________________
ઉલ્લાસ ]
આત દર્શન દીપિકા.
૫૩૫
દ્રવ્યના સ્વરૂપમાં ભિન્નતા ઉપસ્થિત થતી નથી, કિન્તુ તેના ગુણમાં જ ભેદ ઉદ્દભવે છે.'
પ્રસ્તુત પ્રસંગને સમર્થિત કરનારી હકીકત મહર્ષિ શ્રીપતંજલિ યોગદર્શન (વિભૂતિપાદ સૂ. ૧૧)ના શ્રીવ્યાસદેવપ્રણીત ભાષ્યમાંની નિમ્નલિખિત પંકિતમાં મળી આવે છે –
તત્ર ધર્મ ઘર્વિળિ વર્તમાનકાવતીતાનાતિવર્તમાનેy માવાन्यथात्वं भवति, न द्रव्यान्यथात्वं; यथा सुवर्णभाजनस्य भित्त्वाऽन्यथा क्रिय. माणस्य भावान्यथात्वं भवति, न सुवर्णान्यथात्वमिति । " અર્થાત્ જેમ ચક, સ્વસ્તિકાદિ અનેક જાતના આકારને ધારણ કરવા છતાં પણ સુવર્ણ પિંડ પિતાના મૂળ સ્વરૂપને પરિત્યાગ કરતો નથી એટલે કે રુચકાદિ ભિન્ન ભિન્ન આકારો ઉપસ્થિત થવા છતાં સુવર્ણ અસુવર્ણ બની જતું નથી, કિન્તુ એને આકાર-વિશેષ જ અન્યાન્ય
સ્વરૂપને ધારણ કરે છે, તેમ ધર્મમાં રહેવાવાળા ધર્મોને જ અન્યથા ભાવ થાય છે એટલે કે ભિન્ન ભિન્ન સ્વરૂપ પરિવર્તન થાય છે, નહિ કે ધમરૂપ દ્રવ્યને. પ્રત્યેક પદાર્થમાં ઉત્પાદાદિ ત્રણ ધર્મો–
આ પ્રમાણે ધર્મોના ઉત્પાદ અને વિનાશ અને ધર્મના પ્રૌવ્યને લક્ષ્મીને પ્રત્યેક વસ્તુ ઉત્પત્તિ, પ્રૌવ્ય અને વિનાશ એ ત્રણ ધર્મોથી અનુસ્મૃત છે એમ કહેવામાં કશો વાંધે રહે છે કે ? નહિ જ એવા ઉત્તરની આશા રહેવા છતાં આ વાતને વિશેષતઃ સ્કુટ કરવા માટે બે ત્રણ બાબતને ઉલ્લેખ કરીશું. સૌથી પ્રથમ તે મધ્યસ્થભાવના અપૂર્વ પ્રદીપક બહુશ્રુત શ્રીહરિભદ્ર સૂરીશ્વરકૃત શાસ્ત્રવાર્તાસમુચ્ચય (સ્ત ૭)ના નિમ્નલિખિત કલેકની નેંધ લઈએ –
ઘટનgિવર્ષોથ, નારિરિતિ વર્ષ .
शोकप्रमोदमाध्यस्थ्य, जनो याति सहेतुकम् ॥२॥" આ પદ્યનો આશય સ્પષ્ટ રીતે સમજાય તે માટે ધારે કે ત્રણ મનુષ્યો સોનીની દુકાને ગયા. તેમાંથી એકને સુવર્ણના ઘડાને ખપ હતું, બીજાને સુવર્ણ મુગટ હતા અને ત્રીજાને કેવળ સોનું જોઈતું હતું. આ ત્રણે જણ દુકાને પહોંચ્યા ત્યારે સોની સુવર્ણના ઘડાને ભાંગીને મુગટ બનાવતું હતું. આ જોઈને સુવર્ણના ઘટના અભિલાષીને શેક થયે, જેને મુગટની આવશ્યકતા હતી તેને આનંદ થશે અને જેને સુવણને ખપ હતું તેને હર્ષ કે શેક એ બેમાંથી એકે
૧ આ વિવેચન શાસ્ત્રદીપિકાની શ્રીસુદર્શનાચાર્ય કૃત ટીકાના, ૫. હંસરાજપ્રણીત “દર્શન ઔર અનેકાન્તવાદ 'ના ૧૧ મા પૃષમાં આપેલા અવતરણને આભારી છે. ૨ સરખા પદ્દનસમુચ્ચયના ૯૧ માં પત્રગત અવતરણ:-- " प्रध्वस्ते कलशे शुशोच तनया मौलौ समुत्पादिते
पुत्रः प्रीतिमुवाह कामपि नप शिश्राय मध्यस्थताम् । पूर्वाकारपरिक्षयस्तदपराकारोदयस्तद द्वया
धारस्यैक इति स्थितं त्रयमयं तवं तथाप्रत्ययात् ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org