________________
જીવ-અધિકાર,
[ પ્રથમ સિદ્ધ અને પર્યાપ્ત બાદર વનસ્પતિકાય છે. આનાથી વળી ઓઘતઃ બાદર પર્યાપ્ત વિશેષ અધિક છે અને એનાથી અસંખ્ય ગુણ અપર્યાપ્ત બાદર વનસ્પતિકાય છે. એનાથી અધિક અપર્યાપ્ત બાદર જીવે છે અને વળી એથી પણ સામાન્યતઃ બાદર વિશેષ છે. આનાથી પણ વળી અસંખ્ય ગુણા સૂક્ષ્મ અપર્યાપ્ત વનસ્પતિકાય છે અને એનાથી પણ અધિક સામાન્યતઃ સૂક્ષમ અપર્યાપ્ત જીવો છે. એનાથી સંખ્યાત ગુણ સૂક્ષમ પર્યાપ્ત વનસ્પતિકાય છે. એનાથી અનુક્રમે અધિક અધિક નીચે મુજબ ચૌદ પ્રકારના જીવે છે –
(૧) સૂફમ પર્યાપ્ત, (૨) સૂમ, (૩) ભવ્ય, (૪) નિગોદ, (૫) વનસ્પતિ, (૬) એકેન્દ્રિય, (૭) તિર્યચ, (૮) મિથ્યાદષ્ટિ, (૯) અવિરતિ, (૧૦) કષાયી, (૧૧) ઇમથ, (૧૨) સગી, (૧૩) સંસારી અને (૧૪) સમસ્ત જી.
છાની ગતિ-આગતિ દેવાની ગતિ
સંખ્યાત આયુષ્યવાળા એટલે કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા વધારેમાં વધારે કેટિ પૂર્વ વર્ષના આયુષ્યવાળા લબ્ધિ-પર્યાપ્ત પંચેન્દ્રિય ગર્ભ તિયામાં તેમજ કર્મભૂમિમાં જન્મેલા અને વધુમાં વધુ કેટિ પૂર્વ વર્ષના આયુષ્યવાળા લબ્ધિ-પર્યાપ્ત ગર્ભજ મનુષ્યમાં, સર્વત્ર ઉત્પન્ન થતા લધિપર્યાપ્ત બાદર પૃથ્વીકાય, લબ્ધિ-પર્યાપ્ત બાદર અકાય અને લબ્ધિ-પર્યાપ્ત 'બાદર પ્રત્યેક વનસ્પતિકાયમાં એમ પાંચ દંડકમાં જ દેવની ઉત્પત્તિ છે; કેમકે દેવે મરીને અપર્યાપ્ત થતા નથી તેમજ દેવ તરીકે કે નારક તરીકે ઉત્પન્ન થતા નથી તેમજ વિકસેન્દ્રિયમાં તેજસ્કાય કે વાયુકાર્યમાં ઉત્પન્ન થતા નથી.
અત્રે એ વિશેષતા છે કે ભવનપતિથી તે એશાન ” કલ્પવ સી દે જ આ પાંચ સ્થાને માં ઉત્પન્ન થાય છે. “સનકુમારથી તે “સહસાર” સુધીના દે પૂર્વોક્ત ગર્ભજ તિર્યંચ કે ગર્ભજ મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. “આનતથી માંડીને તે “સર્વાર્થસિદ્ધ” માં વસનારા દેવે ફક્ત કર્મભૂમિમાં સંખ્યાત આયુષ્યવાળા પર્યાપ્ત ગર્ભજ મનુષ્યમાં જ જન્મે છે. દેવામાં આગતિ–
પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ અને પર્યાપ્ત પંચેન્દ્રિય મનુષ્ય જ ચારે પ્રકારના દેવામાં જાય. અત્ર વિશેષતા એ છે કે ૧૦ જાતના ભવનપતિ, ૧૫ પ્રકારના પરમધામિક, ૧૬ જાતના વ્યંતરે અને ૧૦ જાતના જંભક એમ ૧૧ પ્રકારના દેશમાં ૧૦૧ પ્રકારના લબ્ધિ-પર્યાપ્ત મનુષ્ય, યુગલિક ચતુષ્પદાદિ પાંચ જાતના ગર્ભજ લબ્ધિ-પર્યાપ્ત તિર્યંચે તેમજ પાંચ જાતના સંમૂચ્છિમ
૧ આ સંબંધમાં પણ કેટલીક વિશેષતા છે. જેમ કે દેવ શાલિ વગેરે જાતનાં ધાન્યનાં પુષ્પ, બીજ અને ફળમાં ઉત્પન્ન થાય છે, કિંતુ મૂલાદિ સપ્તકમાં ઉન્ન થતા નથી. આવી વિશેષતાની માહિતી માટે જુઓ ભગવતી ( શ, ૨૧-૨૨ ),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org