________________
૫૧૮ જીવ-અધિકાર
[ પ્રથમ જીના બે પ્રકારો પડે છે. વેદની અપેક્ષાએ ઈવેના પુરુષ-વેદ, સ્ત્રી-વેદ અને નપુંસક-વેદ એમ ત્રણ ભેદે પડે છે. ભવ્ય, અભવ્ય અને જાતિ–ભવ્ય એવા પણ સંસારી જીવના ત્રણ ભેદે છે. ગતિની અપેક્ષાએ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ ચાર ભેદ પડે છે. વળી પુરુષ–વેદ, સ્ત્રી-વેદ, નપુંસક વેદ અને અવેદ એમ પણ ચાર પ્રકારે છે. ઇન્દ્રિયની અપેક્ષાએ એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એમ પાંચ ભેદ છે. કાયની અપેક્ષાએ પૃથ્વીકાય, અકાય, તેજકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એમ છ ભેદ પડે છે. કૃષ્ણાદિ લેશ્યાની અપેક્ષાએ પણ છ ભેદે થાય છે. સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રિીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અસ શિપ ચેન્દ્રિય અને સંજ્ઞપંચેન્દ્રિય એમ જીવના સાત ભેદા થાય છે. સૂકમ પયત એકેન્દ્રિય, સૂકમ અપર્યાપ્ત એકેન્દ્રિય, બાદર પર્યાપ્ત એકેન્દ્રિય, બાદર અપર્યાપ્ત એકેન્દ્રિય, દ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એમ જીના આઠ વિભાગો પડી શકે છે. અથવા પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની અપેક્ષાએ આઠ પ્રકારે પડે છે. અંડજાદિક ભેદથી ત્રસ જીના આઠ પ્રકાર પડે છે. તેમાં સ્થાવર ઉમેરતાં જીના નવ ભેદે થાય છે, અથવા પાંચ પ્રકારના એકેન્દ્રિય, ત્રણ જાતના વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય એમ પણ જીવના નવ પ્રકારે થાય છે. અથવા નારકે નપુંસક હોવાથી તેમને એક ભેદ, તિર્યંચ અને મનુષ્યમાં ત્રણે વેદ હોવાથી એ પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદે અને દેના સ્ત્રી અને પુરુષરૂપે બે ભેદે મળતાં સંસારી છોના નવ પ્રકારે થાય છે. પાંચ પ્રકારના એકેન્દ્રિય, ત્રણ જાતના વિકલેન્દ્રિય અને સંજ્ઞી અને અસંજ્ઞી એમ બે પ્રકારના પંચેન્દ્રિય મળીને જીવના દશ ભેદે થાય છે, જ્યારે પુરુષ-વેદી, સ્ત્રી–વેદી અને નપુંસક-વેદી એમ પંચેન્દ્રિયના ત્રણ ભેદ ગણતાં જીવના અગ્યાર ભેદે થાય છે. પૃથ્વીકાયાદિક છ કાયના જીવન પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બબ્બે ભેદ પાડતાં જીવના બાર ભેદ પડે છે. પાંચ પ્રકારના એકેન્દ્રિયના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે બે ભેદે વિચારતાં
૧ વિશ્વમાં અસ્ત્રોત ( નિઈવ ) અને સુત ( સજીવ ) એમ બે પ્રકારના પદાર્થો છે. તેમાં સસ્રોતના ઉસ્ત્રોત ( વૃક્ષાદિ ), તિર્થક સ્ત્રોત ( પ્રાણી ) અને અર્વાક સ્ત્રોત એવા ત્રણ પિટાભેદે છે. આ પ્રમાણે જીવના ત્રણ પ્રકારે ચિત્રમયજગત ( વ. ૮, અ. ૧, પૃ. ૨૪: )માં સૂચવાયા છે.
૨ જેનો વેદ ઉપશમિત હોય કે ક્ષપિત હેય તે અવેદી. આથી કરીને “ અવેદ થી અનિવૃત્તિબાદરાદિ ભવસ્થ સમજવા. આને અર્થ સિદ્ધ પણ થાય છે અને તેમ કરતાં આ સમગ્ર જીવના ચાર પ્રકાર સમજવી.
૩ આમાં અનિન્દ્રિય અર્થાત સિદ્ધ ઉમેરો કરતાં સર્વ છાના છ પ્રકારે પડે છે. ૪ આમાં અકાય યાને સિદ્ધનો ઉમેરો કરતાં સમસ્ત છના સાત ભેદે થાય છે. ૫ આ ભેદમાં અલેશ્ય એટલે સિદ્ધ ઉમેરતાં સર્વે ના સાત વિભાગો થાય છે. ૬ જુએ પૃ. ૪૩૮-૪૩૯.
૭ આ પ્રમાણે લોકપ્રકાશ (સ. ૪, . ૭)માં નિર્દેશ છે, જયારે આ આઠ પ્રકારે સમગ્ર સંસારી જીવન છે એમ પ્રવચનસારોદ્ધારની વૃત્તિના ૫૪ મા પત્રમાં ઉલ્લેખ છે. આથી તે એ કૃત્તિકાર આ પ્રત્યેકના પયોત અને અપર્યાપ્ત એમ બે બે ભેદ સૂચવી જીવન સોળ ભેદ પાડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org