન્યાયકણિકા નામની ટીકા, શ્રીકુમારિલભટ્ટના વિચારને સ્પર્શ કરનાર તત્ત્વખિન્દુ, ન્યાયસૂચી વગેરે અનેક અમૂલ્ય ગ્રંથ રચ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org