SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૦ છવ-અધિકાર. [ પ્રથમ અને પાંચ અનુત્તર વિમાનના દેવે વિષય–સેવનથી હિત (અપ્રવીચારી) છે, કેમકે તેઓ અલ્પ સંલેશવાળા હોવાથી સ્વસ્થ અને શાંત રહે છે. ભવનપતિ. વ્યન્તર, તિષ્ક, સૌધર્મવાસી અને એશાનવાસી દે કાયસેવી છે અર્થાત તેઓ પિતાના ભવનમાં વસનારી દેવીઓ સાથે શરીર વડે મૈથુનક્રિયા કરે છે. સંકિલષ્ટ કર્મ અને તીવ્ર અનુરાગવાળા હોવાથી તેઓ મનુષ્યની માફક કામભોગમાં લીન થઈ જાય છે. સાનકુમાર અને મહેન્દ્ર સ્પશસેવી છે એટલે કે તેઓ સ્પર્શ માત્રથી વિષય સેવે છે. બ્રહ્મલેક અને લાંતકવાસી દે રૂપસેવી છે એટલે કે તેઓની વિષય - વાંછના ફક્ત દેવીનું રૂપ જેવાથી જ તૃપ્ત થઈ જાય છે. મહાશુક અને સહસ્ત્રાર દેવલોકમાં વસનારા દે શબ્દસેવી છે, કેમકે દેવીના મધુર સ્વરને શ્રવણ થતાં જ તેમની કામ–અભિલાષા શાંત થઈ જાય છે. અવશિષ્ટ આનત વગેરે ચાર દેવલોકના દેવા માત્ર મન વડે ચિંતવવાથી વિષયને ધારણ કરનારા છે–તેઓ મન સેવી છે. અત્રે એ ખ્યાલમાં રાખવું કે બીજા સ્વર્ગ સુધી જ દેવોઓની ઉત્પત્તિ છે. એથી ઉપરના સ્વર્ગમાં તેમની ઉત્પત્તિ નથી અને આઠમા સ્વર્ગથી આગળ તો તેમની ગતિ પણ નથી. આથી કરીને જ્યારે ત્રીજા વગેરે સ્વર્ગના દેવે વિષય-વાસનાને અધીન બને છે ત્યારે તેમને વૈષયિક સુખ માટે આતુર અને તે માટે પિતા તરફ આદરશીલ જાણી દેવોએ સ્વયં ત્યાં પહોંચી જાય છે. ત્યાં પહોંચતા વેંતજ એના હાથ વગેરેના સ્પર્શમાત્રથી ત્રીજા અને ચોથા સ્વર્ગના દેવાની કામલાલસા પૂર્ણ થઈ જાય છે. એમનું શણગારેલું મને વેધક રૂપ જોઈને પાંચમા અને છઠ્ઠા સ્વર્ગના સુરની કામ-વાસના તૃપ્ત થઇ જાય છે. એવી રીતે એના સુંદર સંગીતમય શબ્દના શ્રવણમાત્રથી સાતમા અને આઠમા સ્વર્ગના દેવે વૈષયિક આનંદ મેળવી લે છે. દેવીઓની આઠમા સ્વર્ગથી આગળ ગતિ નહિ હોવાથી નવમાથી બારમા સ્વર્ગ સુધીના વિબુધે દેવીઓના ચિંતન-માત્રથી કામસુખને અનુભવ કરી લે છે. બારમા સ્વર્ગથી ઉપરના દેવામાં કામ-લાલસા નથી, તેઓ શાંત છે. એટલે એમને દેવીઓના ચિંતન દ્વારા પણ કામસુખ ભેગવવાની અભિલાષા થતી નથી. તેમ છતાં તેઓ અન્ય દેવેથી અધિક સંતુષ્ટ અને સુખી રહે છે. આનું કારણ દેખીતું છે, કેમકે જેમ જેમ કામાગ્નિની પ્રબલતા હોય છે તેમ તેમ ચિત્તના કલેશની અધિકતા રહેલી હોય છે; અને જેમ જેમ આ કલેશની અતિશયતા છે તેમ તેમ તેને શાંત પાડવા માટેના વિષયભોગની તરતમતા રહેલી છે. બીજા સ્વર્ગ સુધીના સુરોની અપેક્ષાઓ ઉપર ઉપરના સ્વર્ગમાં રહેનારા સુરની વિષયવાસના મંદ હોય છે, એથી એમના સંબંધમાં ચિત્તને સંલેશ પણ ઓછા હોય છે અને સંતોષવૃત્તિ અધિક છે અને તેથી જ વિષય-તૃપ્તિનાં સાધન પણ અ૫ કહ્યાં છે. આથી તે ઉત્તરોત્તર દેવાનું સુખ નીચે નીચેના દેવેની અપેક્ષાએ અધિક માનવામાં આવે છે. ઉપર્યુક્ત વિવેચનમાં જે વિવિધ પ્રકારના પ્રવીચારનો ઉલ્લેખ કર્યો છે તેનાં લક્ષણો ગ્રંથકાર નીચે મુજબ નિર્દેશ છે – સ્પર્શ-પ્રવીચારનું લક્ષણ– स्पर्शविषयकमैथुनव्यवहाररूपत्वं स्पर्शप्रवीचारस्य लक्षणम्। (१८८) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy