SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ જીવ-ગધિકાર. [ દ્વિતીય “ બધાં તત્ત્વામાં વ્યાપકરૂપે પરિણામે-નિત્યત્વવાદના સ્વીકાર કરવા માટે મુખ્ય સાધક પ્રમાણુ અનુભવ છે. સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં કોઇ એવું તત્ત્વ અનુભવમાં નથી આવતું કે જે ફક્ત અરિણામી હોય, અથવા માત્ર પરિણામરૂપ હાય. ખાદ્ય, આભ્યતર બધી વસ્તુ પરિણામી નિત્ય માલૂમ પડે છે; જો બધી વસ્તુઓ ક્ષણિક માત્ર હોય તે પ્રત્યેક ક્ષણમાં નવી નવી વસ્તુ ઉત્પન્ન થવા તથા નષ્ટ થવાને લીધે તેમજ એને કોઈ સ્થાયી આધાર નહાવાને લીધે એ ક્ષણિક પરિણામપરંપરામાં સજાતીયતાના અનુભવ યારે પણ ન થાય, અર્થાત પહેલાં કાઇ વાર જોયેલી વસ્તુને ફરીથી જોતાં જ · આ તે જ વસ્તુ છે ' એવુ' પ્રત્યભિજ્ઞાન થાય છે તે કાઇ પણ રીતે ન થાય, કેમકે પ્રભિજ્ઞાનને માટે જેમ એની વિષયભૂત વસ્તુનું સ્થિરત્વ આવશ્યક છે. તેમજ દ્રષ્ટા આત્માનું પણ સ્થિરત્વ આવશ્યક છે. એ રીતે જડ અથવા ચેતન તત્ત્વ માત્ર જે નવકાર હોય તે એ અને તત્ત્વાના મિશ્રણરૂપ જગતમાં ક્ષણક્ષણમાં દેખા દેતી ર્વાિવધતા કયારે પણ ઉત્પન્ન ન થાય. એથી જ પરિણામી નિત્યત્વવાદને જૈન દન ચુક્તિસંગત માને છે, ” જુએ પૃ. ૨૪૨-૨૪૩, આથી એ વાત પશુ સ્પષ્ટ થાય છે કે સમસ્ત કબ્યા પાતપેતાની જાતિમાં સ્થિર રહેતાં છતાં પણ નિમિત્ત અનુસાર તેમાં ઉત્પાદ અને વ્યયરૂપ પરિવર્તન થયાં કરે છે. એથી જ કરીને પ્રત્યેક પદાર્થમાં મૂળ જાતિદ્રવ્યની અપેક્ષાએ ધ્રૌવ્ય અને પરિણામની અપેક્ષાએ ઉત્પાદ અને વ્યય એ અને સુઘટિત થવામાં કોઇ જાતના વિરોધ માટે સ્થાન રહેતું નથી. આ સમગ્ર વિવેચનમાંથી સારાંશ એ નીકળે છે કે સંપૂર્ણ સત્ પદાથ ને-બ્રહ્મને કેવળ ધ્રુવનિત્ય જ માનનાર વેદાન્ત-ઔપનિષદ શાંકર મતથી, સત્ પદાને નિરન્વય ક્ષણિક–કેવળ ઉત્પાદવિનાશ શીલ સ્વીકારનાર ઔદ્ધ દશનથી, પુરુષરૂપ સત્ને કેવળ ધ્રુવ-ફ્રૂટસ્થ નિત્ય અને પ્રકૃતિરૂપ સત્ત્ને પરિણામી નિત્ય એમ નિત્યાનિત્ય માનનારી સાંખ્ય દષ્ટિથી તેમ જ અનેક સત્ પદાર્થાંમાંથી પરમાણુ કાળ, આત્મા વગેરેને ફ્રૂટસ્થ નિત્ય અને ટ, પટ વસ્ત્ર, વિભૂષણ વગેરેને ઉત્પાદન્યયશીલ-નિત્ય માનનાર વૈશેષિક અને નૈયાયિક દનથી. જૈન દર્શન જૂદું પડે છે, કેમકે એની માન્યતા અનુસાર પોતપાતાની જાતિને ન છેડવી એ જ ગધા પદાર્થોનુ ધ્રૌવ્ય છે અને પ્રત્યેક સમયમાં જુદા જુદા પરિણામરૂપે ઉત્પન્ન થવું' કે વિનાશ પામવા એ એને ઉત્પાદ-વ્યય છે. આ પ્રોબ્ય અને ઉત્પાદ-યયનુ ચક્ર દ્રવ્યમાત્રમાં સદા ત્રિકાલાબાધિતપણે પ્રવર્તે છે. આ ચક્રના પંજામાંથી કોઇ છટક્યું નથી, છટકતું નથી અને છટકશે પણ નહિ. અત્ર એ વાતને સ્પષ્ટ નિર્દેશ કરવા આવશ્યક સમજાય છે કે જે વસ્તુ કાઇ પણ કાળમાં, ફાઇ પણ સ્થળમાં કે ઇ પણ રીતે અસ્તિત્વ ધરાવતી ન હોય અર્થાત્ જે વાંઝણીના પુત્રની પેઠે સર્વથા અસત હોય તેમાં પાછળથી હૈયાતી ધરાવવાની ચેાગ્યતા એટલે સરૂપતા આવી શકતી નથી. એવી વસ્તુમાં પણ હૈયાતી ધરાવવાની લાયકાત આવી શકતી હોય તો સસલાનાં શિગડાં પણ કોઇ વખત હૈયાતી ધરાવવાને ચેાગ્ય થવાં જોઈએ, આકાશકુસુમમાંથી પણ કેઇ વખતે સુગંધ આવવી જોઇએ તેમજ વાંઝણીના પુત્રને પણ લગ્ન-મહાત્સવ થવા જોઈએ, પરંતુ એમ થતું કોઇના જોવામાં કે જાણવામાં નથી એટલે એ અનુમવયી વિરુદ્ધ વાત છે. વિશેષમાં અહીં જે ઉત્પત્તિ વગેરે વિષે ઊહાપાડ કરાય છે તે કોઇ પણ વસ્તુમાં પાછળથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy